________________
૪૯૪ (રાગ : નટબિહાગ) ધન, ધન જીવ્યું તેનું રે જાણવું, જેણે ગોવિંદના ગુણ ગાયા રે; સેવા-સ્મરણ તેનું કરે સહુ, ઈશ્વર પેઠે પૂજાયા રે. ધ્રુવ દેહ-જુવાની જૂઠી ન જાણી , મોહ માયાએ બંધાયા રે; જીવન્મુક્ત તો તેને રે જાણો , જે આપમાં ઊલટ સમાય રે. ધન આવો અવસર ફ્રી ફ્રી નહિ મળે, મનુષ્યદેહ છે મોટો રે; સુરનર સરખા તેને ચહાય છે, સ્વપ્નવત્ સંસાર ખોટો રે. ધન જન્મ - મરણનું જોખમ જીવને, લખચોરાશી ફેરા ફરવી રે; ઊંચ-નીચ યોનિમાં અવતરવું, મહાદુઃખ જાણી હરિને વરવા રે. ધન
ફ્રી ફ્રી વંદું સદ્ગુરૂ દેવને, જેણે અંતરજામી ઓળખાવ્યા રે; ક્ષણ એક વહાલો મનથી ના વીસરે, ભાવે ભૂધરજી ભાવ્યા રે. ધન મન-કર્મ-વચને માગો તે મળે, સંત-સમાગમ કરતાં રે; ‘નિરાંત' નીરખો હરિના નામને, નિર્ભય થાશો નામ સમરતાં રે. ધન
૪૯૫ (રાગ : જેતશ્રી) નામ સુધારસ સાર સરવમાં, પરખી પ્રેમશુ પીધો રે; ભૂતળ પતિપદ તેને ન ભાવે, લહાવો નૌતમ લીધો રે. ધ્રુવ એ રસ મોંઘો મૂલે મળે નહીં, વૈકુંઠ નાથને વ્હાલો રે; અજ ઉમીયાપતિ ઈરછક એના, અદ્વૈત પદનો પ્યાલો રે. નામ પુરણ બ્રહ્મ એ રસને પ્રીછો, નથી સમોવડ એવો રે; જગતનું જીવન એને રે કહીએ , મહા વીરલાનો મેવો રે. નામ કોટી જગતને જપતપ તીરથ, તો એ તુલ્ય ન આવે રે; પૃથ્વી પાત્રને મુક્તા ભરીયું, એથી અધિક પાવે રે. નામ નામ સમોવડ કોઈ ન આવે, અમૂલ્ય વસ્તુ એવી રે; સદ્ગુરુ સ્વામી કૃપા કરે તો, ત્યાંથી મળે તેવી રે, નામ
દુર્લભ દીઠો ને મહારસ મીઠો, સ્વાદ કહ્યો ન જાયે રે; નીરાંત', નામ સુધારસ પીતાં, હરિ સરખો થઈ જાવે રે. નામ
૪૯૬ (રાગ : બહાર). નામ ધણીકો સબસે નીકો, અનુભવી જન અધિકારી હૈ; સબ દેવનકો સદ્ગુરુ દાતા, મંગતા ભેખ ભિખારી હૈ. ધ્રુવ મહા મર્સીજન મર્મ ન જાને, નામ લખી ગત ન્યારી હૈ; સદ્ગુરુ સાહેબ દયા કરે તો, પલમેં પાર ઉતારી હૈ. નામ થાક્યો પંડિત શાહ ના પાવે, બૂડી બુદ્ધિ બિચારી હૈ, જોગી જોગ જગત બિના હારે, ખુશીયે સબ ખુવારી હૈ. નામ બાવન અક્ષર બૂઝત નાહી, બેદ પુરાન બિચારી હૈ; ખર્દરશન મત ખેલ તપાસ્યાં, કહા બડે આચારી હૈ. નામ નામ ના ચને સો નર નુગરા , હા સાધુ સંસારી હૈ; ‘નિરાંત' નામ અમે અવિનાશી, પાયા પ્રેમ પસારી હૈ. નામ
૪૯૭ (રાગ : દિપક) પ્રીછો ભાઈ સંત સુજાણ, સ્વરૂપ શ્રી રામનો; પાઈ પદારથ દેહ મણિ માંહે નામનો. ધ્રુવ નામતણો રે પ્રવેશ, સચરાચર માંહે જુવો ; સંતો નામ અનાદિક કંદ, વાપી વેલ જગ હૂવો. પ્રીછો વદો વચન વિચારી, વિવેક કરી સાચા નામનો; શબ્દમાં સુરતી મિલાવી જુઓ, મુકામ શૂન્ય ગામનો. પ્રીછો તન, ત્રિવેણીને ઘાટ, મલી રહ્યો નાથ શું ! પૂજા કરો પ્રેમ-આચાર, અનુપમ ભાવ શું ! પીછો અવરતણી જે આશ, સમજ કર પરહરો; આપમાં છે આપ દેદાર, નામ નિશ્ચ ' કરો. ખીછો સદ્ગુરુકે પરતાપ, જાતિ પાઈ પલકમાં; નિરાંત' નિરંતર જોઈ, સમાઈ રહો અલખમાં. પ્રીછો
માયા છાયા એક હૈ, ઘટે બર્ટ છિનમાંહિ
ઈનકી સંગતિ જે લર્ગ, તિનહી કહી સુખ નાહિ || ભજ રે મના
ઉ૦)
ખાંડો કહિયે કનકકૌ, કનક ખ્યાન સંયોગ ન્યારી નિરખત ખ્યાન સૌ, લોહ કહે સબ લોગ.
૩૦૫
નિરાંત