________________
સુધા પીતાં અમર પદ પામીએ, કોટિ કલ્યાણથી અધિકાય. સુધા જન ‘નિરાંત' મહિમા નામનો, નેતિ નિગમ નિરંતર ગાય. સુધા
૫૦૬ (રાગ : ગરબી) સંતોની સંગત રે મરણે ના મૂકીએ રે, ચૂકીએ ના ચાર દિવસનો લા'વ; માટે મન રાખો રે સંતોમાં મળ્યું રે, વિલંબ ના કરશો આવ્યો છે દાવે. ધ્રુવ દીનતા ગ્રહીને રે સેવા દાખીએ રે, રાખીએ નિત્ય નિત્ય નવલો નેહ; સદ્ગુરુ સાચા રે સંતોની સાનમાં રે, નૌતમ સમજી લેજો તેહ. સંતોની મન ઠરી ઠોર રે રહેશે તવ તાહરું રે, ટળશે દુર્મતિના ડાઘ; ખરા ને ખોટાનું રે થાશે તને પારખું રે, ભળશે માંહી સંતોનો ભાગ. સંતોની જનમોજનમના રે જાશે તારા મોરયા રે, ઉજ્જવલ થાશે તારું રૂપ; કાટ તે કાંઈ રે ફ્રી લાગે નહિ રે, સિકલી સાચા સંત-સ્વરૂપ. સંતોની સંતસ્વરૂપી રે ભવમાં નાવ છે રે, વીરલા કોઈ એક બેસીને જાય; જે જન બેઠા રે તે જન ભવ તર્યા રે, નિરાંત બીજા ગોથાં ખાય. સંતોની
૫૦૭ (રાગ : ભૈરવી) હરિનામ સુધારસ પીજીએ, પીતાં જન્મમરણ મટી જાય. સુધારસ પીજીએ! ધ્રુવ રસ પીધાની પેર કેમ પ્રીછિયે ? પેર પ્રીછળ્યા વિના ન પિવાય. સુધા પેર પ્રીછો તો સૌથી રે સહેલ છે, નથી કરવો પડતો શ્રમ. સુધા પીતાં અધરામૃત છે રે એટલું, ગુરુદેવ પાસે છે મરમ. સુધા ગુરુદેવ સુધાના સમુદ્ર છે, ગુરુદેવ છે દીનદયાળ. સુધા ગુરુદેવ સમોવડ કોઈ નહિ, ગુરુદેવ સો દેવ કૃપાળ. સુધાઓ ગુરુદેવ પરમ અર્થ રૂપ છે, ગુરુગને પીવાનો ઘાટ. સુધા સુખ ગાદીનું ચહાતા રે પુત્રને , જેમ પિતા રે બેસાડે પાટ. સુધા એવા પિતા ગુરુને પ્રીછવા, કર જોડીને લાગવું પાય. સુધા રસ રીત પ્રીત કરી પ્રીછવે, જેનો મહિમા કહ્યો નવ જાય. સુધા
ગહન અધયન જો કરે, સોચે પઢકર રોજ
વહી યોગ્ય બનતા ચલે, વહી કર સકે ખોજ ભજ રે મના
પ૦૮ (રાગ : હુમરી) મન અમનસ્ક થયા વિણ જગમાં, કોણ સમર્થ ભવોદધિ તરવા. ધ્રુવ શબ્દ શાસ્ત્ર કે ન્યાય ભણે, એ બુદ્ધિને કર્કશ કરવા રે; તર્ક વિતર્ક ભણે પણ મનમાં, દર્પ ઘણો માંડે ઝરવા રે, મન કરી ભોંયરા વસો ભયમાં, ધ્યાન સદા માંડો ધરવા રે; વિવિધ યોગ મુદ્રાઓ સાધી, મથો અમર તનને કરવા રે, મન, નદી તળાવો પહાડ-દેવળો, તીર્થ તીર્થ માંડો વા રે; મંત્ર તંત્રને જંત્ર ભણો કે ભલે, મેચો જપતપ કરવી રે, મન. નાચી કુદી ગાઈ બજાવી, ભક્ત થાઓ પ્રભુને વરવા રે; નગ્ન રહો યા મગ્ન રહો, સંલગ્ન રહો સૌથી નરવા રે. મન દંડ કમંડળ સૈલી સીંગી, ઓઢીને ભગવા ધરવી રે; ‘ નૃસિંહ' મન-અમનસ્ક વિના છે, ફાંફાં મારીને વા રે. મન
નૃસિંહ ૫૦૯ (રાગ : ભૈરવી) મંગલ મંદિર ખોલો, દયામય ! મંગલ મંદિર ખોલો. ધ્રુવ જીવન-વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઉભો શિશુ ભોળો, દયામય તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લો લો. દયામય નામ મધુરતમ રટ્યો નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો, દયામય દિવ્ય તૃષાતુર આવ્યો બાળક, પ્રેમ - અમીરસ ઢોળો. દયામય
• નરસિંહરાવ દિવેટિયા
માખી ચંદન પરહરે, દુર્ગધ હોય ત્યાં જાય મુરખને ભક્તિ નહી, ઊંઘે કા ઉઠી જાય.
૩૧૧
૩૧૦)
નિરાંત