________________
૫૪૯ (રાગ : ચલતી)
કોડીની કિંમત ‘ભગત' જ્યાં ગણાય છે. ધ્રુવ ખોટા રૂપિયા જેવી દશા એની તો થઈ જાય છે;
ચારે બાજુથી એને ધક્કા તો દેવાય છે. કોડીની તણખલાની તોલે એનું માપ તો કઢાય છે; *બુદ્ધિ વિનાનું પ્રાણી' જગમાં મનાય છે. કોડીની
હાડકાં હરામ જેનાં, ભક્તિ-ડોળ ઘલાય છે;
મહ્ત્વનું ચંદન ને માલ-પાણી ખાય છે. કોડીની * ઘર વંઠે ત્યાં ભગત પેસે’ કહેવતો કહેવાય છે; ‘પુનિત' દુનિયાને મોઢે તાળું ના દેવાય છે. કોડીની
૫૫૦ (રાગ : ધોળ)
જનમો જનમ ચરણોની ભક્તિ માંગીએ; વ્હાલા તું તો દુનિયાનો દાતાર જો. ધ્રુવ કલ્પવૃક્ષ સમ મીઠી તારી છાંયડી; જેવું માંગે તેવું તું દેનાર જો. જનમો૦
ભજ રે મના
દર્પણ સમ દીસે છે મૂરતિ તાહરી;
ભાવ પ્રમાણે દર્શનનો દેનાર જો. જનમો
કર્મના યોગે જે કોઈ યોનિ સાંપડે; ‘પુનિત' રાખે ત્યાં પણ ચરણે પ્યાર જો. જનમો૦
જાગ કર્યો પુન્ય ભાગ કર્યો, સબ ત્યાગ કર્યો કહું રાગ ધર્યો હૈ, ન્યાસ કર્યો ઉપવાસ કર્યો, વનવાસ કર્યો તહાં પ્યાસ મર્યો હૈ; જાપ કર્યો સુર થાપ કર્યો, સુ વિલાપ કર્યો તન તાપ પર્યો હૈ, બ્રહ્મમુનિ ઘનશ્યામકો આશ્રય, જો ન કર્યો તો કછુ ન કર્યો હૈ.
જલ ઉપજે નભ ભૂમિમાં પ્રગટે વળી પાતાળ; નહી જન્મ નહીં મરણ પણ, સમજે સુમતિ રસાળ.
336
૫૫૧ (રાગ : ભીમપલાસ)
જેને હૈયે હરિનો વાસ, દુખડાં ના'વે એની પાસ. ધ્રુવ
દુઃખ તણો સ્વપ્તામાં એને ના થાતો આભાસ; ઉત્સાહ ઝળકે મુખડા ઉપર, મલકે મીઠું હાસ્ય. જેને૦ અણનમ રહે છે ઊંચે મસ્તક, કર્દી ન નાસીપાસ;
આપે નહિ નમતું દુનિયાને, એક હરિનો દાસ. જેને મૃત્યુને મુઠ્ઠીમાં રાખે, એવો છે વિશ્વાસ; મોતીનો ચરનારો હંસો, કર્દી ન ખાયે ઘાસ. જેને
લક્ષ્ય એક છે હરિચરણનું, ના જુએ ચોપાસ; ‘પુનિત' જીવન એવું એનું, ફેલાવે સુવાસ, જેને૦
૫૫૨ (રાગ : કાફી)
ટાળે મનની બધી ભ્રાંતિ રે ગુરૂની કૃપા; આપે જીવને સાચી શાંતિ રે ગુરૂની કૃપા. ધ્રુવ
રજ તમ બે ગળી જાશે, સત્ત્વ ગુણનો ઉદય થાશે; પહોંચાડી દે પ્રભુ પાસે રે ગુરૂની કૃપા. ટાળે
અહંકારની જાળ તોડે, મમતાની ગાંઠ છોડે; ચિત્ત હરિચરણે જોડે રે ગુરૂની કૃપા. ટાળે પંથમાં જો પડે આગે, કૃપા તણી મહોર લાગે; કિંમત વધારી નાખે રે ગુરૂની કૃપા. ટાળે
સદ્ગુરૂ મંત્ર આપે, ‘પુનિત' પોતાનો સ્થાપે ; બંધન કાપે રે ગુરૂની કૃપા. ટાળે
ભવના
સંગ દોષથી જળ જાવો મધુ, મદિરા મકરંદ; ગુરુ ગમથી પેખે પ્રગટ, પૂરણ પરમાનંદ.
૩૩૯
પુનિત મહારાજ