________________
પ૦૨ (રાગ : ગુણકી) રઢ લાગી છે રસિયાના રૂપની, બીજું કરવું તે કાંઈના સોહાય. ધ્રુવ રૂપવંતો વસી રહ્યો રૂદિયામાં, વહાલવંતો તે વર્ણવ્યો ન જાય; વિષ્ણુ વ્હાલપણે તે ના વીસરે, શિવે સરખાં તે ધ્યાનમાં ધાય. રઢ૦ મોટા મુનિ તણાં રે મન મોહી રહ્યાં, નરનારી તે નિશદિન હાય; નામ, રૂપ ને ગુણથી ન્યારું રહ્યું, એવું આયખું ના ઓળખાય. રઢવ સદગુરૂજી મળે તો સત સંભવે, બીજા કરવા ન મિથ્યા ઉપાય; અનુભવિયા તે અહોનિશ આદરે, નામ નીરખે તે સર્વત્ થાય. રઢવ પ્રેમવંતી પદારથ પામશે, જેને સદ્ગુરુની છે સદા સહાય; જન નિરાંત નીરખી નિજ નામને, પૂર્ણ પુયે તે એને પમાય. રઢવ
૫૦૪ (રાગ : દેશી ઢાળ) સખિ ! મને વહાલો રે, સુંદર શ્યામળો રે, શી કહું વહાલપણાની વાત? વિવેકરૂપી રે, વીસરતો નથી રે, ઘડીઘડી પલપલ દિન ને રાત. ધ્રુવ સાસ-ઉસાસે રે, સખી મુને સાંભરે રે, ભૂધર ઉપર ઘણો છે ભાવ; ગોવિંદ વિના રે કાંઈ ગમતું નથી રે, લઉં એની સુંદરતાનો લહાવ. સખી. મનડું માણે છે રે, એની મોહનિયે ચંચળ ચિત્તડું ચળે નાહિ; આંખ તો ઠરી છે રે એની ઉપરે રે, હેત હરિ હૃદયકમલની માંહી. સખી. પ્રભુજી પધારો રે, મંદિર માંહે રે, વહાલા કેમ વસી રહ્યા છો વાટ ? ‘નિરાંત’ના સ્વામી સમરથ શ્રીહરિ રે, વહાલે મારે પૂરી મનની આશ. સખી.
૫૦૩ (રાગ : બહાર) રામ-રટન ધૂની લાગી, ગગનમેં રામ-રતન ધૂન લાગી;
ઐસા કોઈ હૈ જો બૈરાગી. ધ્રુવ અનભે' આસન ઉપર બૈઠા, ઊલટ રહા રી સમાઈ; હાવભાવ નેત્રસે બેંતે ડાલેલા, બાહેર ન આવે જાઈ. ગગનમેં, સાધન સબ એક ઘટ સમાસા, આપ બિના નહીં દૂજા; આતમરામ ઠર્યા નહીં થાક્યા, સબ ઘટ સાહેબ સૂઝા . ગગનમેં નામ નિરંજન ગુરુ હિ લખાવે, સાહેબ સકળ પસારા; ઘટઘટ રૂપ રામકો સંતો, બોલતા સો ન્યારા. ગગનમેં, નહીં કછુ સંશય શબ્દ કૂંચીને, ઔર કહે સો અદીઠા; ‘નિરાંત' નામ નિરંતર ચીનો, બિન રસના રસ મીઠા. ગગનમેo
પ૦૫ (રાગ : દેશી ઢાળ) સામેરી સોહાગી રે, સુખી સદ્ગુરુ મળ્યા રે, મળતામાં મુજ પર કીધી મહેર. વચન પ્રકાશ્ય રે, કહ્યું કરુણા કરી રે, કહ્યા પછી પ્રીછી સરવે પેર. ધ્રુવ પ્રેમરસ પાયો રે, તૃષ્ણા ટળી ગઈ રે, આશા આન દેવની ના થાય; આપ ઓળખાવ્યું રે, ભૂલ ભાંગી ગઈ રે, સુખ ઉપજાવ્યું સમજણમાંય. સામેરી, તેણે સમે રે મન મારું સ્થિર થયું રે, આવરણ ઊડી ગયું આકાશ; નિરાળું નિરખાવ્યું રે નામ નારાયણનું રે, પલકમાં કીધો પોતાનો દાસ. સામેરી આશીર્વાદ દીધો રે દીનને દયા કરી રે, મૂક્યો કાંઈ મસ્તક ઉપર હાથ; નલિકા નીરખ્યાનો આવ્યો આનંદજી રે, દરશ્યામાંહ્ય વિશ્વેશ્વરનો નાથ, સામેરી મનવાંછિત રે ફળ મને મળ્યું રે, કરવો રહ્યો કાંઈ નહિ ઉપાય; પારસને પાયો રે પ્રભુજીના નામનો રે, નિરાંત નામે નિર્ભય થાય. સામેરી
જ્ઞાન ગરીબી ગુરુવચન, નરમ વચન નિર્દોષ ઈનકુ કભી ન છાંડિયે, શ્રદ્ધા શીલ સંતોષ
ઉ૦૦
કાંતો તલ આખા ભલા, કાં તો તેલ કઢાયા અધકચરા શા કામના, દોનુ માંથી જાય |
૩૦૯૦
ભજ રે મના
નિરાંત