________________
પ૧૨ (રાગ : શિવરંજની) ચોરાઈ ગયું મન ઇશ્કમાં, પછી ચોરવાનું શું ? દોરાઈ ગયું મન હેમમાં, પછી દોરવાનું શું ? ધ્રુવ જે હતું તે જતું રહ્યું, પછી જવાનું શું ? ક્ષણવારમાં જે થઈ ગયું, પછી થવાનું શું ? ચોરાઈo રૂશ્વત લીધી જો હાથમાં, ન્યાય તોળવાનું શું ? હુકમ થયો હાર્કેમનો, પછી બોલવાનું શું ? ચોરાઈ લાગ્યું નહિં મન રામમાં, પગે લાગવાથી શું ? જાગ્યું નહિ મન જ્ઞાનમાં, નિશિ જાગવાથી શું ? ચોરાઈo પાળ્યું નહિં મુખ વેણતો, ધર્મ પાળવાથી શું ? બાળ્યું નહિં અભિમાન તો, મન બાળવાથી શું ? ચોરાઈ ન સૂઝયું આત્મશ્રેય તો, અન્ય સૂઝવાથી શું ? પીંગલ રહ્યું મન પાપમાં, પ્રભુ પૂજવાથી શું ? ચોરાઈ
આખી રાતના કરે ઉજાગરા, ગાંજા ફૂંકી ફૂંકી ગાય જી; ખોટા વિચારો ઉરમાં લાવી, માયામાં લપેટાઈ જાય.
હરિને ભજ્યથી શું થાય છે ? સાચું કહેતાં ખોટું લાગે, ઓલ્યા ભગતને ભાઈ જી; જાક-કપટને છોડી દે તો ! દેવ તરીકે પૂજાય.
હરિને ભજ્યથી શું થાય છે ? વ્હાલો મારો અંતર્યામી, કોઈથી નવ છેતરાય જી; કવિ* પિંગળ’ તો એમ જ હે છે, ઓલ્યા નર તો નરકે જાય.
હરિને ભજ્યથી શું થાય છે ?
પ૧૪ (રાગ : સોરઠ ચલતી) મનની તૃષ્ણા કદી ન તૂટે હોજી, લોભ સર્વને લૂંટે. ધ્રુવ જ્ઞાન વિનાના ગ્રંથ વાંચીને, ફોગટ આંખ્યું ફ્રે હોજી; રોશ મટે નહિં કઠણ હૃદયથી, જુવતી સંગે જૂટે. મનની પાપ વૃત્તિથી લાભ પામવા, કરી ઉધમ શિર કૂટે હોજી; સદ્ગુરૂ વચનામૃત રસ છોડી, ઘર ધંધે વિખ ઘૂંટે. મનની મૂઢ અજાણ ફરે મૃગવનમાં, કસ્તુરી છે રૅટે હોજી; એમ આપમાં નહિ ઓળખે, ખટપટમાં આયુષ ખૂટે. મનની પીંગળશી કહે ચેતો પ્રાણી , વૈભવ અંત વિખૂટે હોજી; બહુ દુ:ખદાયક માયા બંધન, સંત કૃપાથી છૂટે. મનની
પ૧૩ (રાગ : માંડ) ભયેથી શું થાય, જ્યાં લગી કૂટ - કપટ નવ જાય;
હરિને ભજ્યથી શું થાય છે ? નિત્ય સવારે વહેલા ઊઠીને, ટાઢે પાણીએ ન્હાય જી; સગા રે ભાઈનું સારું થાતા, દિલમાં લાગે વ્હાય.
હરિને ભજ્યથી શું થાય છે ? પુષ્પ, ચંદન, ચોખા લઈને, દેવમંદિરે જાય છે; ઠાકરના એ ચાકર થઈને, ચોરી ચોરીને ખાય.
હરિને ભજ્યથી શું થાય છે ?
ત્યાગી બન્યો અનુરાગી બન્યો, બડભાગી બન્યો અરિસેન હન્યો હૈ, સૂર બન્યો મગરૂર બન્યો, ધનપૂર બન્યો ચકચૂર સુન્યો હૈ; તાલી બન્યો અરુ ખ્યાલ બન્યો, સુખપાલી બન્યો બડભાલી ગવ્યો હૈ, બ્રહ્મમુનિ ઘનશ્યામકો સેવક, જો ન બન્યો તો કછુ ન બન્યો હૈ.
ઐસી દેની દેન, કિસ સિંથે હો સૈન જ્યાં જ્યોં કર ઊંચો કરો, હું હું નીચે નૈન |
૩૧૪)
દેનહાર કોઈ ઔર હૈ, ભેજત જો દિનરૈના લોક ધરમ હમ પર કરે, તાસો નીચે નૈન.
૩૧૫
ભજ રે મના
પિંગળશી