________________
૩૯૯ (રાગ : પ્રભાતી) પ્રાતઃ સમે રવિ ઊગ્યા પહેલાં, જો રસના મુખ રામ કહે; હાં...રે કૃષણને તું ભજ નામે, જગતમાં તારું નામ રહે. ધ્રુવ રામનામનો મહિમા મોટો, શિવસનકાદિક ધ્યાન ધરે; મેરુ થકી મોટું હોય પ્રાયશ્ચિત, નારાયણના નામે તરે. પ્રાત:0 કેસરી ઘરે મૃગ જ ત્રાસે, રવિ ઊગે જ્યમ તિમિર ટળે; પૂરણબ્રહ્મ અકળ અવિનાશી, કુબુદ્ધિના તાપ હરે. પ્રાત:૦ કોટિ લ્યાણ ફળ ઉદય ભાણે, પાપ બાપડું ક્યારે રહે ? અધમ નીર ગંગામાં ભળ્યું ત્યારે, ગંગા સરખું થઈને વહે. પ્રાત:0 એ રસને શુકદેવજી જાણે, કોઈક વિરલા સંત લહે; ભણે નરસૈયો' તમે પ્રભુ ભજી લો; આવાગમનનો ફેરો ટળે. પ્રાત:0
૪૦૧ (રાગ : પ્રભાતિ) પ્રેમરસ પા ને તું મોરના પીંછધર, તત્ત્વનું ટીપણું તુચ્છ લાગે; દૂબળા ઢોરનું કુશકે મને ચળે, ચતુરધા-મુક્તિ તેઓ ન માગે. ધ્રુવ પ્રેમની વાત પરીક્ષિત પીળ્યો નહી, શુકજીએ સમજીને રસ બતાયો; જ્ઞાન વૈરાગ્ય કથી, ગ્રંથ પૂરો કર્યો, મુક્તિનો માર્ગ એવો દેખાયો. પ્રેમ મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને, જ્ઞાની વિજ્ઞાની બહુ મુનિ જોગી; પ્રેમને જોગવ્યો વ્રજતણી ગોપિકા, અવર વિરલા તુજ ભક્ત ભોગી. પ્રેમ પ્રેમને મુક્તિ તો પરમ વલ્લભ સદા, હેતના જીવ તે હેત તૂટે; જન્મોજન્મ લીલારસ ગાવતાં, લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે. પ્રેમ મેં ગ્રહો હાથ ગોપીનાથ ગરવાતણો, અવર બીજું હવે કંઈ ન ભાવે; ‘નરસૈયો’ મૂઢમતિ ગાય એમ ગુણ કથી, જતિ સતીને તો સ્વપ્નય ના 'વે. પ્રેમ
૪૦૦ (રાગ : રામકી) પ્રીત કરી પારકે હાથ શું ભાળવે ? લાજ નાવે પ્રભુ કેમ તુજને ? કોટી અબજ અપરાધ ક્ષમા કરી, મહેર કરી રાખ તુજ પાસે મુજને. ધ્રુવ વહાર કરી દાસનાં દુ:ખડા કાપવા, દોડીને ધાવ તું એક શ્વાસે; આજ અલબેલાં કાં સુણતા નથી ? છૂટકો છબીલા શું નાસે ? પ્રીત દાસની લાજ તો આખરે નાથને, પ્રીતમ મુજથી શું પ્રીત તોડી; પ્રાણ જાશે તોય નહિ ભજું અવરને, હઠીલા કહ્યું બે હાથ જોડી. પ્રીતo અનેક ભક્તો ભજે જેવો તેવો તેને, એક અધિક હું દાસ તારો; ‘નરસૈ’ના સ્વામી શું કહ્યું તુજને ? શરણે પડ્યો ઝાલ હાથ મારો. પ્રીતo ભણે તું ભૂગોળ ને ખગોળ ભણ્યો ભાવ ધરી, ગણિતની ઝીણી ઝીણી ગૂંચને ઉકેલતો, ભાષા ઇતિહાસ જાણી વિજ્ઞાને વધુ વખાણ , પશુ પંખી પહાડ જીવ જંતુ જ્ઞાને ખેલતો; દેશને વિદેશમાંહીં, વિદ્યાનું છે માનપાન, ભાષણે ભભકભરી ભાષામાંહી માયું છે, જાણવા જેવું બધુંય દુનિયામાં જાણ્યું પણ, જાણ્યા વિના આપને જે જાણ્યું તે ન જાણ્યું છે.
તનની ચિંતા શીદ કરે, મનની કર તજવીજ
મન સુધરે તન સુધરશે, મનમાં તનનાં બીજ ભજ રે મના
૨૪છે
૪૦૨ (રાગ : ગરબી) વૈષ્ણવજનને વિરોધ ન કોઈશું, જેના કૃષ્ણ ચરણે ચિત્ત રહ્યા રે; કાવાદાવા સર્વે કાઢયા, શત્રુ હતા તે મિત્ર થયા રે. ધ્રુવ કૃષ્ણ ઉપાસીને જગથી ઉદાસ, સંસી તે જમની કાપી રે; સ્થાવર જંગમ ઠામ ન ઠાલો, સઘળે દેખે કૃષ્ણ વ્યાપી રે. વૈષ્ણવ કામ કે ક્રોધ વ્યાપે નહિ ક્યારે, ત્રિવિધ તાપ જેના ટળિયા રે; તે વૈષ્ણવના દર્શન કરિયે, જેના જ્ઞાન તે વાસનિક ગળિયા રે. વૈષ્ણવ. નિસ્પૃહીં ને નિર્મળ મતિ વળી, કનક કામિનિના ત્યાગી રે; શ્રી મુખ વચનો શ્રવણે સુણતાં, તે વૈષ્ણવ બડભાગી રે. વૈષ્ણવ એવા મળે તો ભવદુ:ખ ટળે, જેનાં સુધા સમાન વચન રે; નરસૈયાના સ્વામીને નિશદિન વ્હાલા, એવા તે વૈષ્ણવજન રે. વૈષ્ણવ
સુત દારાને ધન તણો, જીવ તેં માન્યો પાસ | વિખરાઈ તે તો જશે, જેમ પવને મેઘનો નાશ || (૨૪)
નરસિંહ મહેતા