________________
પ૭૧ (રાગ : ગરબી) મોટા જનનો જો મેળાપ, રસ્તો નીકળે આપોઆપ. ધ્રુવ ‘મોટા’ એટલે શરીરથી નહિ, દિલથી નીકળે માપ; પરમારથની ભાવના જેની, દયા દિલે અમાપ. રસ્તો કઠણ પ્રશ્નનો ઉકેલ લાવે , ચપટની સંગાથ; સિંધુને બિંદુમાં સમાવે, ટૂંકી કરતા વાત. રસ્તો અનુભવની એ ખાણ કહાવે, બુદ્ધિ જેની અમાપ; ભેજામાંથી એવું નીકળે, થાતા સહુ અવા. રસ્તો ‘પુનિત’ પરિશ્રમથી એ મળતા , મળે ન ચૌટે હાટ; પુણ્ય હશે જો પૂર્વજન્મનું, ચડી જતાં એ હાથ. રસ્તો
પ૭૩ (રાગ : કામોદ) રાખે પ્રીતિ સેવક પર સદાય, એવી રીતિ છે રામની; ‘એના’ બને તો ‘ એનો થઈ જાય, એવી રીતિ છે રામની. ધ્રુવ વૈત નમે, હાથ નમવાનો રહાય છે, એનાં ગુણ ગાય, એનાં ગુણલાં એ ગાય છે; દિલડું આપે તો દિલડું દેવાય, એવી રીતિ છે રામની. રાખે અરસપરસ સ્નેહ એવો સંધાય છે, અણદીઠા પ્રેમ તારે બંને બંધાય છે; કોયડ , કોનાથી કોણ બંધાય ! એવી રીતિ છે રામની. રાખે કોણ જીત્યું ને કોણ હાર્યું ગણાય ત્યાં ? ફાંફાં મારે એને કદી જણાય ના; ‘પુનિત’ એકબીજામાં સમાય, એવી રીતિ છે રામની. રાખે
પ૭૨ (રાગ : લાવણી) મોટાની મોટાઈ પોતે, નાના બની જાય; અવરને ‘મોટા' ગણ, પડે એના પાય. ધ્રુવ હીરો મુખે નથી કહેતો, લાખ મૂલ ગણાય; અનુભવી ઝવેરી તો, એને પારખી જાય. પોતે માન જો દુનિયાને આપે, માને તો પમાય; લેનારાએ આપવામાં, મણા ન રખાય. પોતેo મોટાં મોટાં થોરિયાની, બધે બનતી વાડ; વાડના રક્ષણ હેઠે, રહેતાં ફ્લનાં ઝાડ. પોતે મોટાં મોટાં ખીલા વાગે, મોભ જો બનાય; ‘પુનિત' પ્રભુના બનતાં, નમ્રતામાં ન્હાય. પોતેo
પ૭૪ (રાગ : તિલંગ) વ્હાલા ! મારા હૈયામાં રહેજે, ભલું ત્યાં તું ટોક્તો રહેજે. ધ્રુવ માયાનો છે કાદવ એવો, પગ તો ખેંચી જાય; હિંમત મારી કામ ના આવે, પકડજે તું બાય. વ્હાલા મર્કટ જેવું મન અમારું, જ્યાં ત્યાં કૂદકા ખાય; મોહ-મદિરા ઉપર પીધો, ને પાપે પ્રવૃત્ત થાય, વ્હાલા દેવું પતાવવા આવ્યા જગમાં, દેવું વધતું જાય; છૂટવાનો એક આરો હવે તો, તું છોડે છુટાય. વ્હાલા ‘પુનિત’નું આ દર્દ હવે તો, મુખે કહ્યું નવ જાય; સોપ્યું મેં તો તારાં ચરણમાં, થાવાનું તે થાય. વ્હાલા
મનની વ્યાધિ કુવાસના, સદગુરુ વૈદ સમાન; ગુરુ વચન બળ વિમળથી, રોગ ન રહે નિદાન.
જીભ ન ચલાવો ક્રોધથી, ભલી તેથી તરવાર; | મધુર વચનમાં હિત વસે, વદો કરી વિચાર. ઉ૫૧૦
પુનિત મહારાજ
ભજ રે મના
зЧо