________________
૪૯૦ (રાગ : લાવણી)
હું બલિહારી એ વૈરાગ્યને ઊપજ્યો જેને અંગ જી; ચૌદ લોકને ચતુરધા ન ગમે સુખનો સંગ જી. ધ્રુવ સુખ ન ઇચ્છે સંસારનાં, સમજે સ્વપ્ત સમાન જી; વાત ગમે રે વૈરાગ્યની, તન-સુખ ત્યાગવા તાન જી. હુ દુઃખી રે દેખે આ દેહને, રહે રાજી મન માંહ્ય જી; અનરથનું આ ઘર છે, જાણી ન કરે જતન જી. હું રાત-દિવસ હૃદિયા વિષે, વરતે એમ વિચારજી; હું રે કોણ ને જઈશ ક્યાં ? કરું તેનો નિરધાર જી. હું કરું ઉપાય હવે એહનો, ડહોળી દેશ-વિદેશ જી; કોઈ રે ઉગારે મને કાળથી, સોંપું તેને લઈ શીશ જી. હું રહે આતુરતા એ ઉર વિષે, દેખી દેહી અનિત્ય જી; સુખ નવ માને સંસારમાં, ન કરે કોઈશું પ્રીત જી. હું એવી દશા આવ્યા વિના, ન હોય તન-સુખ ત્યાગ જી; ઉપરનો લાગે લજામણો, વોણા સરખો વૈરાગ્ય જી. હું હરિ ગુરુ સંત દયા કરે, આવે એહ વિચાર જી; ‘નિષ્કુળાનંદ' નિઃશંક થઈ, સહેજે તરે સંસાર જી. હું
૪૯૧ (રાગ : લાવણી)
જેવો રસ ભર્યો જે ઠામે રે, તેવો તેમાંથી ઝરશે; કોઈ કાઢશે પડ્યે કામે રે, નિશ્ચે તેવો નીસરશે. ધ્રુવ જોને આહાર કરે જન જેવો રે, તેવો આવે ઓડકારે;
અણપૂછે નીસરે એવો રે, આશય અંતરનો બા'રે. જેવો જોને ચીલ ચડે આસમાને રે, નજર તેની નીચી છે; દેખી મારણને મન માને રે, અન્ય જોવા આંખ મીંચી છે. જેવો
ભજ રે મના
કહા ભયો ઘર છાંડકે, તજ્યો ન માયા સંગ નાગ ત્યજી જિમ કાંછલી, વિષ નહિ તજિયો અંગ
300
એવો લક્ષણવાળા લખું રે, દીઠા મેં દ્રગે ભરિયા; કહે નિષ્કુળાનંદ શું ભાખ્યું રે, ઓળખો એની જોઈ ક્રિયા. જેવો
૪૯૨ (રાગ : લાવણી)
જેનું તન મન માન્યું ત્યાગે રે, ભક્તિ ધર્મ ભાવે છે; તેનાં વચન વીંટ્યાં વૈરાગ્યે રે, અંતરમાંથી આવે છે. ધ્રુવ શીલ સંતોષ ને વળી શાંતિ રે, એમાં રહીને બોલે છે; ધીરજતા કહી નથી જાતી રે, જ્ઞાન ધ્યાનમાં ડોલે છે. જેનું
એવા સંત સહુના સગા રે, પર ઉપકારી પૂરા છે; જેના દલમાં નહિ કોઈ દગા રે, સત્ય વાતમાં શૂરા છે. જેનું
વળી હેત ઘણું છે હૈયે રે, આંખે અમૃત વરસે છે;
કહે નિષ્કુળાનંદ શું કહિયે રે, એ જન જોઈ હરિ હરખે છે. જેનું
(રાગ : સારંગ)
સાગર તારૂં કોઈ પિયે નહિ પાણી,
કે' ને તું આ શું કરી બેઠો ? કાળી ઘોર કમાણી. ધ્રુવ વાદળમાંથી ખૂબ વરસિયું, મીઠું સાકર પાણી; તેને તૂં ખારૂં કરી બેઠો, તારા ઉરમાં તાણી. સાગર શું કરીશ તેં આ સંપત્તિને, અઢળક ઘરમાં આણી ? તરસ્યાની તરસા નવ બૂઝી, જીવન તો ધૂળધાણી, સાગર
અષ્ટસિદ્ધિ નવેયનિદ્ધિ, વી રહી છે વાણી; કૃપણને ત્યાં વાસ કરીને, બહૂ હવે પસ્તાણી. સાગર મારૂં કહેવું જરા ન ગમશે, મેં લીધું છે જાણી; ‘પિંગળશી’ કહે કડવી લાગે, વિખ જેવી આ વાણી. સાગરત
- પીંગળશી
પુણ્ય ખીન જબ હોત હૈ, ઉદય હોત હૈ પાપ દાજે વનકી લાકરી, પ્રજલે આપોઆપ
૩૦૧
નિષ્કુળાનંદ