________________
૪૪૩ (રાગ : શુદ્ધ સારંગ) પ્રભુ ! તારે બારણે આવ્યો, નથી ભેટસોગાદ લાવ્યો. ધ્રુવ ભેટસોગાદ ન લાવિયો શામળા! આવિયો ખાલી હાથ ! આકુળવ્યાકુળ આથવું એકલો, શોધતો તારો સાથ, ભમ્ રાન-વેરાને ઘેલો, વિઠ્ઠલ ! હવે આવજે વ્હેલો. પ્રભુત્વ સૃષ્ટિનો સરજનહાર વિશ્વભર ! દયા તણો ભંડાર, કીડીને કણ, હાથીને મણ, અન્ન તણો દેનાર; તને શું આપુ ? હું દેવા ! મારી સાચા દિલની સેવા. પ્રભુત્વ ઝાંખીને કાજે ઝૂરૂં જદુપતિ ! બીજી નથી કોઈ આશ, શાસ્ત્ર-પુરાણો સર્વ પોકારે ! જળ-સ્થળમાં તુજ વાસ; મોહન ! તારો માર્ગ નિહાળું, મળશે કો'દિ મનને વારૂં. પ્રભુત્વ ઝંઝાવાતો વચ્ચે જીવન જીવવું, દેખું નહિ કાંઈ સાર, માયાની જાળમાં જકડાયો વ્હાલા ! પાપનો વધતો ભાર; ગળ્યાં ગાત્ર ગોવિંદ ! મારાં, દરશન ક્યારે થશે તમારાં ? પ્રભુત્વ મૂર્તિ મનોહર ભાળીને ભગવદ્ ! ટળ્યા ત્રિવિધના તાપ, શરીરમાં શીતળતાં વ્યાપી, શ્વાસોચ્છવાસે જવું જાપ; નમે ચરણે શિર આ મારૂં, આખરની આંખડી ઢાળું. પ્રભુત્વ
સહુ અભુતોમાં તુજ સ્વરૂપ અદ્ભુત નીરખું, મહાજ્યોતિ જેવું નયન, શશિ ને સૂર્ય સરખું; દિશાની ગુફાઓ , પૃથ્વી, ઉડું આકાશ ભરતો, પ્રભો ! તે સૌથી યે પરમ પરમ તૂ દૂર ઊડતો. પિતા છે એકાકી, જડ સકલ ને ચેતન તણો, ગુરૂ છે, મોટો છે, જનકુલ તણો પૂજ્ય તું ઘણો; ત્રણે લોકે દેવા ! નથી તુ જ સમો અન્ય, ન થશે, વિભુરાયા ! તુંથી અધિક પછી તો કોણ જ હશે ? વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિશે વાસ વસતો, તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો; નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો, નમું કોટિ વારે, વળી પ્રભુ ! નમસ્કાર જ હજો ! અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા; મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ ! લઈ જા; તું, હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા. પિતા ! પેલો આઘે જગત વીંટતો સાગર રહે, અને વેગે પાણી સકલ નદીનાં તે ગમ વહે; વહો એવી નિત્યે અમ જીવનની સર્વ ઝરણી , દયાનાં, પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી. થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું, કૃતિ ઇન્દ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું; સ્વભાવે, બુદ્ધિથી શુભ – અશુભ જે કાંઈક કરું, ક્ષમા દૃષ્ટ જોજો, તુજ ચરણમાં નાથજી ! ધરું.
૪૪૪ (રાગ : શિખરિણી છંદ) પ્રભો ! અંતરયમી ! જીવન જીવના ! દીન-શરણા ! પિતા ! માતા ! બંધુ ! અનુપમ સખા હિતકરણા ! પ્રભા, કીર્તિ, કાન્તિ, ધન, વિભવ સર્વસ્વ જનના, નમું છું, વંદુ છું, વિમલમુખ સ્વામી જગતના !
સાધ સતી ઔર સૂરમા, ઈન કી બાત અગાધ આશા છોડે દેહકી, તિન મેં અતિકા સાધા
૨૦૨)
તનમનસો નિત કીજીએ, સંતન કા સત્કાર || યહ અસાર સંસારમેં, યહી બાત હૈ સાર રહ૩.
કવિ કહાનાલાલ
ભજરે મના