________________
૪૦૫ (રાગ : પ્રભાતિયું) ભૂતળ ભક્તિપદારથ મોટુ, બ્રહ્મલોકમાં નાહીં રે; પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહીં રે. ધ્રુવ હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે; નિત્ય સેવા, નિત્ય કીર્તન ઓચ્છવ, નીરખવા નંદકુમાર રે. ભૂતળo
ભરતખંડ ભૂતળમાં જનમી, જેણે ગોવિંદના ગુણ ગાયા રે; ધન ધન રે એના માતાપિતાને, સફળ કરી એણે કાયા રે. ભૂતળ૦ ધન વૃંદાવન , ધન એ લીલા, ધન એ વ્રજનાં વાસી રે; અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે ઊભી, મુક્તિ છે એમની દાસી રે. ભૂતળo એ રસ સ્વાદને શંકર જાણે, કે જાણે શુક જોગી રે; કાંઈ એક જાણે વ્રજની ગોપી, ભણે નરસૈયો' ભોગી રે. ભૂતળo
૪૦૩ (રાગ : પ્રભાતી) બાપજી ! પાપ મેં કવણ કીધાં હશે ? નામ લેતાં તારું નિદ્રા આવે; ઊંઘ-આલસ્ય-આહાર મેં આદર્યા, લાભ વિના લવરી કરવી ભાવે. ધ્રુવ દિન પૂંઠે, દિન તો વહ્યા રે જાય છે, દુર્મતિનાં ભર્યા રે ડાલાં; ભક્તિ-ભૂતળ વિષે નવ કરી તાહરી, ખંડ્યાં સંસારનાં થોથાં ઠાલાં. બાપજી દેહ છે જાઠડી, કરમ છે જાઠડાં, ભીડભંજન તાહરું નામ સાચું; ફ્રી ફ્રી વરણવું શ્રીહરિ તુજને, પતિતપાવન તારું નામ જાચું. બાપજી તારી કરુણા વિના, કૃષ્ણ કોડામણા , કળ અને વિકળનું બળ ન ફાવે; ‘નરસૈયા' રંક ને ઝંખના તાહરી, હાથ-બેડી ભાંગો શરણ આવે. બાપજી
૪૦૪ (રાગ : માંડ) ભજનનો વેપાર, હરિ! તારા નામનો આધાર; બેડલી ઉતારે ભવપાર, કર મન ! ભજનનો વેપાર, ધ્રુવ પ્રથમ સમરૂં ગણપતિ, સરસ્વતીને લાગું પાય જી; દેવના ગુરૂ દેવને સમરું (૨), જ્ઞાની જ્ઞાન બતાય ! કર૦ હાડ જલે જેમ લાકડાં અને બાલ જલે જેમ ઘાસ જી; કંચનવરણી કાયા જલશે (૨), કોઈ ન આવે પાસ. કર૦ શેરી લગણ તો સુંદરી, ને ઝાંપા લગણ માબાપ જી; તીરથ સુધી બંધવો ભાઈ (૨), ખોળીને બાળે હાડ. કર૦ માતા તારી જનમ રોશે, વ્હેની બારે માસ જી; તેર દિવસ તારી ત્રિયા રોશે (૨), જાશે ઘરની બહાર. કર૦
જ્યાં સરોવર નર ભરિયાં, પ્રથમ ન બાંધી પાળ જી; નીર સઘળાં વહી જાશે (૨), પાછળથી પસ્તાય. કરn મારું મારું મિથ્યા જાણો , જૂઠો જગ-વહેવાર જી; * નરસૈયા'ના નાથને ભજી લે (૨), ઉતારે ભવપાર. કરો
૪૦૬ (રાગ : પ્રભાતિ) ભોળી રે ભરવાડણ, હરિને વેચવાને ચાલી રે; ગિરિવરધારીને ઉપાડી, મટુકીમાં ઘાલી રે. ધ્રુવ શેરીએ શેરીએ સાદ પાડે, કોઈને લેવા મુરારિ રે; નાથ અનાથનો વેચે ચૌટા વચ્ચે, આહિરનારી રે. ભોળી વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રે; મટુકી ઉતારીને જોતાં, મૂછ સૌને લાગી રે. ભોળી બ્રહ્માદિક ઈંદ્રાદિક સરખા, કૌતક ઊભા પેખે રે; ચૌદ લોકમાં ન માય તે, મટુકીમાં બેઠેલા દેખે રે, ભોળી ભક્તજનોનાં ભાગ્યે વ્રજમાં, પ્રગટ્યાં અંતરજામી રે; દાસલડાને લાડ લડાવે, ‘નરસૈયા'નો સ્વામી રે. ભોળી
માયા માથે શીંગડા, લાંબા નવ નવ હાથ
આગે મારે શીંગડે, પીછે મારે લાત ભજ રે મના
૨૪૮)
વિપત પડે ના વલખીયે, વલખે વિપત ન જાય વિપતે ઉદ્યમ કીજીએ, ઉધમ વિપતને ખાય ૨૪૦
નરસિંહ મહેતા