________________
પ૧૯ (રાગ : સારંગ) અજ્ઞાની જીવ , સંગ કરે પણ સાચો રંગ ચડે નહિ; એમ દમે શરીર, પ્રભુ મળવાનો મારગ તોય જડે નહિ. ધ્રુવ. જેમ પથ્થર પાણી નવ ફ્રશે, તેને ટાંકે તો અગ્નિ વરસે;
એવા શઠને બ્રહ્મ કેમ દરસે ? અજ્ઞાની શઠને સત્સંગ કેમ ગમશે ? ઉંધે ઘડે કેમ ઉદક ભરશે ?
શુદ્ધ પાત્ર વિના રસ કેમ ઠરશે ? અજ્ઞાની જે મેડક પંકજ પાસ રહે, પણ કમળતણ નવ બાસ લહે;
સુવાસ કમળની ભ્રમર ગહે. અજ્ઞાની તરૂ ચંદનથી ચંદન જેવા, અન્ય વાસ એરંડ રહ્યા એવા;
જેને કાંઈ નહિં લેવા દેવા. અજ્ઞાની તેં શાસ્ત્રનું શ્રવણ ઘણું કીધું, પણ અંતરમાં ન કશું લીધું,
હજી હૃદય કમળ ન થયું સીધું. અજ્ઞાની પ્રીતમ સમજણથી સુખ થાશે, ત્યારે જન્મમરણનાં દુ:ખ જાશે;
સાચું તે સમયે સમજાશે. અજ્ઞાની
પ૨૧ (રાગ : આનંદ ભૈરવ) આનંદકારી અખંડ વિહારી, આધ પુરુષ અવિનાશી જો; એક પલક અળગાં નવ રહીએ, અમે તમારી દાસી જ. ધ્રુવ મારું મન માન્યું તમ સાથે, કોઈ કહીને શું કરશે જો ! સિદ્ધ , સતી ને શૂરવીર નર, તે પાછા કેમ શે જો ? આનંદકારીઓ થાક્યાંના વિસામાં, પ્રભુજી ! નાઠાંના મેવાસી જો; શિવ, વિરંચિ સરખા સેવે, કમળા જેની દાસી જો. આનંદકારીઓ કામનીઓના કલ્પદ્રુમ છો, નિર્ધનનું ધન જાણું જો; શું કરશે સંસારી કહીને, તમ સંગાથે રાચું જ ? આનંદકારીઓ ત્રિવિધિ તાપે તપી રહ્યાં, તેને ઠરવાનું ઠેકાણું જો; પ્રીતમ'ના સ્વામીના ચરણો, અહોનિશ. હું યાચું જ. આનંદકારીઓ
પ૨૦ (રાગ : યમન કલ્યાણ) આનંદ મંગળ કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. ધ્રુવ પ્રેમથી મન મંદિરે પધારો, સુંદર સુખડા લેવા; રત્ન કુંભવત્ બહાર ભીતર, આનંદરૂપી એવા. આનંદo ત્રિભુવનતારણ ભક્ત-ઉદ્ધારણ , પ્રગટો દર્શન દેવા; સકળ તીરથ સંતોને ચરણે, ગંગા જમુના રેવા. આનંદo. સંત મળે તો મહાસુખ પામું, ગુરૂ મળે મીઠા મેવા; કહે “પ્રીતમ ” ઓળખો એંધાણે, હરિના જન હરિ જેવા. આનંદo
નફા વસ્તુમેં નહીં, નફા ભાવમેં હોય.
ભાવ બિહુણા પરસરામ, બૈઠા પંજી ખોયા ભજ રે મના
૩૨૦
પ૨૨ (રાગ : ખમાજ) આંખો આગળ રે રહો ને ! અમને નિત્ય નિત્ય દર્શન ધો ને ! ધ્રુવ લોચન લાલચ રે લગાડી, વેરણ પલક પડે છે આડી; પલક ક્લપ સમ રે થાયે, અધ ક્ષણ અળગું નવ રહેવાયે. આંખો નયણાં રોકે રે રસમાં, જિવા ઝીલે તમારા જશમાં; શ્રવણે સોહાય નહિ રે બીજું, શબ્દ તમારા સાંભળી રીઝે. આંખો મનના મનોરથ રે એવા, કરીએ સદા તમારી સેવા; મનડું મળવા રે હીએ, તન ધન સર્વે તમારું દીસે. આંખો, રૂપ તમારું રે રસિયું ! મારા હૃદયકમળમાં વસિયું; પ્રભુ “પ્રીતમ'ના રે પામી, અંતર વસિયા અંતરજામી. આંખો,
કહાં ગગનકા ફેર હૈ, કહાં ધરતી કા તોલ | કહાં સાધુ કી જાત હૈ, કહાં પારસ કા મોલ ૩ર૧)
કવિ પ્રીતમદાસ