________________
પ૨૩ (રાગ : રામકી) અંતરયામીનું નથી અજાણ્યું, મન માને તેમ મહાલો. ધ્રુવ પુચ-પાપના બે મારગ છે, મન માને તે ઝાલો; કર્યા કરમ ભોગવવાં પડશે, જોઈ-વિચારીને ચાલો ! મન, હરિને ઘેર તો હિસાબ ઠીક છે, કોણ વેરી, કોણ વ્હાલો ! વણસમયે વેપાર કરો છો, ફેરો પડશે ઠાલો. મન નૂરત - સૂરત બે એક ઘર લાવી, ગગનમંડળમાં મ્હાલો; પ્રીતમ ’નો સ્વામી પ્રેમે રીઝે, નટવર નંદનો લાલો. મન
પ૨૪ (રાગ : ચલતી) કૈંક યુગ વીત્યા રે ભૂતળમાં ભટકતાં રે જી, હવે ગુરુ દયા કરો તો દુ:ખે જાય; (૨) અનેક વેળાએ રે, અવનિમાં અવતર્યો રે જી , પશુ પંખી કીટ પતંગની માંય. (૨) ધ્રુવ મેઘનાં બિંદુની રે, કોઈક સંખ્યા કરે રે જી, ધરતીની રેણું કદિક ગણાય; (૨) નવ ખંડ તણા રે, તરુવર લેખવે રે જી, મારા કાંઈ જનમ ગણ્યા નવ જાય. (૨) કૈક સાંત સિંધુ જેટલું રે, પય મેં પીધું હશે રે જી, માતા કેરા પયોધરનાં રે પાન; (૨) જળચર થરજળ રે, ખેચર થઈ ર્યો રે જી , ક્ષણ એક ઠરી નવ બેઠો રે ઠામ. (૨) કૈકo ચાર ખાણમાંહે રે જઈ જઈ અવતર્યો રે ; હવે પામ્યો મોંઘો મનુષ્યનો દેહ; (૨) ભમતાં ને ભમતાં રે સદ્ગુરુ ભેટિયા રે જી , પ્રીતમ ’ને ઉપજાવ્યો નાથ નેહ. (૨) કૈક
પર૫ (રાગ : ધોળ) છે બ્રહ્માનંદ ભરપૂર, બ્રહ્મને ભાવે રે; સચ્ચિદાનંદ સુખમૂળ, તે ફાવે બિરદાવે રે. ધ્રુવ અણુ થકી તે આજ સુધી, વ્યાપક વિશ્વાધાર રે;
જ્યાં જોઈએ ત્યાં તેવો થઈને , બોલે બોલણહાર રે. બ્રહ્મને૦ જલ તરંગ નહિ જાજવી રહે, રે જેમ હાટકમાં હાર રે; તેમ તેમાં હરિ ને હરિમાં તું, એમ નિગમ કહે નિરધાર. બ્રહ્મને નખશિખ સુધી હેમની પૂતળી, હેમ તણા શણગાર રે; બાહેર ભીતર હેમ બિરાજે, હમ તણો વિસ્તાર રે, બ્રહ્મનેo નિ:શંક થઈને નાખી દેજે, માથેથી સહુ ભાર રે; કર્તા હત આપ પોતે છો, અખિલ બ્રહ્માંડના આધાર રે, બ્રહ્મનેo શુદ્ધ વિચાર કરી થાયે સુખિયો, દુ:ખનાં બાળી બીજ રે; કહે “પ્રીતમ’ પ્રભુ માંહી સમજે, જેમ વાદળમાં વીજ રે. બ્રહ્મને
પ૨૬ (રાગ : કામોદ) જોઈ વિચારી હું વરી છું, હવે ડગે નહિ મન જો; શામળિયાજી સર્વસ્વ સોંપ્યું, તમને તન-મન-ધન છે. ધ્રુવ ત્રિભુવન-વ્યાપક તેજ તમારું, નેહ નિરંતર કીધો જો; અંતરનો અહમેવ તજીને, પ્રેમસુધારસ પીધો જો, જોઈo. રસનો ચટકો હૃદિયે લાગ્યો, તે ટાળ્યો કેમ ટળશે જે ? જે સરિતા ચાલી સાગરમાં, તે પાછી કેમ શે જો ? જોઈo એક પલક અળગો નવ મૂકું, હરિ હૈયાનો હાર જો; પ્રીતમ'નો સ્વામી શામળિયો, પ્રાણ તણો આધાર જો. જોઇ0
નહી શીંગ નહીં પૂછડું, નહીં કર પદ્મ નિશાના વચનથી વરતાય છે, અકુલીન કે કુળવાન
મન કૌઆ, તન બક સરિસ, બૈન મયુર સમાન || બનાદાસ ફિર કૌન વિધ, તુ ચાહે કલ્યાણ || ૩૨૩
કવિ પ્રીતમદાસ
ભજ રે મના