________________
૪૩૩ (રાગ : શુક્લ બિલાવલ)
ઝાંખી ક્યારે થાશે તમારી? ખૂટી હવે ધીરજ મારી. ધ્રુવ પંથ પેખી પેખી દા'ડાઓ ગાળું, રોઈ રોઈ વીતે રેન, અણમીંચી આંખડી આંસુડાં સારે, ચિત્તમાં ના મળે ચેન; વિરહ તારો વ્હાલીડા ! સાલે, કહો, હવે મળશો ક્યારે? ઝાંખી નૈવેદ્ય, ધૂપ કે દીપ ન દીધા, ન કીધાં પૂજા-પાઠ, અંતરશુદ્ધિને એકલી ઓળખી, અખંડ જપતો જાપ; પતિતોના પાવનકારી, ભૂલેલાંના ભવભયહારી. ઝાંખી સંસાર સારો થયો છે ખારો, અંતરમાં ઊઠી આગ, સ્વજન માનેલાં પરજન બનિયા, ધરતી યે ના દે માગ;
નથી ક્યાંય ઉભવા આરો, શામળિયા ! માગું સહારો. ઝાંખી
ખાન ને પાન ગમે નહિ ગોવિંદ, ઘરતો એક જ ધ્યાન, મસ્ત બનીને માધવ! મ્હાલું, વીસરી સાન ને ભાન; ગુંજે ગાને તનનો તારો, આનંદે છે આતમા મારો. ઝાંખી ભક્તવત્સલ ભગવાન કહાવે, કેમ સૂણે નહિ સાદ? આર્ત સ્વરે અલબેલા ! પોકારૂં, હરનિશ કરતો યાદ; બિરદ બાપુ ! પાળજે તારૂં, દરશન દેજે દીનદયાળુ! ઝાંખી
૪૩૪ (રાગ : માંડ)
તજી દે અભિમાન, ઘર તું ધરણીધરનું ધ્યાન; મનવા ! તજી દે અભિમાન જી. ધ્રુવ જેની ફૂંકે ફાટી પડતા, મોટા મોટા પહાડ જી; પાંપણના પલકારા માંહી, બંધ પડી ગઈ નાડ. મનવા૦
ભજ રે મના
ધરતી ફાટે મેઘ જલ, પડા ફાટે દોર તન ફાટે કી ઔષધિ, મન ફાટે નહિ ઠૌર
૨૬૬
રાવણ સરખો રાજવી જેણે, વશ કીધા સહુ દેવ જી; રામની સામે રણમાં ચડતાં, મોત મળ્યું તતખેવ. મનવા દુર્યોધનનું દૈવત કેવું ? કૃષ્ણનું માન્યું ન વેણ જી; પાંડવોને ભાગ ન દીધો, કાળનાં આવ્યાં કે'ણ. મનવા૦ ધરતી ઉપર પગ ન ધરતો, ઊડણ ભરતો આભ જી; નામનિશાનો એનાં રહ્યાં નહિ, રાડથી ગળતા ગાભ. મનવા ગરવા ગુણ ગોવિંદના ગાજે, શીખ સંતોની માન જી; નમ્યો તે તો ગમ્યો હરિને, શાણાને એ સાન, મનવા
૪૩૫ (રાગ : સિંદુરા)
તારાં શાં શાં કરૂં સન્માન, પધારો રંક દ્વારે ભગવાન ! ધ્રુવ ઝંખી ઝંખીને જીવન ગાળ્યું, રોઈ રોઈ ખૂટ્યાં નીર; આજે નહિ તો આવશે કાલે, દેતો હૈયાને ધીર. તારા આશાને તાંતણે લટક્યો નિરંતર, જોજો તૂટે નહિ તાર; જીવનમરણ વચ્ચે ઝોલાં હું ખાતો, હજુ છે કેટલી વાર ? તારા૦ ઉર આવાસમાં માંડયાં સિંહાસન, પ્રેમે પધારો પાટ;
જીવનજ્યોત જલાવીને વ્હાલા ! અજવાળું તમ વાટ. તારા પ્રેમ-પોદકે ધોઉં પાવલિયાં, દરશનથી દુઃખ જાય, તાપ ત્રિવિધના ટળતા પલકમાં, આનંદ ઉર ઊભરાય. તારા જન્મમરણની ઘાંટી ટળે ને, ભવની ભાંગે ભૂખ, આખરની આંખડી આજ ઢાળું, ભાળી મોહનનું મુખ. તારા કપરી કસોટી કરશો ન કેશવ ! હવે નથી રહીં હામ; અમીઝરતી આંખે નિહાળો, દેખાડો અનુપમ ધામ. તારા
કથની બકની છોડ દે, રહની સે ચિત્ત લાય નિરખી નીર પીયે બિના, કબહુ પ્યાસ ન જાય
૨૬૦
કવિ ન્હાનાલાલ