SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૧ (રાગ : તિલંગ) હરિ ! હું આવું છું તારે ધામ, જીવનનો છેલ્લો જ્યાં વિશ્રામ, ધ્રુવ ભવવને ભટકીને ભૂલો પડેલો, શરણે આવું છું શ્યામ ! તાપે તપેલાંની શીતલ છાયા, તારાં ચરણે આરામ. જીવનનો ચાલતાં ચીરા ચરણોમાં પડિયા, રૂઝાતા નથી ધાવ; ઉરમાં આશા તોયે અલબેલા ! સુણાવવા મુજ રાવ. જીવનનો પાછું વળીને જોયું નહિ મેં, કુકર્મો કીધાં ખૂબ; જગન્નિયંતાને જરી ન જાણ્યો, આજે ઉડી ગઈ ઊંઘ. જીવનનો જેવો તેવો પણ તારો ગણીને, ગોદમાં લેજો બાળ; મોહન ! માથે હાથ મૂકીને, શમાવો સળગી ઝાળ. જીવનનો દ્વાર દામોદર ! બંધ ન કરશો, ફેરો ફોગટ નવ જાય; આશાભર્યો ને એકો આવું, છેલ્લી ઝાંખી તારી થાય. જીવનનો સગાંસંબંધી-સ્નેહીજનો સૌ, છેલ્લા મારા રામરામ; જ્યાંથી આવ્યો ત્યાં જાઉં છું પાછો, પેખવા પૂરણકામ. જીવનનો ૪૬૨ (રાગ : દેવરંજની) હળવો થયો છે હૈયાભાર, આજે મારા ઊઘડ્યાં આતમદ્વાર, ધ્રુવ જીવનભરનાં ભોગળ ભીંડીને, બંઘ રહેલાં કમાડ; કેશવની કરુણાની કૂંચીથી, તૂટી ગઈ એ આડ. આજે અંતરનાં અંધારાં ઉલેચી, ઝળહળતી તેજધાર; નયન ભરીને નાથને ન્યાળતાં, ધન્ય થયો અવતાર. આજે જન્મમરણનો ફેરો ટળ્યોને, શમ્યા સઘળા સંતાપ; પૂર્વજન્મનાં પુણ્ય પાંગરતાં, ખાખ થયાં છે પાપ. આજે અમૃતઝરતી અલબેલાની, ભાળું અણિયાળી આંખ; બળ્યાઝળ્યાની શીતળ છાંયડી, પ્રભુની પ્રેમળ પાંખ. આજે ભજ રે મના કબીર માયા સાંપની, માંગી મિલે ન હાથ મનસે આશા જો તજી, તો લગી ડોલને સાથ ૨૮૪ એકીટશે મીટ માંડીને, મોહન સાથે થયો તદાકાર; પ્રાણમાં પ્રાણ પરોવી પ્રભુને, સોંપ્યો સંસારનો ભાર. આજે વૃત્તિઓ ચિત્તની ચરણોમાં વાળી, ખોળામાં ઢાળ્યું શિર; હેતાળ હૈયું ચડ્યું હેલારે, થનગનતું એ અધીર. આજે ૪૬૩ (રાગ : માંડ) હારે હૈયું હલેતું હામ, ભાંગ્યાનો ભેરૂ થાજે તું શ્યામ ! ધ્રુવ કાળાં વાદળથી આભ ઘેરાયું, વીજળીના ચમકાર; સામે ઊભેલાનું મોં નવ સૂઝે, મેઘ વરસે મુશળધાર, ભાંગ્યાનો દશે દિશાઓમાં જળ જળ દેખું, એક અવનિને આભ; ગડગડ ગર્જનથી ધરતી ધ્રુજે છે, ગળે ગર્ભિણીના ગાભ. ભાંગ્યાનો સાગરના ઘુઘવાટની સાથે પવનના સુસવાટ; પ્રલયકાળના પ્રચંડ મોજાં, ફેલાવે છે. ગભરાટ. ભાંગ્યાનો કરાળ કાળને સામે હું ભાળું, ઢાળું ખોળામાં શિર; શૂન્ય બનીને સોચતો શામળ ! આંખથી વહે છે નીર, ભાંગ્યાનો ૪૬૪ (રાગ : ઝીંઝોટી) હું તો ઘટમાં ઘડું છું ઘાટ, હરિ ! તારા તેડાની જોઉં છું વાટ. ધ્રુવ સંસારની સહુ માયા સંકેલી, હરનિશ જપતો જાપ; પુણ્યને પાપનું સરવૈયું જોતાં, પુણ્યથી વધે છે પાપ. હરિ સાચું સગપણ છે શામળા તારું, બીજાં સહુ આળપંપાળ; ભવસાગરમાં ભૂલો પડેલો, ભગવાન લેજો ભાળ. હરિ જીવતર હળાહળ ઝેર બન્યું છે, અંગે અંગે ઉઠે આગ, સાચાં ખોટાંને સંઘરનારી, ધરતી પાસે માંગુ માગ. હરિત બેસી બેસીને થાકી ગયો છું, હવે ખૂટી છે ધીર; ઉરની ઉત્કટ એક ઇચ્છા છે, ચરણોમાં ઢાળું શિર. હરિ અપને મન કછુ ઔર હૈ, શ્રીહરિ કે મન ઔર ઓધવ સે માધવ કહે, જુઠી મનકી દોડ ૨૮૫ કવિ ન્હાનાલાલ
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy