________________
૪૦૭ (રાગ : માલકોષ) મને હરિગુણ ગાવાની ટેવ પડી; મારા નાથને મૂકુંના એક ઘડી, ધ્રુવ વીંધાયું મને મુજ ના રહે અળગું, પ્રભુ સાથે મારે પ્રીત જડી, મને એ વિણ અન્ય હવે નવ રૂચે, ચિંતામણિ મુજ હાથે ચડી. મને ભણે ‘ નરસૈયો ' પ્રભુ ભજતાં એમ, ભવભય ભમણા સઘળી ટળી. મને
તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની માંહે; આ શહેરમાં એવું કોણ છે રે, જેનું શામળશા શેઠ એવું નામ રે, શામળા નથી બ્રાહ્મણ નથી વાણિયો, નથી ચારણ, નથી ભાટ; લોક કરે છે ઠેકડી રે, નથી શામળશા શેઠ એવું નામ રે, શામળo તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની બહાર; વેશ લીધો વણિકનો રે, મારું શામળશા શેઠ એવું નામ રે. શામળા ઠંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ; રૂપિયા આપું રોકડા રે, મારૂં શામળશા શેઠ એવું નામ રે, શામળા હૂંડી સ્વીકારી વહાલે શામળે, વળી અરજે કીધાં કામ; ‘મહેતાજી ' ફી લખજો રે, મુજ વાણોતર સરખાં કામ રે. શામળાo
૪૦૮ (રાગ : હૂંડી) મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી; મારી હૂંડી શામળિયાને હાથ રે, શામળા ગિરધારી. ધ્રુવ રાણાજીએ રઢ કરી, વળી મીરાં કેરે કાજ; ઝેરના પ્યાલા મોલ્યા રે, વહાલો ઝેરના જારણહાર રે, શામળા સ્થંભ થકી પ્રભુ પ્રગટિયા, વળી ધરિયા નરસિંહ રૂપ; પ્રહલાદને ઉગારિયો રે, વહાલે માર્યો હરણાકંસ ભૂપ રે, શામળા ગજને વહાલે ઉગારિયો, વળી સુદામાની ભાંગી ભૂખ; દોહલી વેળાના વાલમા રે, તમે ભક્તોને ઘણાં આપ્યા સુખ રે, શામળાવ પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીનાં પૂર્યાં ચીર; નરસિંહની હૂંડી સ્વીકારજો રે, તમે સુભદ્રાબાઈના વીર રે, શામળા ચાર જણા તીરથવાસી ને વળી રૂપિયા છે સો સાત; વહેલા પધારજો દ્વારિકા રે, એને ગોમતી ન્હાયાની ઘણી ખાંત રે, શામળો) રહેવાને નથી ઝૂપડું, વળી જમવા નથી જુવાર; બેટો બેટી વળાવિયાં રે, મેં તો વળાવી ઘર કેરી નાર રે. શામળાવ ગરથ મારૂં ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર; સાચું નાણું મારે શામળો રે, મારે દોલતમાં ઝાંઝ પખાજ રે, શામળા)
૪૦૯ (રાગ : પ્રભાત) મારું રે મહિયર માધવપુરમાં, મન મથુરા નગરમાં ;
વેલડી જોડો, તો મળવા જઈએ રે. ધ્રુવ પાંચ તત્ત્વની વહાલે વેલડી બનાવી રે,
ઘડનારો ઘટમાંહી રે. મારૂં ઓહંગ-સોહંગ ધોરી લીધા છે જોડી વહાલે,
આપ બેઠો ને આપ હાંકે રે. મારૂં સાસરિયાનાં રૂક્યાં અમે, મહિયરિયે કેમ રહિયે વહાલા ?
નિર્લજ નાર કહેવાઇએ રે, મારૂં દેરાણી-જેઠાણી મારાં હેરણાં તે હેર વહાલા;
એ વઢકારીને કોઈ વારો રે, મારૂં ‘નરર્સ મહેતા'નો સ્વામી વહાણલિયે આવે વહાલો,
મહિયરિયે મલપતાં જઈએ રે, મારૂં.
ઝાકળ જળ આ જગતને, મનનું નિશ્ચય ધાર
ઉઠી જાશે રવિ ઉગતા, પળ નહી લાગે વાર | ભજરેમના
૨૫૦
સુપના સમ સંસારને, માની લે મન સાથ || જાગીને દેખીશ તો, કાંઈ ન આવે હાથ ર૫૧
નરસિંહ મહેતા