________________
સંતાનથી સેવા ચહો તો, સંતાન છો, સેવા કરો; ‘જેવું કરો તેવું ભરો', એ ભાવના ભૂલશો નહિ. ભૂલો ભીને સૂઈ પોતે અને , સૂકે સુવાડયા આપને; એની અમીમય આંખડી, ભૂલ્યથી ભીંજવશો નહિ. ભૂલો પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર; એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ. ભૂલો ધન ખર્ચતાં મળશે બધું, પણ માતપિતા મળશે નહિ; એનાં ‘પુનીત’ ચરણો તણી , ચાહના કદી ભૂલશો નહિ. ભૂલો
પ૬૬ (રાગ : સોરઠ ચલતી) મનડું ક્યાં ફ્રે રે ! એનું મહુરત નહિ જોવાતું. ધ્રુવ સંગનો રંગ લાગે અંતરમાં, પ્રસરે અંગે અંગે; જીવનપ્રવાહને પલટી નાખે, નહિ બનવાનું થાતું. મનડુંo મનરૂપી આ મોકલડું ને પીવે મોહમદિરા; મૂળ મિયા ને ભાંગ જ પીધી, મારવા માંડે લાતું. મનડુંo પાત્ર હતું એ અમૃત ભરેલું, પડિયો ઝેરનો છાંટો; કાંટો ઊગ્યો મમતા કેરો, હાથેથી બંધાતું. મનડુંo એક છેડેથી બીજે છેડે જીવને ફેંકી દેશે; પુનિત' અંતે ક્યાં લઈ જાશે ! નક્કી નહિ કહેવાતું. મનડુંo
પ૬૫ (રાગ : ગઝલ) મળ્યો છે દેહ માનવનો, જગતમાં ધૂપસળી થાજો; સુગંધી અન્યને દેવા તમે જાતે બળી જાજો. ધ્રુવ તમારૂં થાય તે થાયે, ન કરજો દેહની પરવી; તમારી દેહની ઘંટીથી, બીજાનાં દુ:ખ દળી જાજે. મળ્યો તમારી જ્યોત બુઝાવા, ઘણા મેદાનમાં પડશે; તમારી ટેક સાચવવા, બીજા કહે તે ગળી જાજો, મળ્યો પ્રલોભનો આવશે સામાં, તમોને પાડવા માટે; તજીને રાહ પડતીનો, વિજય પંથે વળી જાજો, મળ્યો ‘પુનિત’ પ્યારો તમારો છે, પછી પરવા કહો કોની; જગતમાં ‘રામભક્ત ” થઈ, જગે સાચું રળી જાજો, મળ્યો
પ૬૭ (રાગ : સોરઠ ચલતી) માન અને મર્યાદા મૂકી, દોડે શ્રી ભગવાન પોતે; સર્વેશ્વર તો જાતો ઝૂકી, ભલે છે નિજભાન પોતે. ધ્રુવ પ્રેમી બોલે ગાંડુ-ઘેલું, ધ્યાન જ આપે ત્યાં તો પહેલું; ધરતો સુણવા કાન-પોતે, દોડે શ્રી ભગવાન, માનવ પ્રેમીના હૈયાની ભરતી, ઈશ્વરચરણે જઈને અડતી; કરતો. એનું પાન-પોતે દોડે શ્રી ભગવાન. માનવ પુનિત’ પ્રેમી જે કંઈ કરતો, પ્રભુજી એને પૂજા ગણતો; પાથર તો નિજ પ્રાણ-પોતે દોડે છે ભગવાન. માનવ
કોઈ રામ રટે કોઈ કૃષ્ણ કહે, કોઈ શંકર શિવ મનાવત હૈ, કોઈ ઈશુ કહે અલ્લાહ કહે, કોઈ બ્રહ્મકો નાદ જગાવત હૈ; કોઈ જૈન પ્રભુકો નામ લીયે, કોઈ સૂર્યકો દેવ મનાવત હૈ, શંકર સર્વે નામ જુદા સબ, અંતમેં એક દરસાવત હૈ.
ભટકી અટક્યો ભવ વિષે, નહીં હોત શુભ સાન;
તેથી ગુરુ ઉપદેશ વિણ, ભૂલી ભમે નિદાન. ભજ રે મના
૩૪૬
ઘર ત્યાગ કે બનમેં ખાસ કીયો, મન વાસના યોગ કિડ્યો હીં નહીં, પંચ કેશ બઢાય કે ધૂણી તપે, સતભોગ હરીકો દિયો હી નહીં; સત સંગકો રંગ ગુમાય દિયો, સતબોધ ગુરુકો લિયો હી નહી, કહે ‘દાસ સત્તાર' સમજ રે મના, તુને પ્રેમ પિયાલો પિયો હી નહી..
ફરે જેમ વણઝારનો, પોઠી દેશો દેશ; / ખાંડ વહીં ખડ ખાય તે, વિના ગુરુ ઉપદેશ. (૩૪૭ )
પુનિત મહારાજ