________________
પ૧૫ (રાગ : પ્રભાતી) વાતની વાતમાં આયુષ વઈ જાય છે, કેમ કરતો નથી સુકૃત કરથી; રાતદિન તરૂણીના રંગમાં સુઈ રહ્યો, ઘડી નવ નીકળ્યો બાર ઘરથી. ધ્રુવ તપ થકી પામિયો દેહ માનવ તણો, લાભ સસંગનો હૈ ન લીધો; દયા થકી દીનને અન્ન દીધાં નહિ, કપટથી ધનતણો સંગ્રહ કીધો. વાતની સ્થિર મન રાખી હરિ કથા નવ સાંભળી, વધો નહિ કદી તું સત્યવાણી ; જરા નવ જાણિયો જન્મ ઉદ્દેશને , પડી રહ્યો આળસુ મૂર્ખ પ્રાણી. વાતનીe ધર્મના કામમાં ધ્યાન દેતો નથી, સુજસ લેતો નથી કરીને સારૂં; અચાનક જમતણા દૂત ત્યાં આવશે, ત્યારે નહિ થાય ધારેલ તારૂં. વાતની ચેતરે ચેત આ વખત નવ ચૂકવો , મૂકવો ગરવનો ભાર મોટો; પીંગળશી' કહે સત ધર્મ પાળજે, ખચીત તું જાણજે દેહ ખોટો. વાતની
પ૧૭ (રાગ : કટારી) દેહરૂપી ડેરામાં રે, અંતર દીઠું અજવાળું; હરિ હુંકારો દે છે રે, કોનો જઈ કર ઝાલું ? ધ્રુવ મોટા તેતો મત ના તાણે, ગુરુતણી કરે સેવ, અખંડાનંદનું ધ્યાન ધરીને, જુએ પ્રત્યક્ષ દેવ; મમતા ન મુકે રે, ત્રિભુવન ત્યાં હાં ભાળું. દેહરૂપી આભરૂપી એ તો અનુભવ જાણે, કાંઈક જાણે શુકદેવ, કાંઈક જાણે સતી પારવતી, કહેનારા મહાદેવ; વસ્તુ જેણે જાણી રે, તેણે તો ભાળ્યું અજવાળું. દેહરૂપી આ વિશ્વ બાંધી વસ્તુ થકી, તેને જાણે વિરલા જન , ગુર થકી ગોવિંદને જાણે, વળી જુવે પોતાનું તન ; સાનમાં સમજાવે રે, જેમ ગગન મંડળ ચાલ્યું. દેહરૂપી અચેતનને ઉપદેશ ન લાગે, જેમ મહા મણિને મેલ, કુબુદ્ધિ લંક છે જેને હૃદયે, તેને શાનું હેલ ! દાસ ‘પ્રભો’ કહે છે રે, હું તો એક નામ ભાળું. દેહરૂપી
- પ્રભાશંકર ૫૧૮ (રાગ : તિલકકામોદ) જિનવાણી માતા દર્શન કી બલિહારિર્યો. પ્રથમ દેવ અરહા મનાઉ, ગણધરજી કો ધ્યાઉં; કુન્દકુન્દ આચાર્ય હમારે, તિનકો શીશ નવાઉં. જિનવાણી યોનિ લાખ ચૌરાસી માઁહીં, ઘોર મહાદુ:ખ પાયો; તેરી મહિમા સુનકર માતા ! શરણ તુમ્હારી આયો. જિનવાણી જાનૈ તાર્કો શરણ લીનો, અષ્ટ કર્મ ક્ષય કીનોં; જામન-મરણ મેટ કે માતા ! મોક્ષ મહાપદ દીનોં. જિનવાણo ઠાડે શ્રાવક અરજ કરત હૈ, હે જિનવાણી માતા ! દ્વાદશાંગ ચૌદહ પૂરવ કૌ, કર દો હમકો જ્ઞાતા. જિનવાણી
- પાર્થદાસ
૫૧૬ (રાગ : પરજ) વારજે મન વારજે, તારા વેગ મનના તું વારજે; મૂળથી અભિમાન ત્યાગી, મોહ મમતાને મારજે. ધ્રુવ પ્રભાતે રે ઊઠીને ભાઈ તું શ્રીહરિ સંભાળજે; દેહ શુદ્ધિ કરી દિલમાં, નામ મંત્ર ઉચ્ચારજે. વારજેo જેમાં ન કોઈ પાપ કરીએ, એવો ધંધો તું ધારજે; બોલીશ મા કદી જૂઠ જરીએ, સત્ય વચન સંભાળજે. વારજે સુજ્ઞ જનથી સ્નેહ કરજે, હઠીલાથી હારજે; દાન દેજે દુર્બળ દેખી, ઠામ જોઈ ચિત્ત ઠારજે. વારજે આશ કરીને કોઈ શરણે આવે, એને તું ઉંગારજે; કહે પીંગલ નામ જપજે, ‘આપ’ વંશ ઉજાળજે. વારજેo
કહેની મિશ્રિ ખાંડ હૈ, રહેણી તત્તા લોહ કહેની કહે રહેણી રહૈ, ઐસા વિરલા કોય |
૩૧૬
અસ્થિ ચર્મમય દેહ મમ, તામૈ જૈસી પ્રીતિ તૈસી જો શ્રી રામ મેં, હોત ન તૌ ભવભીતિ
૩૧૭)
ભજ રે મના
પિંગળશી