________________
પ૬૧ (રાગ : દુર્ગા) ભજનનો રંગ આવે રે, માયા જો દૂર જાવે રે. ધ્રુવ સાચવવાની ટળે ઉપાધિ, હૈયે થાય નિરાંત; લક્ષ્ય સધાતું એક જ ધારૂં, આડીતડી નહિ વાત. માયા આવરણો સૌ હઠી જતાં ને, સ્થિરતા પામે મન; રોજ રોજ પછી આનંદ પ્રગટે, ખીલી ઊઠે વદન. માયા આંખે પ્રેમનાં આંસુ ટપકે, થાતો ગદ્ગદ્ કંઠ; વાણી જાણે ગળે ઊતરતી, આપે વાણીનો અંત. માયા પુનિત પ્રેમની પરાકાષ્ઠા, ત્યાં પ્રગટે આપોઆપ; માયાની દુનિયા ડૂબી જતી ને , ટળતા ત્રિવિધ તાપ. માયા
૫૬૩ (રાગ : લાવણી) ભૂલથી સંતોનો સંગાથ, અળ નથી જાતો રે; નફો એમાં નહિં છે ખાદ, અળ નથી જાતો રે. ધ્રુવ વચનામૃત તો કાને પડતાં, હૈયે જઈને એ તો ઠરતાં; અંતે લાગી જાતો સ્વાદ, અળ નથી જાતો રે. ભૂલથી વર્તન કેરી પડતી છાપ, ઊઘડે અંતર આપોઆપ; સમજાઈ જાતું દહાડો-રાત, અફળ નથી જાતો રે. ભૂલથી મુખડું જોવાને જ્યાં મળતું, દુ:ખડું જન્મમરણનું ટળતું; થાતો મેળાપ અકસ્માત, અળ નથી જાતો રે, ભૂલથી અજાણ્યું જો સંતો મળશે, “પુનિત’ કમાણી એ રળશે; સંતો કેરો વરદ હાથ, અફળ નથી જાતો રે. ભૂલથી
પ૬૨ (રાગ : ધોળ) ભલું તો થયું રે ભાઈઓ ! ભલું રે થયું, હરિ ! તણા ચીલે ચડિયા; ભલું રે થયું. ધ્રુવ ભૂલા કદાપિ પડશું, સંતોની સંગે શું; કરીશું હવે તો અમે સંતોનું કહ્યું. હરિ સંસારી સ્વારથિયાં છે, મીઠું મીઠું મોઢે કહે છે; અનુભવે જોયું, હૈયે ઝેર છે ભર્યું. હરિ૦ ખોટી ખોટી ઉપાધિમાં, હોમે સૌ બળતા ઘીમાં; છૂટ્યા પછી તો કાળજું ટાઢું રે થયું. હરિ ધીમે જો પગલાં દઈશું, પ્રભુ પાસે પહોંચી જઈશું ‘પુનિત' ને બાકી હવે એટલું રહ્યું. હરિ
પ૬૪ (રાગ : હરિગીત છંદ). ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહિ; અગણિત છે ઉપકાર એના, એ કદી વીસરશો નહિ. ધ્રુવ અસહ્ય વેઠી વેદના ત્યારે, દીઠું તમ મુખડું; એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છૂંદશો નહિ. ભૂલો કાઢી મુખેથી કોળિયો, મોંમાં દઈ મોટા કર્યા; અમૃત તણા દેનાર સામે, ઝેર ઉગળશો નહિ. ભૂલો ખૂબ લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા; એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહિ. ભૂલો લાખો કમાતા હો ભલે, પણ માબાપ જેના ના ઠર્યા; એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ. ભૂલો
કેવા સુણવામાં સગુણ, જોતાં નિરગુણ રૂપ; જીવ ચરાચર એક છે, જોતાં ભિન્ન સ્વરૂપ. |
રામ તણી ઓળખ વિના, મટે ન મનની દોડ; | વૃથા જનમ હારી ગયો, ધરી અવરમાં કોડ. | ઉ૪૫
પુનિત મહારાજ
ભજ રે મના