________________
દીનદયાળુ દેવ દામોદર, દયા તણો ભંડાર; વરદ હાથને માથે મૂકીને, અંગોના ઠારે અંગાર. માનવ
૪૫૬ (રાગ : ગરબો) વસમી વેળાએ વિઠ્ઠલ ! આવજો રે, પળપળ પોકારે મારા પ્રાણ; જીવનનૈયો ખેડી ભવસાગરે રે, જોજો ડૂબે ન વમળે લ્હાણ. ધ્રુવ વાયરા વાયે વિનાશક વ્હાલમાં ! રે, ડૂબી, ઓ ડૂબી, દોડો નાથ ! એક્લો ઉભો અટૂલો અલબેલડા ! રે, બાપુ ! બાળક્નો ઝાલો હાથ. વસમી ચારે દિશાઓ ખાવાને દોડતી રે, દીવડો દેખાડો દીનદયાળ; શરણે તારે આવ્યો હું શામળા ! રે, ભગવદ્ ! ભૂલ્યાંની લેજો ભાળ. વસમી કેશવ ! કાલાવાલા કરૂં ક્યારનો રે, બેડલી બૂડતી બચાવો મઝધાર; ઝળહળી જ્યોત, ઝંઝાવાત ઓસર્યા રે, ખેડી ખેવટિયે નૈયા પાર. વસમી
૪૫૪ (રાગ : માલવી) લાંબી વાટને સાથી નહિ કોઈ, ધીરે ધીરે ડગલાં દેતો રોઈ રોઈ. ધ્રુવ લાંબા પ્રવાસનો એકલપંથી, આથડતો આમતેમ; બિહામણાં કોતર, ગિરિ ને કંદરા, પૂરી થાશે ક્યારે નેમ? લાંબી ગોવિંદ ! તુજને શોધતાં શોધતાં, થાકીને થઈ ગયો લોથ; હતાશ થઈને હેઠો બેઠો છું, મને નથી કોઈ ઓથ, લાંબી નાખી નજર નવ પંથમાં પહોંચે, આંખે આવે અંધાર; ધામ જોવાને હામ ખૂટી છે, અસહ્ય પાપનો ભાર, લાંબી કાજળવણ ઘોર અંધારમાં, આશાનું કિરણ એક; ઝાંખા ઉજાસમાં પગથીને પેખું, શામળા ! સાચવો. ટેક. લાંબી વિશાળ વ્યોમમાં ફ્ર કતી, દૂરથી ધજા દેખાય; એંધાણ ઓળખી દેવમંદિરના આનંદ, ઉર ઉભરાય. લાંબી નમન કરતાં નેણલાં છલકે, સ્ટેજમાં ઢળિયું શીશ; ધન્ય જીવન થયું ઝાંખી કરીને , ભવની ભાંગી ભીંસ. લાંબી
૪૫૫ (રાગ : સાવની) લૂછે નહિ કોઈ આંસુડાંની ધાર, માનવ ઉપરકોપે જ્યારે કિરતાર. ધ્રુવ સુખનો સમંદર સૂકાવા માંડે, દુ:ખનાં ઊમટે પૂર; નિજનાં માનેલાં બને પરાયાં, ભાળીને ભાગે દૂર. માનવ પોતાના અંગ ઉપરની રૂંવાટી, ખૂંચે ભાલાની જેમ; હડધૂત કરીને હાંકી કાઢે સહુ, ડગલે ડગલે લાવે વહેમ. માનવ પાંચમાં પૂછાતાં બુદ્ધિશાળીને લોકો માને છે અબૂઝ; ભાવિના ભીતર માંહે જે ભળે, વેંત ધરતીની નહિ સૂઝ. માનવ સૂનમૂન થઈને એક્લો બેસે, લમણે મૂકીને હાથ; હૈયાનો બોજો હળવો કરે ક્યાં? કોઈ સુણે નહિ વાત. માનવ
મન મિલે તો કરિયે મેલા, ચિત્ત મિલે રહિયે ચેલા.
કબીરજી યુ કહે સાધુ, સબ સે શ્રેષ્ઠ જો રહે અકેલા ભજ રે મના
૨૮)
૪૫૭ (રાગ : સાવેરી) વ્હાલા ! મારી વિનતિને ઉરમાં વિચારો, કોઈ દિન ભક્તને મંદિર પધારો. ધ્રુવ રાત દહાડો તારી વાટડી જોઈ જોઈ, આંખડી થાકી બિચારી; નામ નિરંતર જપી જપીને , જીભ સુકાણી છે મારી. વ્હાલા અનેક ભક્તોની ભીડ વેળાએ, ગોવિંદ ! ગયો છે તું દોડી; જનમ દઈને દેવ દામોદર ! નાતો દીધો કાં તોડી ? વ્હાલા ભક્તવત્સલ તને શાસ્ત્ર ભાખે છે, દયા દેતો ના છોડી; કાંઠે આવેલી કેશવ! મારી, જોજો ડૂબે ના હોડી. વ્હાલા ઓથ વિહોણાનું શામળા ! તું છે, ઠરવાનું સાચું ઠેકાણું; કાજળથી યે કાળી રાતલડી, પછીનું સોનલ વહાણું; વ્હાલાળ સંસારના સહુ સુખ દુ:ખ માંહી, એક જ તારો સહારો; અંત વેળાએ સન્મુખ રહીને , હાથ પકડો હરિ ! મારો ! વ્હાલા
સેય પરાઈ નારિકો, તન, મન, ધન કો ખોત ( ફિર ભી સુખ મિલતા નહીં, મરે ભયાનક મોત ૨૮૧
કવિ ન્હાનાલાલ