________________
૪૧૪ (રાગ : પ્રભાતિયું)
વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે;
પરદુઃખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે રે. ધ્રુવ સકળ લોકમાં સૌને વંદે, નિંદા તે ન કરે કેની રે; વાચ કાછ મન નિશ્ચળ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે. વૈષ્ણવ સમદૃષ્ટિ અને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે; જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે, વૈષ્ણવત મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે;
રામનામ શું તાળી રે લાગી, સકલ તીરથ તેના તનમાં રે, વૈષ્ણવ
વણલોભી ને કપટરહિત જે, કામ ક્રોધ નિવાર્યાં રે;
ભણે ‘ નરસૈયો’ તેનું દરશન કરતાં, કુળ એકોતેર તાર્યાં રે. વૈષ્ણવ૦ ૪૧૫ (રાગ : દેશી ઢાળ)
વૈષ્ણવ જનને વિષયથી રે ટળવું, હળવું માંહીથી મન રે; ઈંદ્રિ' કોઈ અપવાદ કરે નહિ, તેને કહીએ વૈષ્ણવ જન રે. ધ્રુવ કૃષ્ણ કૃષ્ણ કહેતાં કંઠે સૂકે, તોયે ન મૂકે નિજ નામ રે;
શ્વાસોશ્વાસે સમરણ કરતાં, કીયે ન વ્યાપે કામ રે. વૈષ્ણવ૦ અંતરવૃત્તિ અખંડ રાખે, ધરે શ્રીકૃષ્ણનું ધ્યાન રે; વ્રજવાસીની લીલા ઉપાસે, બીજું સુણે નહિ કાન રે. વૈષ્ણવ જગશું તોડે ને જોડે પ્રભુશું, જંગશું જોડે પ્રભુસે તૂટી રે; તેને કોઈ વૈષ્ણવ ના કહેશો, જમડા લઈ જાશે કૂટી રે. વૈષ્ણવ૦ કૃષ્ણ વિના કાંઈ અન્ય ન દેખે, જેની વૃત્તિ કૃષ્ણાકાર રે; વૈષ્ણવ કહાવે ને વિષયો ન જાવે, તેને વારંવાર ધિક્કાર રે. વૈષ્ણવત વૈષ્ણવને તો વહાલું લાગશે, કૂડિયાને લાગે કાચું રે;
* નરસૈં’ના સ્વામીને લંપટ નહિ ગમે, સાંભળો કહું છું સાચું રે. વૈષ્ણવ૦
ભજ રે મના
જો હાનિ ન કર શકે, દુશ્મન દ્વેષી બોય અધિક હાનિ નિજ મન કરે, મન મેલા જો હોય
૨૫૪
૪૧૬ (રાગ : માંડ)
શાંતિ પમાડે, તેને તો સંત કહીએ; એના દાસના દાસ થઈને રહીએ. ધ્રુવ વિધાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું ત્યારે, મહેતાનો માર શીદ ખાઈએ ? શાંતિ કીધા ગુરુજીને બોધ નવ આપે ત્યારે, તેના ચેલા તે શીદ થઈએ ? શાંતિ વૈદની ગોળીએ દુઃખ નવ જાય, ત્યારે તેની ગોળી તે કેમ ખઈએ ? શાંતિo લીધા વળાવા ને ચોર જ્યારે લૂંટે, ત્યારે તેની સોબતે શીદ જઈએ ? શાંતિ કલ્પવૃક્ષ સેવીએ ને દારિદ્રય ઊભે, ત્યારે તેની છાયામાં નવ રહીએ ? શાંતિ રાજાની નોકરીમાં ભૂખ નવ ભાગે, ત્યારે તેની વેઠે તે શીદ જઈએ ? શાંતિ નામ અમૂલ્ય મારા ગુરુએ બતાવ્યું, ને તે તોં ચોટ્યું છે મારે હૈયે. શાંતિ મહેતા ‘નરસૈયા'ની વાણી છે સારી, તો શામળાને શરણે જઈએ. શાંતિ
૪૧૭ (રાગ : કાફી)
શેરી વળાવીને સજ્જ કરૂં, ઘેર આવોને, એવી શેરીએ પથરાવું ફૂલ, પ્રભુ ! ઘેર આવોને.
ઉતારા દેશું ઓરડા, ઘેર આવોને, દેશું દેશું મેડીનાં મોલ, પ્રભુ ! ઘેર આવોને. પોઢણ દેશું ઢોલિયા, ઘેર આવોને, દેશું દેશું હિંડોળાખાટ, પ્રભુ ! ઘેર આવોને. દાતણ દેશું દાડમી, ઘેર આવોને, દેશું દેશું કરેણી કાંબ, પ્રભુ ! ઘેર આવોને નાવણ દેશું કુંડિયું, ઘેર આવોને, દેશું દેશું ગંગાજીનાં નીર, પ્રભુ ! ઘેર આવોને. ભોજન દેશું લાપસી, ઘેર આવોને, દેશું દેશું સાકરિયો કંસાર, પ્રભુ ! ઘેર આવોને. મુખવાસ દેશું એલચી, ઘેર આવોને, દેશું દેશું સોપારી-પાન, પ્રભુ ! ઘેર આવોને. “ નરસૈં”ના સ્વામી શામળા, ઘેર આવોને, અમને રંગે રમાડવા રાસ, પ્રભુ ! ઘેર આવોને.
નહીં શીંગ નહીં પૂછડું, નહીં કર પદ્મ નિશાન વચનથી વરતાય છે, અકુલીન કે કુળવાન
૨૫૫
નરસિંહ મહેતા