________________
પ૨૭ (રાગ : પીલુ) તારા તનમાં તપાસ, ત્રિવેણી આદિ સૌ તીરથ તુજમાં વસે; માંહીં મજ્જન કરો, કોટિ જનમનાં કિલ્બિષ સઘળાં જશે. ધ્રુવ આ કાયા તે કાશી જાણો, શુદ્ધ પ્રેમ તે પ્રયાગ પરમાણો ;
હરિહરનું રૂપ રૂદિયે આણો. તારા ગુરૂજ્ઞાન ભક્તિ - ગંગા કહીએ, શુભ કરમ સૂરજ સૂરતા લહીએ;
સરસ્વતી વૈરાગ્ય વિશે રહીંએ. તારા ત્યાં વિશ્વનાથ ચૈતન્ય રાજે, ગેબી ઘંટ તે અનહદ વાજે;
- ધૂન અર્ણવ પર્ણવ પર ગાજે. તારા જે જન એ તીરથને સેવે, તે સૌ તીરથનું ળ સેવે;
કહે ‘પ્રીતમ’ પ્રભુમાં ચિત્ત દેવે ! તારા,
પ૨૯ (રાગ : ધોળ) તું તો રામ રટણ કર રંગમાં, હવે રાખ હરિ સાથે રૂડા હેત,
અવસર આ 'વો નહિ મળે, ધ્રુવ વિષયાભુતે તે તુજને ભાવિયો, ક્ષણે એક બેઠો, નહિ ઠરી ઠામ. અવસર ખોટા ખેલમાં શું રે ખુંચી રહ્યો ! ઉઠ આળસ મે'લ અચેત. અવસર પ્રાણી પરપંચમાં શું રાંચી રહ્યો ! માની સ્વપ્ન તણું સુખસાર, અવસર કાળ ખાશે જે કે'શે કહ્યું નહિ, નથી માનતો ગાદ્ય ગમાર. અવસર અંતે રંગ પતંગ જાશે ઉતરી, કાચી કાયા નહિ આવે કશે કામ. અવસર તું તો સ્મરણ કરજે શુદ્ધ ભાવશું, ટાળિ તન મન કેરા વિકાર. અવસર ભજો “પ્રીતમ’ બ્રહ્મ સ્વરૂપને, જેનો મહિમા છે અગમ અપાર. અવસર
પ૨૮ (રાગ : તિલંગ) તું તો નિંદા ન કરીશ કોઈની, પ્રેમ સુધારસ પીજે છે; આ સૃષ્ટિ શામળિયાજીની, કોઈ ને દુ:ખ ના દીજે જો. ધ્રુવ જીવે દુખાવે હરિ દુખાવે, એનો અર્થ છે એવો જો; અવગુણ કોઈ નો ઉર ના ધરીએ, ગુણ ગોતીને લેવો જો. તુંo માંદાને મિષ્ટાન્ન પચે નહિ, પાંચાખીલો થાય જો; ઓસડ ખાય ને ચરી ન પાળે, તેનો રોગ ન જાય જો. તુંo હક બોલો, હરિને સંભારો, દયા ઉરમાં ધારો જો; આશા, તૃષ્ણા, લોભ, ઈર્ષ્યા , દિલથી દૂર નિવારો જો. તુંo સમદ્રષ્ટિ સૌ ઉપર આણો, દુષ્ટ ભાવને ટાળો જો; પ્રીતમ સ્વામીની સાથે, એમનેમ નિત્ય પાળો જો. તું
પ૩૦ (રાગ : જૈજયંતી) ધન્ય આજ ઘડી (૨) સંત પધાર્યા, પ્રેમે પાવન કીધા; અતિ આનંદ અપાર (૨) દયા કરીને અમને દર્શન દીધા. ધ્રુવ હરિજન ને હરિ સરખા, હેલી ! મળીએ મન મરજાદા મેલી ! થાય અરસપરસ આનંદ હેલી રે, ધન્ય આજ ઘડી સંતશરણે ગયે સુખ થાય ઘણું, ડગલે પગલે ફળ યજ્ઞ તણું; એની સેવાનાં સુખ શાં રે ભણું ? ધન્ય આજ ઘડી સંત વૈકુંઠપતિને છે વ્હાલા, સંત બ્રહ્માનંદ-રસ પીનારા; એવા સંત નથી હરિથી ન્યારા, ધન્ય આજ ઘડી સંત ભેટયે ભવદુ:ખ સર્વ ટળે, પરમાર્થ-પૂર્ણ પરિબ્રહ્મ મળે; એને લક્ષયોરાસીનું દુખડું ટળે, ધન્ય આજ ઘડી કહે “પ્રીતમ’ પૂર્વનાં પુણ્ય ફળ્યાં, જેને આંગણે હરિજન આવી મળ્યો; એને ઉર આનંદના ઓઘ વળ્યા. ધન્ય આજ ઘડી
પલટુ મેં રોવન લગા, જરી જગત કી રીતિ. | જë દેખો તહેં કપટ હૈ, કા સે કીજૈ પ્રીતિ
કવિ પ્રીતમદાસ
તનસે સેવા કીજીએ, મનસે ભલા વિચાર
ધનસે ઈસ સંસારમેં, કરીએ પર ઉપકાર ભજ રે મના
૩૨૫