________________
પપ૩ (રાગ : દેશી ઢાળ) દિલમાં વિચારી જો જો રે, કોણ છે કોનું ? અંતર ઉતારી જો જો રે, કોણ છે કોનું? કોના માતા કોના પિતા ? કોના સુતને કોના ભ્રાતા ? સહુએ આવીને જોતા રે, કોણેo મા-બાપ કહે બેટો મારો , આકાશમાં જેવો તારો, ખરેખર એ ખરનારો રે. કોણo. પત્ની કહે મને વરીયો, એ તો મારો પ્રેમ દરિયો, દરિયો તો ખારો ભરીયો રે, કોણo બેની લ્હે વીરો મારો , અજોડ અમૂલ્ય હીરો, હીરો તો વિષનો ભરીયો રે, કોણ વીરો કહે બેની મારી, ગુલાબમાં જેવી વેણી, વેણી તો કાંટાથી ભરીયલ રે. કોણo માનો જેને સગા વ્હાલા, લોઢા જેવા મનવાળા , સમયે તો બને ભાલા રે. કોણo ‘પુનીત' લ્યો હાથે માળા, મુકી ધો સહુ ચેનચાળા, સાચા સંગા બંસીવાળા રે, કોણo
૫૫૫ (રાગ : ખમાજ) પ્રભુની આજ્ઞાની જેવી રે, ગુરુની આજ્ઞા; માથા પર ચઢાવી લેવી રે, ગુરુની આજ્ઞા. ધ્રુવ ગુરુની આજ્ઞા ઉથાપે, શંકાને જો સ્થાન આપે; હૃદયગ્રંથી નહિં કાપે રે, ગુરુની આજ્ઞા. પ્રભુની ત્રિશંકુના જેવી સ્થિતિ, લટકવાની રહે છે ભીતિ; અનુભવની છે પ્રતીતિ રે, ગુરુની આજ્ઞા. પ્રભુની લોક ને પરલોક સાથે, ચડી જાતા બેઉ હાથે; સુખી કરતી સહુ વાતે રે, ગુરૂની આજ્ઞા, પ્રભુની ‘પુનિત' નહિ પ્રાણ-પરવા, ગુરુ-આજ્ઞા માન્ય કરવી; નાવલડી સાચી છે તરવા રે, ગુરુની આજ્ઞા, પ્રભુની
પપ૪ (રાગ : જૈ જૈવંતી) પરમ કૃપાળુ દીન દયાળુ, જીવનના આધાર પ્રભુજી; સચરાચર જગદીશ્વર ઈશ્વર, ઘટઘટમાં વસનાર પ્રભુજી . ધ્રુવ ઊર્મિઓ શુભ જાગે મારી, ભ્રમણાઓ સહુ ભાંગે મારી; માયાનું આ ઝેર ઉતારો, અમૃતના સિંચનાર પ્રભુજી. પરમ અંધારું અંતર ઓરડીએ, પલ પલમાંહીં પાપે પડીએ; ભક્તિની જ્યોતિ પ્રગટાવો, પ્રકાશના કરનાર પ્રભુજી. પરમ૦ જોગીશ્વર નવ જાણે ભેદો, ગુણલા ગાતાં થાર્ક વેદો; પામર ક્યાંથી જાણે ‘પુનિત', ગુણગણના ભંડાર પ્રભુજી. પરમ
પપ૬ (રાગ : દેશ) પ્રીતમની પ્રીત જાણે પ્રીતમના પ્રેમીઓ, અબોલા બોલ કેરી વાત રે, પ્રેમીની ભાષામાં ફેર છે. ધ્રુવ નહિ કક્કો કે નહિ બારાખડી, નહિં વ્યંજન-સ્વર સાથ રે;
પ્રેમીની ભાષામાં ફેર છે. અબોલા ક્રિયા થતી પણ ક્ત સમજાય ના, કર્મનો થઈ જાતો નાશ રે;
પ્રેમીની ભાષામાં છે. અબોલા પૂર્ણ-અપૂર્ણ કે અલ્પ-વિરામ ના, આશ્ચર્ય-પ્રશ્નો અપાર રે;
પ્રેમીની ભાષામાં ફે છે. અબોલા પ્રેમીની ભાષામાં સંધિ જરૂરની, ‘પુનિત' પ્રભુનો મિલાપ રે,
પ્રેમીની ભાષામાં જ છે. અબોલાવે
ભક્તિના જંગમાં સંતોના સંગમાં , ભક્તોને ભાવ જ્યારે જાગે રે જાગે, અંતર ઉમંગમાં રોમ રોમ અંગમાં, શાંતિનો શૂર જ્યારે વાગે રે વાગે; જ્ઞાન કેરી ગંગામાં રંગીના રંગમાં, માયા ને મોહ કોઈ ત્યાગે રે ત્યાગે, પુનિત પ્રસંગમાં રાચી તરંગમાં, રામભક્ત’ ભાન ભૂલી ભાગે રે ભાગે.
સરવર સાગર કુપનું, જળ જોતાં છે એક પ્રભુ પણ પોતે એક છે, ઉપાધિથી અનેક.
૩૪
નાના ગુણથી મુક્ત જીવ, પ્રગટ સમય પર થાય; સમજે જે ગુરુ જ્ઞાનથી, વણ સમજે ભરમાય. (૩૪૧)
પુનિત મહારાજ
ભજ રે મના