________________
૩૮૯ (રાગ : ધોળ) જેને ઘેર હરિજન હરિજસ ગાય, તે તો નિત્ય ગંગામાં નહાય. અડસઠ તીરથ ગુરુને આંગણે, દૂર ગયે શું થાય ? ધ્રુવ ધ્રુવ નાહ્યા, પ્રલાદ નાહ્યા, હેતે નાહ્યા હનુમાન ; પ્રીત કરી રાજા પરીક્ષિત નાહ્યા, જોગી શુકદેવ ગુણ ગાય. જેને સહુ સંતો મળી ધારણ બાંધ્યું, જ્ઞાનગંગા તોળાય; જપતપ, તીરથ જોડે મળ્યા , તેમાં સર્વ સાધન મળી જાય. જેને જ્ઞાનગંગાનો મહિમા મોટો, મુખે કહ્યો નવ જાય; ભલે મળ્યા મહેતા નરસૈ'નો સ્વામી, હેતે હરિના ગુણ ગાય. જેને
પતિતપાવન કરો વ્રત એવું દીસે, એમ જાણી લીધું શરણ તારું; કરો કૃપા હરિ, દ્રષ્ટી કરૂણાભરી, જે થકી કાર્ય સિદ્ધ થાય મારૂં. તાહરી દીનબંધુ, દીનાનાથ દયાળ હૈ ! નાથ અનાથના જગત સ્વામી; ‘નરસૈયો’ ભક્ત એક જેવો તેવો ગણી, સૂધ તું સદા લે અંતરયામી તાહરી,
૩૯૨ (રાગ : પટમંજરી) તું મારે ચાંદલિયે ચોંટયો રાજ, સારા મૂરતમાં શામળિયો; ક્ષણ એક વહાલા અળગો ન થાતો, પ્રાણજીવન વર પાતળિયો. ધ્રુવ ખડકીએ જોઉં ત્યારે અડકીને ઊભો, બારીએ જોઉં ત્યારે બેઠો રે; શેરીએ જોઉં ત્યારે સન્મુખ આવે, વહાલો અમૃતથી અતિ મીઠો રે. સારા જમતા જોઉં ત્યારે જોડે બેઠો, સૂતાં જોઉં ત્યારે સેજડીએ રે; વૃન્દાવનને મારગ જાતાં, આવીને વળગ્યો બેલડીએ રે. સારા પ્રીત કરે તેનો કેડો ન મેલે, રસ આપે અતિ રસિયો રે; ‘નરસૈ’નો સ્વામી ભલે મળિયો, મારા હૃદયકમળમાં વસિયો રે. સારા
૩૯૦ (રાગ : પ્રભાતિયું) તારા દાસની નિત્ય સંગત વિના, ભ્રષ્ટ થાય ભૂધરા મન મારૂં; દુષ્ટની સંગતે, દુષ્ટ મતિ ઊપજે, શ્રવણ-કીર્તન નવ થાય તારું. ધ્રુવ પૂર્ણ વિષપાનથી, દુરિજન દોહેલા, વિષ પીધું તન તેનું મરશે; તુજ થકી વેગળા, તેહની સંગતે, જન્મ કોટીતણાં સુકૃત હરશે. તારા અમૃતની ઉપમા સાધુને નવ ઘટે, રાહુની દુષ્ટતા ન ટાળી તેણે; પ્રહલાદ, નારદે, ગર્ભસંગત કરી, વશ કર્યો વૈકુંઠનાથ જેણે. તારા ચતુરધા મુક્તિ છે, જુજવી જુક્તિની, તાહરા તેહને નવ રાચે; બેઉ કર જોડીને, ‘નરસૈયો' વિનવે, જન્મોજન્મ તારી ભક્તિ જાજે. તારા,
૩૯૧ (રાગ : રામકી) તાહરી હેરની હેર, એક પાસું તો, ત્રિવિધના તાપ સૌ જાય નાસી; અષ્ટ મહાસિદ્ધિ, નવનિધિ ને મહામતી, દ્વાર ઊભી રહે, મૈને દાસી.ધ્રુવ પ્રેમથી સમય જે તેને નથી પરહર્યા, ભક્તવત્સલ એનો વેદ સાખી; ઊંચ કે નીચ , કે અધમ નથી જાણતા , શરણે આવ્યા તેને લીધા રાખી.તાહરી
૩૯૩ (રાગ : રામકી) ધ્યાન ધર હરિતણું, અલ્પમતિ આળસુ, જે થકી જન્મનાં દુ:ખ જાયે; અવર ધંધો કરે, અરથ કાંઈ નવ સરે, માયા દેખાડીને મૃત્યુ હાયે. ધ્રુવ સકળ કલ્યાણ શ્રી કૃષ્ણના ચરણમાં, શરણે આવે સુખપાર ન્હોયે; અવર વેપાર તું મેલ મિથ્યા કરી, કૃષ્ણનું નામ તું રાખ મ્હોંચે. ધ્યાન પટક માયા પરી, અટક ચરણે હરિ, વટકમાં વાત સુણતાં જ સાચી ; આશનું ભુવન આકાશ સુધી રચ્યું, મૂઢ એ મૂળથી ભીંત કાચી. ધ્યાન અંગજોબન ગયું, પલિતપિંજર થયું, તોય લેતો નથી કૃષ્ણ કહેવું; ચેત રે ચેત, દિન ચાર છે લાભના , લીંબુ વ્હેકાવતાં રાજ લેવું. ધ્યાન સરસ ગુણ હરિતણા , જે જનો અનુસર્યા, તે તણા સુયશ જગત બોલે; ‘નરસૈયા' રંકને, પ્રીત પ્રભુ શું ઘણી, અવર વેપાર નહિ ભજન તોલે, ધ્યાન
નવદ્ધાર નરકે ભર્યા, અંદર વિષ્ટા પ્રાણ આત્મદેવને છોડીને, ચર્મે શું સુખ માણ ૪૩
નરસિંહ મહેતા
આજ કહે હરિ કલ ભજું, કાલ કહૈં ફિર કલા આજ કાલકે કરત હી, અવસર જાતી ચલ |
૨૪૨
ભજ રે મના