________________
૪૪૮ (રાગ : શુદ્ધ સારંગ) મારગ મારો ચીંધતો રેજે, ભૂલું ત્યારે ભાળ તું લેજે. ધ્રુવ અઘોર વનમાંથી જાય છે રસ્તો , નથી દિશાનું ભાન, ઝાંખો છતાંયે ધ્રુવના જેવો, ભોમિયો થાજે ભગવાન ! કાળોતરો કાળ ના ડંખે, ઝાંખી કાજે ચિતડું ઝંખે. મારગ અસાર આ સંસારમાં જ્યારે, સૂધ ના લેતું કોઈ, હિંમત હારીને હૈયું તૂટે છે, જીવન ગાળું રોઈ રોઈ; સાચો સાથી શામળા ! થાજે, હારેલાનો હાથ તું હાજે. મારગo દુનિયાના રંગમાં રચ્યોપચ્યો રહી, માણું મનગમતો મોજ, ગર્ભમાં દીધેલા કોલની કેશવ ! યાદી દેજે રોજેરોજ; અથડાયે ના ખરાબે નૈયા, કુશળ કેવટ થાજે કનૈયા ! મારગo જોજો જુક્તિથી દેવ દામોદર! આંટો એળે ના જાય, લખચોરાસીનો ફેરો ટળે ને જીવન સાર્થક થાય; જેવોતેવો બાળ છું તારો, અડીખમ બાપુ તું મારો. મારગ ધામમાં તારા આવવા માટે, ખેડીને વસમી વાટ, બિહામણાં વન, કોતર, કંદરા ઓળંગીને ગિરધાર ! ઊભો રહું બારણે આવી, તાળાની તું બનજે ચાવી. મારગo
નાથ ગગનના જેવા રે, સદા મને છાઈ રહે; નાથે વાયુની પેઠે રે, સદા મુજ ઉરમાં વહે. મારાંo જરા ઉઘડે આંખલડી રે, તો સન્મુખ તેહ તદા; બ્રહ્મ-બ્રહ્માંડ અળગાં રે, ઘડીયે ન થાય કદા. મારાંo પણ પૃથ્વીનાં પડળો રે, શી ગમ તેને ચેતનની ? જીવે સો વર્ષ ઘુવડ રે, ન ગમ તોયે કંઈ દિનની. મારાં સ્વામી સાગર સરીખા રે, નજરમાં ન માય કદી; જીભ થાકીને વિરમે રે, વિરાટ વિરાટ વદી. મારાંo પેલાં દિવ્ય લોચનિયાં રે, પ્રભુ ક્યારે ઊઘડશે ? આવાં ઘોર અંધારા રે, પ્રભુ ક્યારે ઊતરશે ? મારાંo નાથ, એટલી અરજી રે, ઉપાડો જડ પડદા; નૈન-નીરખો ઊંડેર રે, હરિવર દરસે સદા. મારાં આંખ આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી; એક મટકું તો માંડો રે, હૃદયભરી નીરખો હરિ. મારાંo
૪૪૯ (રાગ : દેશ) મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી; એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી. ધ્રુવ શોક મોહના અગ્નિ રે, તપે તેમાં તપ્ત થયાં; નથી દેવનાં દર્શન રે, કીધાં તેમાં રક્ત રહ્યા. મારાં પ્રભુ સઘળે બિરાજે રે, સૃજનમાં સભર ભર્યા; નથી અણુ પણ ખાલી રે, ચરાચર માંહી ભળ્યા. મારાં
સાધુ ઐસા ચાહિયે, જાકા પૂરન મન
| વિપત્તિ પડે છોડે નહી, ચઢે ચૌગુના રંગ || ભજ રે મના
૨૭૬)
૪૫૦ (રાગ : ચંદ્રકાંત) મારી છેલ્લી જીવનની સાંજ, વ્હાલીડા ! સન્મુખ રે'જો આજ. ધ્રુવ શૈશવ-ચૅવન બન્ને વટાવ્યાં, ઘડપણમાં ગળ્યાં ગાત્ર; આંખે ન સૂઝે ને દેહડી ધ્રૂજે, હાડપિંજર છે માત્ર . વ્હાલીડાઓ ચામડી લટકે ને જીભડી અટકે, ભટકે મન ચોપાસ; કૂડાં કરમના કાળા ઓછાયા, પળ પળ આપે ત્રાસ. વ્હાલીડા સગાં-સબંધી સામું ન ભાળે, હરિ ! થયો હડધૂત; સાચો સહારો શામળા ! તારો, બાકી બધું છે તૂત. વ્હાલીડા
તિમિર ગયા રવિ દેખતે, કુમતિ ગઈ ગુરુજ્ઞાન સુમતિ ગઈ અતિ લોભસે, ભક્તિ ગઈ અભિમાના ર૦૭)
કવિ ન્હાનાલાલ