________________
૪૧૦ (રાગ : પ્રભાત) માહરે તો તાહરા નામનો આશરો, તું વિના સહાય કોણ કરશે મારી ? દીનબંધુ હે દયાળ દામોદરા, આવ્યો અવસર હવે લે ઉગારી. ધ્રુવ આજ તું ભક્તની લાજ લક્ષ્મીવર, રાખ કરૂણાકર બિરદ ધારી; તારે તો સેવક કોટી છે શામળા, મારે તો એક જ આશ તારી. માહરેo માન-અપમાન હવે નથી રહ્યું જરી, ભૂપતિ ભોળવ્યો કામ કીજે; રાખીએ નાથ અનાથને દુ:ખ થકી, આશ અનંત તુજ નામ લીજે. માહરેo નાથ તું અનાથનો શાખ શાસ્ત્રો પૂરે, વાત વિસ્તારમાં વાર લાગે; કૃત્ય કીધાં રખે આજ સંભારતો, હું મતિમંદ અજ્ઞાન આગે. માહરેo રાયને માન વાંધ્યું દીસે અતિ ઘણું, તે તમે ચિત્ત ધરો નાથ મારા; ભણે નરસૈયો ' ભૂતળ વિશે અવતરી, હું તો હરનિશ ગુણ ગાઉં તારા . માહરેo
૪૧૨ (રાગ : ઝૂલણા) રામ સભામાં અમે રમવાને ગ્યાં'તાં. પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પૂરણ પાયો. ધ્રુવ પહેલો પિયાલો મારા સગુરુએ પાયો, બીજે પિયાલ રંગની રેલી, હરિનો રસ પૂરણ પાયો. રામ ત્રી પિયાલો મારા રોમે રોમે વ્યાપ્યો. ચોથે પિયાલે થઈ છું ઘેલી, હરિનો રસ પૂરણ પાયો. રામ રસબસ એક રૂપ થઈ રસિયાની સાથે, વાત ન સૂઝે બીજી વાટે, હરિનો રસ પૂરણ પાયો, રામ મોટા જોગેશ્વર જેને સ્વપ્ન ન આવે, તે મારા મંદિરિયામાં હાલે, હરિનો રસ પૂરણ પાયો. રામ અખંડ હેવાતણ મારા સદગુરુએ દીધાં, અખંડ સૌભાગી અમને કીધાં, હરિનો રસ પૂરણ પાયો, રામ ભલે મળ્યા રે મહેતા ‘નરસિંહ’ના સ્વામી, દાસી પરમ સુખ પામી, હરિનો રસ પૂરણ પાયો. રામ
૪૧૧ (રાગ : પરજ) રઝળતી રાંડના રડવળે છોકરાં, કોણ શિક્ષા દઈ ઠોર આણે ? અંધ ગુરુએ વળી નિરંધ ચેલા કર્યા, બ્રહ્મની વાત તે શું રે જાણે ? ધ્રુવ ભરમે ભૂલ્યા દીસે, આનંદે આથડે, સત્ય વસ્તુ ન સમજે પિછાણે; સ્વપ્નના સુખને સાચું માની રહ્યા, પાસે છે દૂર પ્રભુ, ને વખાણે. કોણo મૂરખ મમતા ધરે, ભૂતળ ભમતા , મન રીઝવ્યા કરે કર્મકાંડે; સુખ શ્રીમંતના રાંક સમજે નહીં, વાદ કરે ને વિષયો વખાણે. કોણ૦ નિર્ગુણ નાથને નિરખી તો ના શક્યા, સગુણને પણ સેવી ન જાણે, ચેતન નિંદા કરે, જગ વંદ્યા કરે, ભૂલ્યા ફ ને ભિન્ન ભાવ આણે. કોણo અગમ ગુરુ થકી નિગમ શિષ્ય નીપજ્યાં, બ્રહ્મની વાતનો ભેદ જાણે; પાસે છે અન્ય ગણી અળગો દેખ્યા કરે, ‘ નરસૈયા’ પાસું કોણ તાણે. કોણo
૪૧૩ (રાગ : રામકી) રાત રહે જ્યાહરે, પાછલી ખટ ઘડી, સાધુ પુરુષને સૂઈ ન રહેવુ; નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ, એક તું એક તું એમ કહેવું. ધ્રુવ જોગિયા હોય તેણે જોગ સંભાળવા , ભોગિયા હોય તેણે ભોગ તજવા; વેદિયા હોય તેણે વેદ વિચારવા, વૈષ્ણવ હોય તેને કૃષ્ણ ભજવા. રાતo સુકવિ હોય તેણે સંદ્રગ્રંથ બાંધવા, દાતાર હોય તેણે દાન કરવું; પતિવ્રતા નારીએ કંથને પૂછવું, કંથ કહે તે બધું ચિત્ત ધરવું. રાતo આપણે આપણા ધર્મ સંભાળવા , કર્મનો મર્મ લેવો વિચારી; ‘નરર્સ ’ના સ્વામીને સ્નેહથી સમરતાં, ફરી નવે અવતરે નર-નારી. રાતo
પ્રભુ પ્રભુ લય લાગી નહિ, પડ્યો ન સદગુરુ પાય. દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય.
૨૫)
તનની ચિંતા શીદ કરે, મનની કર તજવીજ મન સુધરે તન સુધરસે, મનમાં તનનાં બીજ || ૨૫)
નરસિંહ મહેતા
ભજ રે મના