________________
૪૯૮ (રાગ : માંડ)
પંથનો પાર ના આવે, ભજન વિના પંથનો પાર ના આવે. ધ્રુવ લખ ચોરાશીનો પંથ છે પૂરો, ચાર ખાણ ફરતો ફાવે; જન્મ-મરણની જાળમાં બંધાયો, તેને હરિ વિના કોણ છોડાવે ? ભજન અલ્પ આવરદા ને કાલને આધીન સહુ, દુઃખનો દેહ ધરાવે; કીટ, પતંગ ને શ્વાન, બિલાડાં ખર, અગણિત કોણ ગણાવે ? ભજન૦ ધરતી ને આભ વચ્ચે કોઈ ના મળે, બાપડાને કોણ છુડાવે ? દુઃખનો રે અંત કોઈ આણી શકે નહિ, મૃત્યુથી કોણ મુકાવે ? ભજન મનુષ્યદેહનો રે મહિમા છે મોટો, સર્વથી ઊંચ કહાવે; મનુષ્ય થયો ને હરિનામ નવ જાણું, અંધ અહિ મણિને ગુમાવે. ભજન૦
હરિના ભજન વિના છેક થયો હીણો, તેને શાણપદ કોઈ ના સરાવે; ‘નિરાંત' સદ્ગુરુ ના મળ્યા ને, તે નૂગરાને કોણ નિભાવે? ભજન૦
૪૯૯ (રાગ : દેશી ઢાળ)
મન તો વીંધાયું વહાલાજીની સાથે, મને વહાલો વિસાર્યા ના વીસરે. ધ્રુવ આઠે પહોર ઉલામણ મારા ઉરમાં, બીજી વહાલી ન લાગે વાત. મને૦ જેમ રત્ન જડ્યું રે હોય રંકને, તેમ સત્ય થયું છે સાક્ષાત્. મને૦ જેને કાજે દમે છે યતિ દેહને, તે તો આવ્યું છે મારે હાથ. મને વારે વારે જાઉં ગુરુજીને વારણે, જેણે નિરખાવ્યા નિજ નાથ. મને૦ તેને તોલે ન આવે ત્રણ લોકમાં, જેની વિશ્વ વિચિત્ર છે ભાત. મને ધન્ય ધન્ય દયા રે ગુરુદેવની, નામે નિરાંત નીરખો અજાત. મને૦
ભજ રે મના
બડે બડાઈ ના કરે, બડે ન બોલે બોલ હીરા મુખસે ના કહે, લાખ હમારા મોલ
309
૫૦૦ (રાગ : માંડ)
મિથ્યા ન મરશો ભટકી ભાઈ, મિથ્યા ન મરશો ભટકી; પૂરા ગુરુ વિના પાર ન પાવે, ખોજ ખબર નહીં ઘટકી. ધ્રુવ સાધન કરમ ધરમ બહુ ધોખો, ખોટી કલ્પના ખટકી; દેખાદેખી દો દસ ધાવે, લાલમેં રહી લટકી. મિથ્યા૦ ખલક ખેલની ખટપટ ખોટી, કર્મ કરે નહીં કટકી;
જૂઠી વાતે જનમ ગુમાવ્યો, જાત ન મૂકે વટકી. મિથ્યા જોગી જતિ ને તપસ્વી સંન્યાસી, હાર ન મૂકે હઠકી; અપના મતસે જ્યાં ત્યાં અટકે, ભજવી ખેલ ઊલટકી. મિથ્યા૦ જો કછુ ચાહે સો ઘટકી ભીતર, દૂર મતિ દો પટકી; ‘નિરાંત’ નામ નીરખો ગુરુદેવા, રહો અંતરમેં અટકી. મિથ્યા
૫૦૧ (રાગ : પ્રભાતી)
ભક્તવત્સલ સદા, દેવના દેવ છો, તાહરા નામનો પ્રેમ રાચે; જીવન તું જગતમાં, બીજું જાણું નહિ, નામ સમોવડ નાથ જાચે. ધ્રુવ પ્રત્યક્ષ પરચો લહ્યો, સંશય સઘળો ગયો, ભ્રાંતિ ભાંગી ગુરુ ભેદ પામી; દુર્મતિ પરહરી પાસે નિરખ્યા હરિ, કર્મની વેદના દૂર વામી. ભક્ત૦ નિર્ગુણ ભાસતાં, સગુણ ભાસ્યું બધું, અન્યોઅન્ય તમો એક દીસો; તમો વિના પ્રભુ ! ઠામ ઠાલો નહિ, વિજોગ ટળ્યો પળ્યો મન હિ સો. ભક્ત મહાદુ:ખ ભય થકી સંસાર ચેહ થકી, નાસીને સમરથ શરણે આવો; આરો ઊગરવાનો અવર દીસે નહિ, પ્રભુ ઉગારણ બિરદ કહાવો. ભક્ત તમો કિરપા કરી માટે સૂઝી ખરી, બળવંત વળગ્યો છું બાંધે તારી; નિર્મળ 'નિરાંત'નો હાથ હેતે ગ્રહો, બાપજી ! સાંભળી બૂમ મારી. ભક્ત
દામ વિના નિર્ધન દુ:ખી, તૃષ્ણાવશ, ધનવાન કહું ન સુખ સંસારમેં, સબ જગ દેખ્યો છાન
306
નિર્માત