________________
૪૫૮ (રાગ : હંસકંકણી)
વિશ્વભર થઈ ભરે સૌનાં પેટ, જગતમાં સૌથી મોટો તું શેઠ. ધ્રુવ નિત્ય સવારે ભૂખ્યો ઉઠાડે, લોકો કહે ભગવાન; કીડીને કણ, હાથીને મણ, સાંજ સુધીમાં દે ધાન. વિશ્વભર સમદ્રષ્ટિથી સહુને ભાળે, ટાળે ત્રિવિધના તાપ; કરણી પ્રમાણે ફ્ળને ફાળવે, સરખું મોહનનું માપ. વિશ્વભર ભક્તજનોને કદી ન ભૂલે, સંકટમાં કરે સહાય; આરતનાદથી અકળાઈ ઉઠે, દોડે અડવાણા, પાય. વિશ્વભર૦ નરસિંહ મહેતાના શેઠ શામળિયા, મીરાંના ગિરધર ગોપાળ;
સાચા સપ્ના શ્રીકૃષ્ણ સુદામા, ધ્રુવના તમે રખવાળ. વિશ્વભર
જીવન ધન્ય બની જાય તેનું, જેનો ઝાલે તું હાથ; સંસાર-ચક્રનો ટળે ચક્રાવો, નયણે નીરખતાં નાથ. વિશ્વભર૦ ૪૫૯ (રાગ : મેવાડા)
હરિ ! મારી બેડલી પાર ઉતારો રે, પ્રભુ ! મારી નૈયાને પાર ઉતારો રે. ધ્રુવ નજર નાખું ત્યાં જળ જળ ભાળું, સાગર ઘૂઘવતો ગંભીર; માર્થોડું માથોડું મોજાં ઊછળતાં, અફાટ સાગર નીર. પ્રભુ ઉપર આભ ને દરિયો નીચે, ચારેકોરે અંધાર; ગડગડ ગડગડ મેહુલો ગાજે, શી રીતે આવું બહાર ? પ્રભુ ઝંઝાવાતો વચ્ચે ઝોલા ખાતો હું, ભગવાન ! ભૂલીને ભાન; કેશવ ! કિનારે નાવડીવાળો, હાથ ઘરોને સુકાન. પ્રભુ ઉરના ઊંડાણેથી પોકાર પાડું, શામળા ! દેતો સાદ; ભીડ વેળાએ આવજો ભૂધર ! સાંભળી આરતનાદ. પ્રભુ અનેક ભક્તોનાં મધરાતે દોડી, કેશવ ! કીધાં છે કાજ; કર જોડીને વિનવું વહાલા, રાખોને લાખેણી લાજ. પ્રભુ
ભજ રે મના
ધિક હૈ ઉસ યૌવન કો જિસને, અપના સંયમ ખોયા હાય ! વીરતા કી ધરતી મેં, રતિ કા કંટક બોયા
૨૮૨
૪૬૦ (રાગ : સારંગ)
હરિ ! મારી હોડી હંકારો, હજુ દૂર દૂર છે આરો. ધ્રુવ હલેસાં મારીને થાકયો હરિવર ! દેખાય નહિ તોય તીર, ઉપર આભ ને પગની નીચે, ગાજે સાગર ગંભીર; ગાતો મોતનાં ગાણાં, કેવાં કાલે ઊગશે વ્હાણાં. હરિ નાશની નોબત ગડગડ વાગે, ભાંગે હૈયાની હામ, હતાશ થઈને હારી બેઠો છું, સાદ સાંભળજો શ્યામ; ઊંડે ઊંડે પ્રાણ પોકારે, વ્હાલા ! મારી આવજો વ્હારે, હરિ હાલકોલક હોડલી થાતી, ડૂબી જાશે શું નાથ ! દીન બનીને શરણે આવ્યો પકડો મારો હાથ; કહાવો કેશવ ! કરુણાસિંધુ, ખૂટે નહિ આપતાં બિંદુ. હરિ આંખ મીંચું ત્યાં ઘોર અંધારું, આશાનું કિરણ એક, બૂડતાનું બાવડું પકડીને બાપુ ! જરૂર જાળવો ટેક; વદે વેદ-પુરાણો વાણી, નથી ઇતિહાસે અજાણી. હરિ આરતનાદ સુણીને ઉઠે, ભક્તોના ભગવાન, અડવાણા પાયે દોડે દામોદર, દેહનું ભૂલી ભાન; વિશ્વાસુને વ્હાલો ઉગારે, તારે, તેને પડ્યો પનારે. હરિ
3
તુલસીદાસ (રાગ : કામોદ)
જો મોહિ રામ લાગતે મીઠે;
તૌ નવરસ પટ્રસ-રસ અનરસ હૈ જાતે સબ સીઠે. ધ્રુવ પંચક વિષય વિવિધ તનુ ધરિ, અનુભવે સુને અરૂ ડીઠે; યહ જાનત હિરદે અપને, સપને ન અધાઈ ઉબીકે. જો ‘તુલસિદાસ' પ્રભુ સોં એકહિ, બસ વચન કહત અતિ ઢીકે; નામ કી લાજ રામ કરૂનાકર, કેહિ ન દિયે કર ચીઠે, જો
આયા જબ લાયા નહીં, અંતે ના લેઈ જાય બિચ મીલી બિચમેં ગઈ, ધોખા કરે બલાય
૨૮૩
કવિ ન્હાનાલાલ