________________
પપ૭ (રાગ : આશાવરી) પ્રેમના પંથ જ ન્યારા, ઝંખે પ્રાણ-પિયારા. ધ્રુવ ભગવરૂપે તન્મય થાતાં, મીઠું મીઠું મનમાં ગાતાં; આંખે અશ્રુધારા, ઝંખે પ્રાણ-પિયારા. પ્રેમનાવે પ્રેમનાં ભોજન, પ્રેમનાં પાણી , પ્રેમ જ વર્તનપ્રેમ જ વાણી; પ્રેમી મહીં ડૂબનારા, ઝંખે પ્રાણ-પિયારા. પ્રેમના જીવનબુટ્ટી પ્રેમ બની છે, પ્રેમી કાજે દેહ ધરી છે; પ્રેમી વિણ મરનારા, ઝંખે પ્રાણ પિયારા. પ્રેમના ‘પુનિત' એ જીવન છે એવાં, જગ સાથે નહિ લેવા-દેવા; મસ્ત બની ક્રનારા, ઝંખે પ્રાણ પિયારા. પ્રેમના
પપ૯ (રાગ : લાવણી) ભક્તિના પ્રકારો જગમાં નવ છે, પગલે પગલે પગથિયાં ચડાય જો; પહેલું પગથિયું શ્રવણથી શરૂ થતું, કાન-ક્ટોરે અમૃતને પીવાય જો. ધ્રુવ. બીજું પગથિયું કીર્તન કરવું પ્રેમથી, હરિના ગુણલાં મુખ થકી ગવાય જો; ત્રીજું પગથિયું માળા લઈને બેસવું, નામ જપેથ હરિસ્મરણ કરાય છે. ભક્તિ ચોથે જાતા હરિચરણ સેવા થતી, ચરણામૃતનું પાન મુખે થઈ જાય જો; પાંચ પગથિયે અર્ચન-પ્રભુનાં અંગનાં, એકાગ્રતા અનુભવે સમજાય જો. ભક્તિo છદ્દે ચરણે લાંબા થઈ પડી જવું, પ્રણામ કરતાં અહંતા વહી જાય જો; સાતમે જાતા દીનતા આવે દિલમાં , દાસત્વને સુખેથી સ્વીકારાય છે. ભક્તિo આઠમે આવે મિત્રતાની ભાવના , દિલની વાતો દિલ ખોલી કહેવાય જો; નવમે અર્પણ થવું સર્વભાવથી, ‘પુનિત' કોઈયે ભેદ નહિં રહી જાય જો. ભક્તિo
૫૫૮ (રાગ : ખમાજ) બુદ્ધિને ભરમાવી નાખી રે, પ્રભુની લીલા; કંઈ કંઈ એ દેખાડે આંખે રે, પ્રભુની લીલા. ધ્રુવ અવનવું ઉપજાવે, કારી કોઈની નહિ ફાવે; ડાહ્યાને ગાંડા બનાવે રે, પ્રભુની લીલા. બુદ્ધિ આકાશપાતાળ એક કરે, જાણે પૃથ્વી ખૂબ ; શક્યને અશક્ય કરે રે પ્રભુની લીલા. બુદ્ધિ પલટે રંગને ઘડી ઘડી, બંધ બેસે નહિ ડી; અજબ વરસાવે ઝડી રે, પ્રભુની લીલા, બુદ્ધિ ‘પુનિત’ અળાવે એવા, બનાવે બહાવરા જેવા; મારે છે લમણામાં નેવાં રે, પ્રભુની લીલા, બુદ્ધિ
પ૬૦ (રાગ : ભીમપલાસ) ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું;
રહે ચરણ કમળમાં ધ્યાન, પ્રભુ એવું માનું છું. ધ્રુવ તારું મુખડું પ્રભુજી હું જોયા કરું, રાત દહાડો ભજન તારાં બોલ્યાં કરું;
રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુ એવું માગું છું. ભક્તિo મારી આશા નિરાશા કરજે નહિ, મારા અવગુણ હૈયામાં ધરજે નહિં;
શ્વાસે શ્વાસે રહે તારું નામ, પ્રભુ એવું માગું છું. ભક્તિ મારા પાપને તાપ સમાવી દેજે, તારા ભક્તોને શરણમાં રાખી લે જે;
આવી દેજે દરશન દાન, પ્રભુ એવું માનું છું. ભક્તિ શગૂઠુ ન મિત્ર કોઉ, જાકે સબ હૈ સમાન, દેહકો મમત્વ છાંડિ આતમાંહી રામ હૈ,
ઔર હૂઉપાધિ જાકે, કબહું ન દેખિયત, સુખર્કે સમુદ્રમેં ર-હત આઠો જામ હૈ; રિદ્ધિ અરૂ સિદ્ધિ જાકે, હાથ જોરિ આગે ખરી, સુંદર કહત તાકે સબહી ગુલામ હૈ, અધિક પ્રશંસા હમ, કૈસે કરિ કહિ સકૈ ? ઐસે ગુરૂદેવકું હમારે જુ અનામ હૈં.
નામ સ્વરૂપ જે ઓળખે, પામે પદ તો સંત; જનમ મરણ નહીં તેહને શોભા અમળ અનંત. ઉ૪)
પુનિત મહારાજ
કરમ કરે તે ભોગવે નહીં અવર નિરધાર; જે દીધું તે પામશે, વાવ્યું તે લણનાર.
ઉ૪
ભજ રે મના