________________
ચમક દેખીને લોહ ચળે, ઈન્દ્રિય વિષય સંજોગ જી; અણભેટ્ય રે અભાવે છે, ભેટ્ય ભોગવશે ભોગ છે. ત્યાગ ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથ જી; વણસ્યો રે વણશ્રમ થકી, અંતે કરશે અનરથ . ત્યાગo ભ્રષ્ટ થયો જોગ-ભોગથી, જેમ બગળ્યું દૂધ જી; . ગયું ધૃત મહી માખણ થકી, આપે થયું રે અશુદ્ધજી. ત્યાગo પળમાં જોગીને ભોગી પળમાં, પળમાં ગૃહીને ત્યાગીજી; ‘નિષ્કુળાનંદ' એ નરનો, વણસમજ્યો વૈરાગ જી. ત્યાગ
૪૮૮ (રાગ : સોહની) ધિક્ ધિક્ તારો અવતાર રે, તે તો ન કર્યો નર ! વિચાર રે. ચૌદ લોક્ન ગઈ છે નારી ચાલી રે, તુંને તેની પ્રતીત કેમ ન આવી રે? ધ્રુવ બ્રહ્મા સરખાને જેણે ભુલાવ્યા રે, શિવ સરખાને જેણે ડોલાવ્યા રે ! જેણે એક્લશૃંગી અંધ કીધો રે, જેણે પરાશર પકડી લીધો રે ! ધિ કીધું નારદ તણું મુખ કાળું રે, દપિ સૌભરિ તણું તપ ટાળ્યું રે ! જેણે અંધ તે અસુર કુળ કીધું રે, કહી અમૃત ને જો વિખ દીધું રે. ધિ જેણે રાવણ તણું કુળ ખોયું રે, ત્યાં તારૂં તે મને કેમ મોહ્યું રે ? લીધું દુ:ખ તે અલ્પ સુખ સાટે રે, કહે ‘ નિષ્કુળાનંદ' તે માટે રે. ધિક્ટ
૪૮૭ (રાગ : ઝીંઝોટી) ધન્ય ધન્ય એ સંત સુજાણને, જેનું ઊલટી પલટયું આપ; આપું ટાળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ.
એવા જન હરિ તણા. ધ્રુવ જેના શીશમાં શીશ છે શામનું, જેના નેણમાં નાથનાં નેણ; જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં વહાલાનાં વેણ. એવા જેના કાનમાં કાન શ્રી કૃષ્ણના , જેના નાકમાં નાસિકા નાથ; જેની જીભ્યામાં જીભ્યો જીવનતણી, જેના હાથમાં હરિનો હાથ. એવા જેનાં હૃદયમાં હૃદય હરિ તણું, જેના પાંવમાં હરિનો પાંવ; જેમ હીરો હીરા વડે વેધીએ, તેમ થયો તે સહજ સમાવ. એવા એમ અંતમાં રહ્યા શ્રીહરિ, માટે સંત તે સુખનું ધામ; ધર્મ, ભક્તિ, વૈરાગ્યને જ્ઞાન જો, તેને રહેવાનું સંત છે ઠામ. એવા એવા સંતશિરોમણિ ક્યાં મળે? જેણે દેહબુદ્ધિ કીધી દૂર; કહે ‘નિષ્કુલાનંદ’ એને સંગે, ઊગે અંતરે આનંદ-સૂર. એવા
૪૮૯ (રાગ : ભીમપલાસ) વૈરાગ વિણ એ વાણી વદે, લોકો સમજે નહિ લેશજી ; મોટા સંતની સેવા કયાં મળે ? એમ આપે ઉપદેશજી . ધ્રુવ તન ધન વસનું વતે, સેવા સાધુની કીજેજી; વિધ વિધનો વ્યંજનનું, રૂડી રસોઈયું દીજી. વૈરાગ આગે સાધુને આપિયું, સુત વિત્ત ઘરને બારજી; એ ભક્ત લખાણા ભક્તમાળમાં, દેખા દલના ઉદારજી. વૈરાગo આજ સાધુને આપતાં, કાં રે મુંઝાય મનજી ! સુત કલર કારણે, ક્રોડી ખરચો છો ધનજી. વૈરાગo અમે રે ત્યાગી સરવે ત્યાગિયું, ત્યાગ્યાં રાજને પાટજી; તમારા કલ્યાણને કારણે, સંત બતાવે વાટજી. વૈરાગ અમે વણસ્યા વૈરાગ્યની વાતડી, સુણો સૌ નરનારજી; ‘નિષ્કુળાનંદ’ એ નરનું, કેમ પડશે પારજી ! વૈરાગo
ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય.
માલી સીચે સૌ ઘડા, ઋતુ આયે ફલ હોય | ભજરેમના
૨૯૦
કામ ભોગ પ્યારા લગે, ફલકી પાક સમાન મીઠી ખાજ ખુજાવતાં, પીછે દુ:ખકી ખાન
(૨૯૯)
નિષ્કુળાનંદ