________________
૪૨૬ (રાગ : શુક્લ બિલાવલ) આંખલડી અલબેલા ! એવી આપજો, નેહ-નીતરતાં નિત નિત નીરખું નેન જો !. દરશન વિના પળ જુગ જેવી લાગતી, ચિતડાં માંહે ઘડી ન પડતું ચેન જો! ધ્રુવ મીટ માંડીને સામે ઉભો જ્યાહરે, મોહનવરનું ભાળું મલકતું મુખ જો ! આધિ, ઉપાધિ ને વ્યાધિ વીસરી જતો, ભવભવની મુજ ભાંગી જાયે ભૂખે જો! આંખ૦ દૃષ્ટિ દામોદર ! ટૂંકી કરશો ના કદી, પગથારે તારે છોડું હું પ્રાણ જો ! આંખ વિનાનું જીવન ધૂળ સમું બને , વિનયવિહોણી વરવી જેવી વાણ જો ! આંખ) સૂરદાસનું વ્યર્થ જીવ્યું સંસારમાં, પાંખ વિહોણા પંખી-શા બેહાલ જો ! અટૂલો-એકલડો અટવાતો ભૂ પરે, જેવું કાજળ ટપકું ગોરે ગાલ જો ! આંખo જન્મ દીધો તો જાળવજો જીવ્યા લગી, ભવ-વનમાં ભૂલ્યાનો પકડી હાથ જો! પામર પ્રાણી પાને પ્રભુ ! તારે પડયો, નિભાવજો શામળિયો ! દઈને સાથ જો! આંખ૦
૪૨૮ (રાગ : પૂર્વકલ્યાણ) એક જ આશા હો નાથ ! અમારી એક જ આશા. ધ્રુવ પ્રાત:કાળે સ્નાન કરીને , નમીએ જોડી હાથ; મનની મલિનતા દૂર કરીને, નિર્મળ કરજો નાથ. અમારી નિત્ય નીરોગી રહીએ શરીરે, ચાહીએ જગ-કલ્યાણ; માતપિતા, ગુરૂ, દેશસેવામાં, પરોવીએ નિજ પ્રાણ. અમારી અજ્ઞાન-તિમિર ટાળી અંતરમાં, જ્ઞાનજ્યોતિ પ્રગટાવ; કાપી કાયરતા શક્તિ તું દેજે, રૂઝાવા ઘાયલ ઘાવ. અમારી કુસંપને જળમૂળથી છેદી, ઐક્ય અમી વરસાવ; ભેદ ભુલાવી આપો અલબેલા ! સમષ્ટિ સમભાવ. અમારી પ્રાણ જતાંયે સાચું વદીએ , સ્વાશ્રયી બનીએ આપ; નીતિને પંથે પ્રેરો દયાળુ ! હે જગપાલક બાપ ! અમારી
૪૨૭ (રાગ : ભૈરવી) ઉતારો પેલે પાર, દયામય ! ઉતારો પેલે પાર, ધ્રુવ ભરદરિયે આ હોડલી મારી હાલમડોલમ થાય; પ્રચંડ વેગથી લોઢ ઊછળતા, થર થર કંપે કાય. દયામય ઘોર અંધારી રાતલડી, હું ભૂલ્યો દિશાનું ભાન; અભય મારગે ખેડોને નાવડી, હાથ ધરીને સુકાન, દયામયo
જ્યાં જોઈએ ત્યાં સઘળે ભાસે, જળજળ બંબાકાર; અટૂલો એક્લડો ઊભો અલબેલા ! એક જ તારો આધાર. દયામય કાળ કરાળ ઊભો મુખ ફાડી, ઓ ડૂબી, ઓ ડૂબી, નાથ ! આપદ્ વેળા આવી અણધારી, હરિવર ! ઝાલો હાથ. દયામય
૪૨૯ (રાગ : માંડ) કાળનાં આવ્યાં કે'ણ, ઢાળી દેવાં પડશે નેણ;
સંતો, કાળનાં આવ્યાં કે ‘ણ જી. ધ્રુવ દાંત ખખડયા, ચરણ લથડયાં, તેજ ખોયાં નેણ; ગાન ગળિયાં , આવ્યાં પળિયાં, ચિત્તમાં નહિ એન. સંતો કાળ કુહાડો કરમાં લઈને, ઊભો ફાડીને મુખ જી; કરણી પ્રમાણે કામના ળશે, ભોગવશો સુખ:દુ:ખ, સંતો કૂડકપટમાં જીવન ગાળ્યું, કીધાં ન ઊજળાં કામ જી; જમડા ઝડપી પાસે પલકમાં, રટી લેને રામનામ, સંતો પાપ ને પુણ્યનું ભાથું ભરીને, પંથે કરવા પ્રયાણ જી ! સાચા સંતોની શિખ સુણે તેનું, તરશે જીવન-વ્હાણ. સંતો
સમય બડા અનમોલ હૈ, સમય ન હાટ બિકાય || તીન લોક સંપદ દિયે, બીતા સમય ન પાય || ૨૬.
કવિ ન્હાનાલાલ
આંખો સે આભા ઘટી, ભઈ લટપડી દેહ
ફિર ભી નિશદિન કર રહા, તૃષ્ણા સે હી નેહ || ભજ રે મના
૨૬૨)