________________
૪૩૯ (રાગ : સોરઠ) નાથ ! મને નિર્બળ જાણી નિભાવો, તુજ પર દીન દાસનો દાવો. ધ્રુવ ભવસાગરમાં ક્યારનો ભટકું, શોધ્યો જડે નહિ આરો; આભમાં કાળાં વાદળ ઊમટયાં, મળશે જ્યારે કિનારો ? નાથo ડગમગ ડગમગ ડોલતી નૈયા, હરિ ! હલેસાં મારો; સંક્ટમાં મને શરણું તમારૂં, તરણી પાર ઉતારો, નાથo મંદમતિ હું કંઈ ન સમજ્યો, દેહથી નેહ વધાર્યો; સ્નેહીં, સંબંધી, સગાવ્હાલાંમાં, તુજને છેક વિસાચ. નાથo સૂરજ-ચાંદો તેજથી છલકે, એક કિરણ દરશાવો; દિલમાં ઊછળે સિંધુ દયાનો, એક બિંદુ વરસાવો. નાથo દરશન આપો દયાળુ પ્રભુ! હું વીનવું ઓથ વિનાનો; દીનદયાળ શરણાગતવત્સલ, ભેરૂ છો પંથ ભૂલ્યાનો. નાથ૦
૪૪૧ (રાગ : વિભાસ) પૂછું વિશ્વપતિ ! એક વાત, અંધારી કેમ કીધી તેં રાત ? ધ્રુવ યોગી, વૈરાગી, સંસારત્યાગી, એકચિત્તે ધરે ધ્યાન; જ્ઞાની, વિજ્ઞાની, વેદ, વેદાંતી, ભૂલે છે દેહનું ભાન , અંધારી દિવસભરના થાકે થાકેલા, અનુભવતા આરામ; તન-મનની નવી તાજગી મેળવે, નિતનું કરવાનું કામ, અંધારી કૂડ, કપટ ને કાવાદાવા કાજે, દિનને દીધાં તેજ; સૃષ્ટિની શાંતિ મૂકી જોખમમાં, શામળા ! સોચજો હેજ. અંધારી વિચાર-વમળે ગોથાં હું ખાતો, જડે ન સાચો ઉકેલ; પામર માનવી કહીને વિરામે , કેવા કુદરતના ખેલ ! અંધારી
૪૪૦ (રાગ : શુક્લ બિલાવલ) નિર્મળ નજરો નાથ ! નિરંતર આપજો, ભાળું સહમાં સગુણનો ભંડાર જો ! અવગુણ એકે અંતરમાં આવે નહિ, નિર્મળ વાણી , વર્તન ને વિચાર જો !નિર્મળo નિર્મળ દૃષ્ટિ, નિર્મળ મન જેનું સદા, શુદ્ધ હૃદયમાં વિધ્વંભરનો વાસ જો ! મઘ મઘ ફેંકે વિશુદ્ધ જીવનક્યારીઓ, ચારે કોરે ફ્લાવે સુવાસ જ ! નિર્મળo અહિત કોઈનું અંતરથી થાય નહિ, કેશવ ! માગું સર્વ તણું લ્યાણ જો ! પરપીડાને દેખી દાઝે દિલડું, માનવ જીવન કેરી મોંધી લ્હાણ જો ! નિર્મળ
૪૪૨ (રાગ : શુદ્ધ સારંગ) પ્રભુ ! ખૂબ પારખાં લેજો, થાકો તોયે હાશ ન કે'જો. ધ્રુવ નરસિંહ મહેતાને દીધાં, દામોદર ! તંબૂરો ને કરતાલ, બેટા - બેટીને અળગા કીધાં, વળાવી ઘરની નાર; કારાવાસે પુરાવા આપે, પ્રભુ ! તારાં પારખાં કાજે. પ્રભુo બાલસખા સુદામાને દીધાં, દરિદ્રતાના દાન , અન્નને વસ્ત્રની ઊણપ રાખી, ભૂલ્યા - નહિ ભગવાન; ટેકીલો ટેક ના છોડે, કોઈની આગળ હાથ ન જોડે. પ્રભુ શ્રદ્ધા રાખીને નામ સમરતાં, સરતાં સઘળાં કામ, આપદ્ વેળાએ અણનમ ઊભે, હૈયામાં રાખી હામ; સંતો ચરણે શામળો ઝૂકે, વ્હાલો નવે વિસારી મૂકે. પ્રભુ
જૈસે હિ હેમ હુતાશમેં ડારકે, ધોય વિકાર સોનાર તપાવે , વ્યોતત ર્ક્યુ દરજી પટ ફારકે, કાષ્ઠકું બાઢ સુતાર બનાવે; પાત્ર કુલાલ શિલાકર પાહન, લોહ લુહાર સુધાર હિ લાવે, ચું શિપ્યÉ ગુરુદેવ સુધારત, સો બ્રહ્માનંદ આનંદ પાવે.
તુલસી લોહા કાષ્ટ સંગ, ચલત ફિરત જળમાંહિ
બડે ન બૂડત દેત હૈ, જાકી પકડે બાંહી | ભજ રે મના
૧૦૦)
ડાભ અણી જલબિંદુઓ, સુખ વિષયન કો ચાવા ભવસાગર દુ:ખજલ ભર્યો, યહ સંસાર સ્વભાવ || ૨૦૧૦
કવિ ન્હાનાલાલ