________________
૪૨૨ (રાગ : રામક્રી)
હરિ હરિ રટણ કર, કઠણ કળિકાળમાં, દામ બેસે નહીં કામ સરશે; ભક્ત આધીન છે, શ્યામ સુંદર સદા, તે તારાં કારજ સિદ્ધ કરશે. ધ્રુવ અલ્પસુખ સારુ શું મૂઢ ફૂલ્યો ફરે ? શીશ પર કાળ રહ્યો દંત કરડે; પામર, પલકની ખબર તુજને નહીં, મૂઢ શું જોઈને મૂછ મરડે. હરિ પ્રૌઢ પાપે કરી, બુદ્ધિ પાછી ફરી, પરહરી થડ શું ડાળે વળગ્યો ? ઈશને ઈ છે નહીં જીવ પર, આપણે અવગુણે રહ્યો રે અળગો. હરિ પરપંચ પરહરો સાર હૃદયે ઘરો, ઉચ્ચરો હરિ મુખે અચળ વાણી; ‘નરસૈયા’ હરિતણી ભક્તિ ભૂલીશ મા, ભક્તિ વિના બીજું ધૂળધાણી, હરિ
૪૨૩ (રાગ : ગરબી)
હળવે હળવે હળવે પ્રભુજી, મારે મંદિર આવ્યા રે; મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે. ધ્રુવ
કીધું કીધું કીધું મુજને, કાંઈક કામણ કીધું રે; લીધું લીધું લીધું મારું, ચિતડું ચોરી લીધું રે. હળવે
જાગી જાગી જાગી હું તો, હરિ મુખ જોવા જાગી રે; ભાગી ભાગી ભાગી મારા, ભવની ભાવટ ભાગી રે. હળવે કુલી કુલી કુલી હું તો, હરિમુખ જોઈને કુલી રે; ભૂલી ભૂલી ભૂલી મારા, ઘરનો ધંધો ભૂલી રે. હળવે
પામી પામી પામી હું તો, મહા પદવીને પામી રે; મળિયો મળિયો મળિયો મહેતા, ‘ નરસૈયા'નો સ્વામી રે. હળવે
ગીત પઢ્યો, જગ રીત પઢ્યો, નૃપ નિત પઢ્યો તન રંગ ચઢ્યો હૈ, ભાસ પઢ્યો અનુપ્રાસ પઢ્યો, રસ રાસ રુ ન્યાય પ્રકાસ દ્રઢ્યો હૈ; કેદ પડ્યો બહુ ભેદ પડ્યો, સબ વેદ પડ્યો પઢી માન બઢ્યો હૈ, બ્રહ્મમુનિ ઘનશ્યામકે નામકું, જો ન પઢ્યો તો કછુ ન પડ્યો હૈ.
ભજ રે મના
સંત તુલ્ય સુજતા નહીં, બ્રહ્મ તુલ્ય નહીં ભોગ ભક્તિ સમ ભૂષણ નહી, કામ તુલ્ય નહીં રોગ
૨૫૮
૪૨૪ (રાગ : ગરબો)
บ
હાં રે આજની ઘડી તે રળિયામણી રે; મારો વા'લોજી આવ્યાની વધામણી હો જીરે.ધ્રુવ હાં રે તરિયા તોરણ તો બંધાવિયાં રે; મારા વાલાજીને મોતીડે વધાવિયા હો જી રે.આજ હાં રે કંકુ કેસરની ગાર કરાવીયે રે; ઝીણી કસ્તુરીની ચોકડી પડાવિયે હો જી રે.આજ હાં રે લીલા-પીળા વાંસ તો વઢાવિયે રે; મારા વાલાજીનો મંડપ બનાવિયે હો જી રે.આજ૦ હાં રે પૂર્યો પૂર્યો સુહાગણ સાથિયો રે; વા'લો આવે મલકતો હાથિયો હો જી રે.આજ હાં રે ગંગા-જમુનાનાં નીર મંગાવિયે રે; મારા વા'લાજીના ચરણ પખાળિયે હો જી રે.આજ હાં રે સોનારૂપાની થાળી મંગાવિયે રે; માંહે ચમકતો દીવડો મેલાવિયે હો જી રે.આજ૦ હાં રે તન, મન, ધન, એને ઓવારિયે રે; મારા વા'લાજીની આરતી ઉતારિયે હો જી રે.આજ હાં રે રસ લાધ્યો અતિ બહુ મીઠડો રે; મે'તા ‘ નરસૈયા’નો સ્વામી દીઠડો હો જી રે.આજ
૪૨૫ (રાગ : પ્રભાતિયું)
હું ગોવાલણ તારી રે કાનુડા ! મોરલીએ લલચાણી રે. ધ્રુવ હરખે માથે ઇંઢોણી લીધી, ભરવાને ચાલી પાણી રે; ગાગર બદલે મેં તો ગોળી રે લીધી, આરાની હું અજાણી રે. હું ગાય વરાહે મેં તો ગોધો રે બાંધ્યો, દોહવાની હું અજાણી રે; વાછરું વરાહે મેં તો છોકરાં બાંધ્યા, નેતરાં બાંધ્યા તાણી રે. હું રવાયા વરાહે મેં તો ધોંસરું રે લીધું, વલોવાની હું અજાણી રે; નેતરા વરાહે મેં તો રાશ રે લીધી, દૂધમાં રેડ્યાં પાણી રે. હું ઘેલી ઘેલી મને સૌ કોઈ કહેતું, ધેલી રંગમાં રેલી રે; મને મળ્યાં ‘નરસિંહ'ના સ્વામી, પ્રીત પુરાણી બંધાણી રે. હું
જબ લગ નાતા જગત કા, તબ લગ ભગત ન હોય નાતા તોડે હરિ ભજે, ભગત કહાવૈ સોય
૨૫૯
નરસિંહ મહેતા