________________
૪૧૮ (રાગ : રામકી) સમરને શ્રી હરિ, મેલ મમતા પરી, જોને વિચારીને મૂળ તારું; તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો ? વગર સમજે કહે મારૂ મારૂ. ધ્રુવ દેહ તારી નથી, જો તું જુગતે કરી, રાખતાં નવ રહે નિચે જાયે; દેહ સંબંધ તજે, નવાનવા બહુ થશે, પુત્ર, ક્ષત્ર , પરિવાર વહાએ, સમરને૦ ધન તણું ધ્યાન તું અહોનિશ આદરે, એ જ તારે અંતરાય મોટી; પાસે પિયુ અલ્યા, તેને નવ પરખિયો, હાથથી બાજી ગઈ, થયો ખોટી. સમરને ભરમનિદ્રાભર્યો, ઘેનમાં ઘેરિયો, સંતના શબ્દ સુણી કાં ન જાગે ? જાગ તું નરસૈયા' લાજ છે અતિ ઘણી , જન્મોજન્મ તારી ખાંત ભાગે. સમરને
૪૨૦ (રાગ : દેશી ઢાળ) સુખદુ:ખ મનમાં ન આણિયે, ઘટ સાથે રે ઘડિયાં; ટાળ્યાં તે કોઈનાં નહીં ટળે, રઘુનાથનાં જડિયા. ધ્રુવ નળરાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી; અર્થે વચ્ચે વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી. સુખદુ:ખ૦ પાંચ પાંડવ સરખા બંધવા, જેને દ્રૌપદી રાણી; બાર વરસ વન ભોગવ્યાં, નયણે નિદ્રા ન આણી. સુખદુ:ખ૦ સીતાજી સરખી સતી નહીં, જેના રામજી સ્વામી; રાવણ તેને હરી ગયો, સતી મહા દુ:ખ પામી. સુખદુ:ખo રાવણે સરખો રાજિયો, જેની મંદોદરી રાણી; દશ મસ્તક છેદાઈ ગયો, બધી લંકા લૂંટાણી . સુખદુ:ખo હરિશ્ચંદ્રરાય સતવાદિયો, તારા લોચનની રાણી; તેને વિપત્તિ બહુ પડી, ભર્યા નીચ ઘેર પાણી . સુખદુ:ખ૦ દુ:ખ પડ્યું સર્વ દેવને, સમર્યા અંતરજામી; ભાવટ ભાંગી ભૂધરે, મહેતા ‘નરસૈનો' સ્વામી. સુખદુ:ખ૦
૪૧૯ (રાગ : પ્રભાત) સાંભળ સૈયર સુરતા ધરીને, આજ મેં એને દીઠો રે; જે દીઠો તે દીઠા જેવો, અમૃત સરખો અતિ મીઠો રે. ધ્રુવ દષ્ટ ન આવે નિગમ જે ગાવે, વાણીરહિત વિચાર્યો રે; સત્ય અનંત અગોચર કહીએ , નવધાથી પણ ન્યારો રે. સાંભળo નવધામાં તો નથી નિવેડો, દશધામાં દેખાશે રે; અજર અમર સુખના રસ એવા, પ્રેમીજનને પાશે રે. સાંભળo
જ્યાં લગી જેમ છે તેમનો તેમ છે, વધે ઘટે નહિ વ્હાલો રે; આવે ન જાય, ન જાય ન આવે, નથી ભર્યો નથી ઠાલો રે. સાંભળo અદ્વૈત બ્રહ્મ અનુપમ લીલા, અસંખ્ય જગનો એવો રે; જોગ જગન જપથી દુર્લભ, વળી જેવો માને તેવો રે. સાંભળo પરાત્પર પૂર્ણાનંદ પોતે, અપરમ ગત છે એની રે; એ પદ ક્ષર અક્ષરની ઉપર, ચિત્તમાં જો તું ચેતી રે. સાંભળo હું તું મટશે, દુગ્ધા ટળશે , નિર્ભય થાશે નીરખી રે; નરસૈયા'નો સ્વામી પામી, ઈંડામાં હું હરખી રે. સાંભળ૦
મન મુંગુ, મન લોભિયું, મન ચંચળ ને ચોર
અટકચાળુને આળસુ, ઘેલું મનડું હરાયું ઢોર || ભજ રે મના
૨૫
૪૨૧ (રાગ : આશાવરી) હરિભક્તિ વિના જે જન જીવે, તેનો જાયે અફળ અવતાર રે; તુલસીની માળા તિલક વણ પાખે, બીજા જૂઠા શણગાર રે. ધ્રુવ દશ માસ માતા મહા દુ:ખ પામી, અકરાજ ખરભાર રે; દેહ ધરીને હરિનો દાસ ન કહાવ્યો, તેની જનનીને ધિક્કાર રે. હરિ. હરિભક્ત જેને નહિ વહાલા , તેને કૃપા નહિ નિરધાર રે; ‘નરસૈયા'ના સ્વામી વિના બીજા, અનેક ધર્મ વ્યભિચાર રે. હરિ
નયના દેત બતાય સબ, જીયકો ભેદ અભેદ | જૈસૈ નિર્મલ આરસી, ભલી બુરી કહ દેતા ૨૫૦૦
નરસિંહ મહેતા