________________
નિષ્કુળાનંદ સ્વામી
ઈ.સ. ૧૭૬૬ - ૧૮૪૮
નિષ્કુળાનંદનું બાળપણનું નામ લાલજી હતું. વિશ્વકર્માના વંશજ એવા લાલજીનો જન્મ સં. ૧૮૨૨ માં જામનગર પાસેના શેખપાટ ગામે સુથાર જ્ઞાતિમાં સમૃદ્ધ કુંટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રામભાઈ અને માતાનું નામ અમૃતબા હતું. લાલજીના લગ્ન થયા હતા અને તેમને માધવજી અને કાનજી નામે બે પુત્રો હતા. તેમના ગુરૂ રામાનંદ સ્વામીની કૃપાથી લાલજીનો સંબંધ શ્રીજી મહારાજ સાથે થયો. સં. ૧૮૬૩માં ૪૧ વર્ષની વયે તેમણે શ્રીજી મહારાજ (સ્વામી
નારાયણ સંપ્રદાયના) પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. ગુરૂએ તેમનું નામ નિષ્કુળાનંદ રાખ્યું હતું. નિષ્કુળાનંદ ‘કેના કવિ’ ગણાતા હતા. ભગવાન સાક્ષાત મળ્યા તેનો કેફ, આનંદ તેઓના અંતરમાં સમાતો નહોતો. તેઓ કુશળ શિલ્પી અને સિદ્ધહસ્ત સાહિત્યકાર હતા. ચાતુર્માસ દરમિયાન રોજ ૪ પદોની રચના કરતા. ગુજરાતી ઉપરાંત વ્રજ, હિન્દી વગેરે ભાષામાં સ્વામીનો સાહિત્ય પ્રવાહ રેલાયો હતો. તેમણે નાના-મોટા ૨૩ ગ્રંથોની રચના કરી હતી. સં. ૧૯૦૪માં ૮૨ વર્ષની ઉંમરે તેઓએ નશ્વર દેહનો ત્યાગ કર્યો.
૪૮૫
૪૮૬
૪૮૭
૪૮૮
દેશી ઢાળ
સારંગ
ઝીંઝોટી
સોહની
ભજ રે મના
જેનું રે મન વન વંછતું અતિ
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
ધન્ય ધન્ય એ સંત સુજાણને
ધિક્ ધિક્ તારો અવતાર રે
નમન નમનમેં ફેર હૈ, અધિક નમેં ના દાન દગલબાજ દૂના નમે, ચીતા ચોર
કમાન
૨૯૬
૪૮૯
૪૯૦
૪૯૧
૪૯૨
ભીમપલાસ
લાવણી
લાવણી
લાવણી
વૈરાગ વિણ એ વાણી વદે
હું બલિહારી એ વૈરાગ્યને જેવો રસ ભર્યો જે ઠામે રે
જેનું તન મન માન્યું ત્યાગે રે ૪૮૫ (રાગ : દેશી ઢાળ)
જેનું રે મન વન વંછતું, અતિ રે'તા ઉદાસજી; તે તાક્યા વસ્તીએ વસવા, બાંધી સૌ સાથે આશજી. ધ્રુવ
જેને રે ગમતી જીરણ કંથા, જેવું તેવું જળઠામજી; તેણે રે રંગ્યા રૂડાં તુંબડા, ગમતાં અન્ન માગે ગામો ગામજી. જેનું
રસ રહિત અન્ન ઇચ્છતા, દેવા દેહને દંડજી; તેને રે જોઈએ તીખાં તમતમાં, ખાવા ખીરને ખાંડજી. જેનું જેને રે જોઈ આગ લાગતી, ગમતું નહિ સજ્યા ઘરજી; તેને રે આસનથી ઉઠાડતાં, જાણે જગાડ્યો મણિધરજી. જેનું પોતાનો પરિવાર પરહરી, ચાલ્યો એકીલો આપજી; તેણે રે કર્યો સ્નેહ શિષ્યરું, લીધો પરનો સંતાપજી. જેનું ઓછી સમજણે જે આદરે, કાયા થકી જે કાંયજી; ‘નિષ્કુળાનંદ' એ નરનું, અંતે એમજ થાયજી. જેનું ૪૮૬ (રાગ : સારંગ)
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના,કરીએ કોટિ ઉપાયજી; અંતર ઊંડી ઈચ્છા રહે, તે કેમ કરીને તજાયજી. ધ્રુવ
વેષ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂરજી, ઉપર વેષ અચ્છો બન્યો, માંહી મોહ ભરપૂર જી. ત્યાગત
કામ ક્રોધ લોભ મોહનું, જ્યાં લગી મૂળ ન જાય જી; સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાય જી. ત્યાગ ઉષ્ણ રતે અવની વિષે, બીજ નવ દીસે બહાર જી; ઘન વરસે વન પાંગરે, ઈંન્દ્રિય વિષય આકાર જી. ત્યાગ માલી ચાહે બરસના, ધોબી ચાહે ધૂપ સાહૂ ચાહે બોલના, ચોર ચાહે ચુપ
૨૯૦
નિષ્કુળાનંદ