________________
બ્દાવરી બનીને શોધું બજવૈયો, નંદનો યો કાન; સામો મળે તો આખું શિખામણ, હરિ ! કાં તું કરતો હેરાન. ન જાણુંo મોહન ! તારી મોરલી માંહીં, એવું શું ભરિયું છે શ્યામ !
સ્વર સુણતામાં તજે તત્ક્ષણ, સ્વામી, બાળકને ધામ. ન જાણું વનમાં ઊગેલા વાંસનો કકડો, ઉપર પાડયા છેદ; કૃષ્ણ કનૈયો ફૂંક મારે ત્યારે, ભુલાવે સઘળા ભેદ. ન જાણું
૪૪૫ (રાગ : શિખરિણી છંદ) પ્રભો ! શું માગું હું ? પ્રતિદિન પ્રભાતે તુજ કને; વિના માગ્યે દીધું, જીવન જીવવાને જરૂર છે. ધ્રુવ ઉજાળે બ્રહ્માંડો રવિ, શશી હંમેશા ફ્રી ફ્રી, ઝગે આભે તારા, ગ્રહ-ગતિ નથી થોભતી જરી, પ્રભો, હણે પેલો ઊંચો, ગિરિવર સુધા-શાં નીર ઝરે; ભર્યા વન-ઔષધથી, દુ:ખિત જનનાં સૌ દુ:ખ હરે. પ્રભાવ ઘૂ ઘૂ ઘોરે ગાજે, અખૂટ જળ અગાધ દરિયો; મહામૂલાં મોતી, વિધવિધ, ઊંડા ઉર ભરિયાં, પ્રભોઇ વહે ઠંડો વાયુ વન-ક્લ તણી સૌરભ હરી; કલાપીનાં પીંછે, કુદરત કળાઓ બહુ કરી. પ્રભો ઉષા ને સંધ્યામાં, અનુપમ પૂરી રંગપૂરણી; પતંગોની પાંખે, ઝગમગ ઝગે તેજઝરણી, પ્રભોઇ વિભુ ! શું ગાઉ હું ? અગણિત કથાઓ કથી કર્થી; વિરામે વિરંચી, મનુજ મતિ થાકે મથી મથી, પ્રભો
૪૪૭ (રાગ : શુદ્ધ સારંગ) મહેંકે ત્યારે જીવનક્યારી, ખૂલે જ્યારે ત્યાગની બારી. ધ્રુવ મોંઘો માનવનો દેહ મળ્યો છે, જોજે ન દેતો છેહ; પ્રેમનાં પુષ્પો વાટમાં પાથરી, વરસાવજે નિત નેહ, મહેંકી ઊઠે જીવન સારૂં, સુખડાં સ્વર્ગનાં યે ઓવારૂં. મહેંકે વિશ્વમાં વાત્સલ્ય વહેંચજે વ્હાલા ! સમષ્ટિ સમભાવે; દુ:ખીના દુ:ખમાં દેજે દિલાસો, રૂઝશે ઘેરા ઘાવ, ઠરશે એની બળતી કાયા, બેસી તારી શીતળ છાયા. મહેંકેતુ માનવસેવા મીઠડાં મેવા, મોંઘેરા માણે કોક; સાચી સાર્થક્તા એમાં સમાણી , બાકી બધું છે ફોક, દેવોને દુર્લભ દેખું, જીવન એવાં ધન્ય જ લેખું. મહેંકે દધીચિએ અસ્થિ દેવોને દીધાં, ઘડવા અસુરોનો ઘાટ; ઝેર હળાહળ પીધું શંકર, તજીને અમૃત - માંટ, કધો ત્યાગ, થયા મહાદેવ, કરે સુર મુનિવર સેવ. મહેંકેo શ્રીરામચંદ્રજીએ ત્યજી દીધું, અયોધ્યામાં રાજપાટ; સીતાની સાથે વનમાં આથડયા, ભમ્યા ગિરિ ને ઘાટ, મર્યાદાપુરૂષોત્તમ કહાવે, અભુત ત્યાગ તોલે ન આવે. મહેંકે
૪૪૬ (રાગ : ગૌરી) મને બોલાવે છે દૂર દૂર, ન જાણું, કોનો હશે એ સૂર ? ધ્રુવ નિર્જન વનનાં ઝાડનાં ઝૂડમાં, ઢળતી સંધ્યાને હોર;
ઓથે છુપાઈને વગાડે વાંસળી, ઘેલાં હૈયાનો ચોર. ન જાણું મર્મને ભેદે, ઉરને છેદે, ખોવાણી શુધ ને સાન; ભયભીત બનેલી હરણી સમી હું, ભટકું ભૂલીને ભાન . ન જાણુંo પુષ્પ થકી યે કોમળ કાળજું, ધબકે સાંભળતાં સૂર; હેલે ચડયો છે સિંધુ હૈયાનો, ઉછળે આનંદનાં પૂરાં ન જાણુંo
બિના જલસે નિકલે, શ્વાસા નહિ શરીર
પાંચ તત્વ જાકો નહિ, તાકા નામ કબીર ભજ રે મના
૨૭૪)
શ્રોતા તો ઘરમેં નહિ, વક્તા બકે સો વાદ | શ્રોતા વક્તા એક ઘર, તબ કથની કા સ્વાદ ૨૫)
કવિ ન્હાનાલાલ