________________
પિ૭પ (રાગ : પ્રભાત) વીનતી માહરી આજ પ્રભાતની, નાથ ! અંતર મહીં આપ ધરજો; આજની જિંદગી રાતે સૂતાં લગી, ચિત્તડે ચરણની પ્રીત ભરજો. ધ્રુવ રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં, જળ અને કમળની જેમ રાખો; પાળું મુજ ધર્મને, કરૂં સૌ કર્મને, ળ તણી આશથી દૂર રાખો. વીનતી. સુખી રહું સુખમાં, સુખી રહું દુ:ખમાં, સુખ ને દુ:ખના ભેદ ટાળો; પાંખમાં રાખીને દુઃખડાં કાપીને , જાણે અજાણનાં પાપ બાળો. વીનતી ન્હાવું સત્સંગમાં રાચું એ રંગમાં, અંગમાં ભક્તિનાં પૂર ભરજો; ઈચ્છું કલ્યાણ હું મિત્ર-દુશ્મન તણું, જગતનું નાથ ! કલ્યાણ કરજો. વીનતી આંખ છે આંધળી તુજશું ના ઢળી, તે છતાં હે પ્રભો ! લક્ષ લેજો; દોડતા આવીને ‘પુનિત’ સંભાળીને, અંતમાં દર્શને બાપ રહેજો. વીનતી
પ૭૭ (રાગ : દેશ) સૌને જોઈએ એક જ ‘ હાં', સૌની નારાજી છે ‘ના’. ‘હા’ ની સામે ‘ના’ આવે તો, વાગે દિલમાં ‘ઘા'; આકાશપાતાળ એક કરે છે, હૈયું બોલે “ખા',
સૌને જોઈએ એક જ હા. ‘હા’માં ‘હા’ જો મળી ગઈ તો, હરખ કરેલા શા ? ક્લી ફૂલીને ફાળકો થાતાં, હાથે ઉડાડે ‘વા',
સૌને જોઈએ એક જ હા. ‘ના’ની સામે નત એવી, કહેશે ‘આવી જા'; બાંયો ચડાવી પાડે બરાડા, અહીંથી અળગો “ થા',
સૌને જોઈએ એક જ હા.
‘હા’–‘ના’ની છે વાત જ એવી , અવળા-સંવેળા ‘દા'; પુનિત’ ‘ના’ માં નખ્ખોદ કાઢે, ‘હા’માં મીઠાઈ “ખા',
સૌને જોઈએ એક જ હા.
પ૭૬ (રાગ : સારંગ) સકળ સૃષ્ટિમાં કોઈનું સગું જો, એક હરિ, એક હરિ, ભાઈ ! કોઈ સહારે હજુ નભુ તો, એક હરિ, એક હરિ, ભાઈ ! ધ્રુવ અનુભવે સૌને કસિયા છે, ખરે વખતે સૌ ખસિયા છે; દુ:ખમાં પણ સાથે વસિયા છે, એક હરિ, એક હરિ, ભાઈ ! સળo બધે મને ટલ્લા છ મળિયા, સમયે સૌએ મોં મરડિયાં; વણ તેડાથે મુજ શું મળિયા, એક હરિ એક હરિ ભાઈ ! સંકળo આજ સુધી મેં ફાંફાં માર્યા, હાથે કર્યા હૈયામાં વાગ્યાં; પકડી હાથને સ્નેહે વાય, એક હરિ એક હરિ ભાઈ ! સકળo ‘પુનિત’ હરિ હવે જીવનસાથી, જન્મમરણના એ સંગાથી; ધરતો અમને સદાયે છાતી, એક હરિ એક હરિ ભાઈ ! સકળo
પ૭૮ (રાગ : હંસકંકણી) હરિજન હરિને છે બહુ પ્યારા , એને ગણતો આંખના તારા. ધ્રુવ દુર્જનતાની રજ જ્યાં ઊડે, પાંપણ પ્રભુજી છે બનનારા , હરિજન જેવું રક્ષણ આંખનું થાતું, એવું રક્ષણ એ કરનારા. હરિજન હરિજનને જે દુઃખડાં દેતું, કાળ જેવા એ ખેંચનારા. હરિજન ‘પુનિત’ પ્રભુનું નામ ‘હરિ' છે, ભક્તો કેરા ભય હરનારા. હરિજન
એક ભરોસે રામકે, કિયે પાપ ભર મોટ; જેસે નારી કુમારિકો, બડે ખસમકી ઓટ. |
ઉપરા
માયા મૂઈ ન મન મુવા, મર મર ગયે શરીર; આશા તૃષ્ણા ના મુઈ, કહ ગયે દાસ કબીરા. ઉ૫)
પુનિત મહારાજ
ભજ રે મના
ઉપર