________________
નરસી મહેતાની હૂંડી સ્વીકારી , મુનીમ બની મહારાજ! તીરથવાસીનું સ્વાગત કરીને , મૂડી સાથે દીધું વ્યાજ. ભક્તોની રણસંગ્રામમાં રથને હાંક્યો, સારથી થઈને સુધીર; ભરી સભામાં પોકાર પાડે, પૂર્યા પાંચાલી ચર. ભક્તોની આપદ વેળાએ આવે અલબેલો, ભક્તોની લેવા ભાળ; અડધી રાતે દોડે અડવાણે પાયે, વાંકો ન થાવા દે વાળ, ભક્તોની
૪૩૬ (રાગ : ધનાશ્રી) તારે દ્વારે ઊભો દીનાનાથ ! સામું જરા જોજો રે, આંખે વહે આંસુ અનરાધાર, લોચનિયાં હોજો રે. ધ્રુવ નાથ ! એક્લો સાથ વિહોણો, જીવનને આરે રે; નૌકા તરતી મેલી મઝધાર, કહો ! કોણ તારે રે? તારે તલસું જોવાને તારા દીદાર, ઝૂરું ઝાંખી માટે રે; હળવો થાશે ક્યારે હરિ ! ભાર? ઘેલો ફરું ઘાટે રે. તારે ચરાચરમાં રમી રહેલો રામ ! નથી ખૂણો ખાલી રે; ભક્તવત્સલ તમે ભગવાન ! આવ્યો હાલચાલી રે. તારેo રણ છોડાવો છો રણછોડ ! માયા ક્યારે છૂટે રે ? જેની જોડ જડે નહિ અજોડ, કે'તા વાણ ખૂટે રે. તારે અંતરજામી ! જાણો ઉરની વાત , જીવન એળે જાયે રે; ઝંખી ઝંખી ગાળું દિનરાત, દરશન ક્યારે થાય રે? તારે મૂર્તિ સુંદર શામળી શ્યામ ! જાઉં હું તો વારી રે; ભાળી, લાજે કોટિ કોટિ કામ, ઝાંખીની બલિહારી રે. તારેo
૪૩૮ (રાગ : શુક્લ બિલાવલ) ધા નાખું છું, ધરણીધર ! તુજ બારણે, પામર જનની, સાંભળજો પોકાર જો! ભવસાગરમાં ભગવાન્ ! હું ભૂલો પડયો. અલબેલા ! એક જ તારો આધાર જો !
ઘા નાખું છું ધરણીધર ! તુજ બારણે મોહજાળમાં સંપડાયો છું, શામળા ! ફાંફાં મારૂં છૂટવા માટે નાથ જો! માનવ જીવન આખું આ એળે ગયું, હારેલાનો, હરિવર, પકડો હાથ જો!
ઘા નાખું છું ધરણીધર ! તુજ બારણેo વાટડી જોતાં વ્હાણાં વર્ષોનાં વીત્યાં, ઝાંખી કાજે નિશદિન તલસે નેણ જો ! આરે આવેલી નૈયા ડૂબે નહિ, સાચવજો છે જીવનઘાતક બૅણ જો !
ધા નાખું છું ધરણીધર ! તુજ બારણેo અંત સમયમાં હરિવર ! સન્મુખ ઊભજો , મોરમુગટ ને સોહે ઉર, વનમાળ જો ! વેણુનાદે વ્રજવનિતા વિહળ બની, વનમાળી ! એ વાજો વેણ રસાળ જો !
ધા નાખું છું ધરણીધર ! તુજ બારણે
૪૩૭ (રાગ : આનંદભૈરવ) ધરી નામ અનામી અનેક, ભક્તોની સાચવે શામળો ટેક. ધ્રુવ પુંડરિકે ઈંટ ફેંકી તે ઉપર, ઊભો કેડે દઈ હાથ; જનાબાઈનાં છાણાંમાં બોલે, “વિઠ્ઠલ વિઠ્ઠલ’ નાથ. ભક્તોની સંત સખુનાં પાણીડાં ભરતો, માથે મૂકી જળહેલ, નામદેવની છાપરી છાઈ, વિધવિધ ખેલ્યા ખેલ. ભક્તોની ગિરધર ગોપાલ મીરાંબાઈના, પીધાં હળાહળ ઝેર; અમૃતના ઓડકાર આવ્યા છે, મોહનજીની હેર. ભક્તોની
દેશ ગયો પરદેશ ગયો, ધર ભેષ ગયો ચહુ ધામ રયો હૈ, કાશી ગયો અરુ નાશી ગયો, તન ઘાસી ગયો અતિ પંથ ભયો હૈ; શોક ગયો સુરલોક ગયો, વિધિલોક ગયો મન રોક ઠયો હૈ, બ્રહ્મમુનિ ઘનશ્યામકો આશ્રય, જો ન ગયો તો હું ન ગયો હૈ.
બડે બડે સબ કહત હૈ, બડે બડે મેં ફેર સરિતા સબ મીઠી લગે, સમુદ્ર ખારો ઝેર ૨૬૯૦
- કવિ ન્હાનાલાલ
મન મૂવા માયા મૂઈ, સંશય મુવા ચીર અવિનાશી તો ના મરે, તુ ક્યોં મરે કબ્બીર
૨૬૮)
ભજ રે મના