SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૯ (રાગ : ભૈરવી) હરિના ગુણલા ગાતી જા તું, હે રસના ! હે રસના !! પાવન જગમાં થાતી જા તું, હે રસના ! હે રસના !! ધ્રુવ ખોટી ખરચે જો તું વાણી, થઈ જાવાનું અંતે પાણી; દયા કરીને થઈ જ શાણી, હે રસના ! હે રસના ! હરિનાંo બહુ લવારો આયુષ્ય કાપે, જિંદગીને ઓછી કરી નાખે; જોડાઈ જા તું હરિના જાપે, હે રસના ! હે રસના ! હરિનાંo લીલામૃતનું પાન કરી લે, સાર્થક તારૂં નામ કરી લે; નહિ તો વાણી બંધ કરી દે, હે રસના ! હે રસના ! હરિનાંo ‘પુનિત’ હું - તું બંને સાથે, જાગૃત રહેજે વાતે વાતે; નાખું છું હું તારે માથે, હે રસના ! હે રસના ! હરિનાંo તું મારા મનનો મહારાજા, હૈયે વાગે તારાં વાજાં; આંખલડીનો તારો. પ્રભુત્વ જેમ નચાવે તેમ હું નાચું, તારે રંગે કાયમ રાચું; ભવભવનો સથવારો. પ્રભુo નિશદિન રહે છે લગની તારી, પરવા છોડી જગની સારી; તું છે રક્ષણહારો. પ્રભુત્વ ‘પુનિત’ કર તું પાવનકારી, રામભક્ત ગાયે બલિહારી; વિશ્વ સક્લનો યારો. પ્રભુત્વ પ૮૦ (રાગ : બાગેશ્રી) હું દીન માનવ સાધનહીન છું, આવ્યો છું તવ ચરણે; અધમ તણા ઉદ્ધારક ગુરુજી, રાખી લ્યોને શરણે. ધ્રુવ ના જાણું છું રીતિ નીતિ, વિવેક પણ ના જાણું; બે હાથે મસ્તક ઝુકાવું, એટલું તો હું જાણું. હુંo સ્તુતિ કરૂ છું મૂક બનીને, આંસુડાં સમજાવે; વેદ ધ્વનિ નીકળ્યો રડવામાં , સ્વીકારી લ્યો એ ભાવે. હુંo અંતર વ્યાપી બહુ વ્યાકુળતા, તાલાવેલી તનમાં, ‘પુનિત' મૂર્તિ સદ્ગુરુજીની, ઝંખુ નિશદીન મનમાં. હુંo પ૮૨ (રાગ : બાગેશ્રી) હૈયા સુના માનવીઓનો, કેમ ભરોસો રાખું? એક ભરોસો ભૂધર તારો, યાચું તો તુજ પાસે યાચું. ધ્રુવ માનવીઓને હાથ જ બે છે, બે હાથે શું દેશે? હાથ હજારો વા'લા તુજને, ન્યાલ કરી તું દેશે. હૈયા મૃગજળ જેવી આશા જગની, શીદને ફાંફાં મારૂં? સુખ સરોવર તુજ ચરણોમાં, પ્રેમે ડૂબકી મારૂં, હૈયા. ડૂબવા દે ને નાથ હવે તો, ડૂબતાં ડૂબતાં મરશું; મરતાં પહેલાં ‘પુનિત’ પૂછે, ક્યારે દરશન કરશું? હૈયા પ૮૧ (રાગ : શિવરંજની) હું તારો તું મારો, પ્રભુ કદી ના થાતો ન્યારો; સાથ મળ્યો મને તારો. ધ્રુવ સતગુરુ દીન દયાલ હૈ, દયા કરો મોહિ આયા | કોટિ જનમ કા પંથ થા, પલ મેં પહુંચા જાય છે || ભજ રે મના ૩૫૪) મૈયા ભગવતીદાસ જાકે ઘટ સમક્તિ ઉપજત હૈ, સો તો કરત હંસકી રીત, ક્ષીર ગહત છાંડત જલકો સંગ, બાકે કુલકી યહૈં પ્રતીત; કોટિ ઉપાય કરો કોઈ ભેદ સોં, ક્ષીર ગહે જલ નેકુ ન પીત; તૈસે સમ્યકવંત ગહે ગુણ, ઘટ ઘટ મધ્ય એક નય નીત. વાર પાર કો ગમ નહીં, નમો નમો ગુરુદેવ ! જન ‘કબીર' કરેં વન્દના, વિવિધ વિવિધ કો સેવ || (૩૫૫ પુનિત મહારાજ
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy