________________
કશીયે વાસના ન રહે વિઠ્ઠલ ! તારે ચરણે ચોંટે ચિત્ત; સ્મરણ તારૂં શ્યામ ! શ્વાસ-ઉચ્છવાસે, ઝાંખી કાજે ઝૂરે નિત . વ્હાલીડા અડવાણા પાયે, આથડે વ્રજમાં, ગાયો ચારે ગોવાળ; ખભે છે કામળી, કાયા છે શામળી, નંદ-જશોદાનો લાલ. વ્હાલીડા મોહક મોરલી મુખડે મોહન ! ઘેલું કીધું ગોકુળ, આંખડી અમૃત - ઓઘ ઊભરતી, ઝીલે હૈયાં ગાંડાંતૂર. વ્હાલીડા
મોરમુગટ ને કંઠે વનમાળા ધરી, વેણુ વગાડો ગાયોના ગોવાળ જો,
મૃત્યુકાળે મોહન ! માગું એટલું. નાદે ભાન ભૂલેલી ગોપી શોધતી , નીરખું મોહક મુખડું નંદકુમાર જો;
મૃત્યુકાળે મોહન ! માગું એટલું. સન્મુખ આવી શામળિયા ! ઊભા રહો, નયન ભરીને નિહાળું તમને નાથ જો;
મૃત્યુકાળે મોહન ! માગું એટલું. દરશન કરીને દાઝેલાં દિલડાં ઠરે, હારેલાનો હરિવર ! ઝાલો હાથ જો;
મૃત્યુકાળે મોહન ! માગું એટલું.
૪૫૧ (રાગ : માંડ) મારો સાદ સાંભળજો શ્યામ ! હરિ ! હું હારી બેઠો છું હામ. ધ્રુવ ચારે બાજુથી ઘેરાયો ગોવિંદ ! સૂઝે ન સાચી વાટ; અરણ્ય વચ્ચે એકલો ઊભો, શોધતો તારો સાથ. મારો જ્યારે જ્યારે ભીડ પડી છે ભૂધર ! મૂક્તો ત્યારે દોટ; શા કારણે આજે આવી અલબેલા ! તારા અંતરમાં ઓટ ? મારો અંતરની વ્યથા અન્ય ન જાણે , પામી શકું નહિ પાર; શાંતિનો સાગર ચરણો પખાળે, રેલાવે એક જ ધાર. મારો નિર્બળનું બળ રામ કહે સૌ, કેમ આવે નહિ આજ? હાંસી હરિવર ! લોકમાં થાશે, જાશે તમારી લાજ. મારો પૂજન અર્ચન કાંઈ ન કીધાં, માંગ્યું ન માગણું એક; વારે વારે તને વીનવું ! વિઠ્ઠલ , સાચવજો મુજ ટેકમારો
૪૫૩ (રાગ : ચલતી) મેલું કાં થયું રે ? નિર્મળ મેલું કાં થયું ? મારૂં નિર્મળ હતું તે મનડું મેલું કાં થયું ? ધ્રુવ શાસ્ત્ર - પુરાણો વાંચ્યાં, નિજાનંદ મસ્તીમાં રાચ્યા; મોંઘુ એ જ્ઞાન મારૂં કહો ક્યાં ગયું ? મારૂં ઊંચી આંખે નવ જોતો, ઝાંખીને કાજે રોતો; કરેલી કમાણી કેશવ ! પળેપળ ખોતો. મારૂં ચંચળ ચિત્તડાને ટોર્ક, રામનામ મંત્રોમાં રોકું; ન જાણું ક્યારે હરિ ! એ ખાઈ જાય ઝોકું ? મારૂં મોહ-માયાએ ઘેર્યો, અનીતિના પંથે પ્રય; યોગમાં વિનાશ વ્હાલા ! જીવનનો વેય. મારૂં શોધું છું ક્યાં મેલ લાગ્યો, મોડો મોડો પણ જાગ્યો; કારી ઘા ઊંડો ઊંડો કાળજડે વાગ્યો. મારૂં વિનવું વ્હાલીડા ! વ્હાલા, તારા વિના ડગ નહિ ચાલે; કરો ક એવું, હોડી સીધી મમ હાલે. મારૂં
૪૫૨ (રાગ : શુક્લ બિલાવલ) મૃત્યુકાળે મોહન ! માગું એટલું, તારે ચરણે ચોંટે, ચંચળ ચિત્ત જો,
મૃથુકાળે મોહન ! માગું એટલું. આખર વેળાં બુદ્ધિ બગડે નહિ, વિભુ ! શ્વાસોશ્વાસે જાપ જપું હું નિત જો!
મૃત્યુકાળે મોહન ! માગું એટલું. માયા સમ નહિ મોહિનિ, મન સમાન નહિ ચોર
( હરિજન સમ નહિ પારખી, કોઈ ન દીસે ઔર || ભજ રે મના
૨૭૮)
એરણ કી ચોરી કરે, કરે સૂઈકો દાન | ઊંચા ચઢ કર દેખતે, કૈતક દૂર વિમાન || ૨૦૯)
કવિ ન્હાનાલાલ