________________
૩૯૪ (રાગ : રામશ્રી)
ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે, અંતરભાળને એક સૂરતી; દેહીમાં દરસશે પ્રેમથી પરસશે, અજબ અનોપમ અધર મૂરતિ. ધ્રુવ મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં, ઝાંઝરી ઝાલરી ડમક વાજે;
તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણા, ભેરીનો નાદ બ્રહ્માંડ ગાજે. ધ્યાન મન પરસન થશે, કર્યાં કરમ નાસશે, ભાસશે બ્રહ્મ વ્રજ વંન વેલી; કુંજલલિત માંહે શ્રીકૃષ્ણ લીલા કરે, નીરખને નૌતમ નિત્ય કેલી. ધ્યાન સુરતસંગ્રામમાં વિલસે રંગમાં, દરસશે દેહીનું મન મરતાં; ‘નરસૈ’ના સ્વામી સર્વ સુખ આપશે, દુષ્કૃત કાપશે, ધ્યાન ધરતાં. ધ્યાન
૩૯૫ (રાગ : રામગ્રી)
ધન્ય તું ધન્ય તું એમ કહે શ્રીહરિ, નરસૈંયા તું મારો ભક્ત સાચો; મેલી પુરુષપણું સખી રૂપ થઈ રહ્યો, તાહરા પ્રેમથી હું રે રાચ્યો. ધ્રુવ તુંજમાં ને મુજમાં ભેદ નહિ નાગરા, માન્ય તું માહરી વેદવાણી; ને હજી રે જોને તને પ્રતીત ન ઊપજે, માગતા મોહ્યું ટાઢું પાણી. ધન્ય મામેરૂ કીધું તે કેમ ગયો વીસરી ? હાર આપ્યો તે પ્રત્યક્ષ ભૂપ; ચૌદ ભુવનમાં તુજ સમો કો નહી, માહરૂ તાહરૂ એક રૂપ. ધન્ય૦ તાહરો અક્ષર ગાયને સાંભળે, તે કુળ સહિત પવિત્ર થાએ; ભણે ‘નરસૈયો' મીઠું બોલી શું રીઝવો ? કરજોડી કૃષ્ણજી સમ ખાએ. ધન્ય
૩૯૬ (રાગ : ચલતી)
નાનું સરખું ગોકુળિયું, મારે વ્હાલે વૈકુંઠ કીધું રે; બ્રહ્માદિકને સ્વપ્તે ન આવે, આહીરને દર્શન દીધું રે. ધ્રુવ ખટ્ દર્શનને ખોળ્યો ન લાધે, વેદ પુરાણ એમ ગાયે રે; વૃંદાવનમાં અવનવી લીલા, વનવન ધેનુ ચરાવે રે. નાનું
ભજ રે મના
હરિ હરિ કરતા હર્ષ કર, અરે જીવ અણબૂઝ પારસ લાગ્યો આ પ્રગટ, તન માનવ કો તુજ
૨૪૪
પુરુષોત્તમ લીલા અવતારી, દેહ ધર્યાં અવિનાશી રે; નરસૈયાંનો સ્વામી સાચો, ઘન વૈકુઠ વ્રજનારી રે. નાનું
૩૯૭ (રાગ : પ્રભાત)
નારાયણનું નામ જ લેતા, વારે તેને તજીએ રે; મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજીએ રે. ધ્રુવ કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ મા ને બાપ રે; ભગિની સુત દારાને તજિએ, જેમ તજે કંચુકી સાપ રે. નારાયણ પ્રથમ પિતા પ્રહલાદે તજિયો, નવ તજિયું હરિનું નામ રે; ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજિયા શ્રી રામ રે. નારાયણ૦ ઋષિપત્ની શ્રી હરિને કાજે, તજિયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કાંઈ યે ન ગયું, પામી પદારથ ચાર રે. નારાયણ૦ વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજી વન ચાલી રે;
ભણે ‘નરસૈયો’ વૃંદાવનમાં, મોહનવરશું મા'લી રે. નારાયણ૦
૩૯૮ (રાગ : રામક્રી)
નીરખને ગગનમાં, કોણ ઘૂમી રહ્યો ! તે જ હું તે જ હું શબ્દ બોલે; શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયાં કોઈ નથી કૃષ્ણ તોલે.ધ્રુવ શ્યામ શોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી; જડ ને ચૈતન્ય રસ કરી જાણવો, પકડી પ્રેમ સજીવન મૂળી.નીરખને૦ ઝળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાનાં પારણાં માંહી ઝૂલે.નીરખને બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો; નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો, જિહ્નાએ રસ સરસ પીવો.નીરખને અકળ અવિનાશી એ, નવ જ જાયે કળ્યો, અરધ ઉરઘની માંહે મહાલે; * નરસૈયા’નો સ્વામી, સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે નીરખને૦
જગ માયાનું પુર છે, જીવ સહુ ડુબી જાય સંત સમાગમ જો કરે, તો સર્વેથી તરાય
૨૪૫
નરસિંહ મહેતા