________________
૩૮૫ (રાગ : પ્રભાતી) જ્યાં લગી આતમા તત્ત્વ ચિન્હોં નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી; માનુષા દેહ તારો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી. ધ્રુવ શું થયું સ્નાન, સેવા પૂજા થકી, શું થયું ઘેર રહી દાન દીધે ? શું થયું ધરી જટા , ભસ્મ લેપન કરે, શું થયું વાળલોચન કીધે ? જ્યાંo શું થયું તપ, તીરથ કીધા થકી, શું થયું માળ ગ્રહીં નામ લીધે ? શું થયું તિલક, તુલસી ધાય થકી, શું થયું ગંગજળ પાન કીર્ધ ? જ્યાં શું થયું વેદ વ્યાકરણ વાણી વદે, શું થયું રાગને, રંગ જાણે ? શું થયું પદ્દર્શન સેવ્યા થકી, શું થયું વરણના ભેદ આયે ? જ્યાંo એ છે પરપંચ સૌ પેટ ભરવા તણા, આત્મારામ પરબ્રહ્મ ન જોયો; ભણે નરસૈયો’ કે તત્ત્વદર્શન વિના, રત્નચિંતામણિ જન્મ ખોયો, જ્યાં
૩૮૭ (રાગ : રામકી) જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્યવિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે. ધ્રુવ પંચમહાભૂત પરિબ્રહ્મ વિષે ઊપન્યાં, અણુ અણુ માંહી રહ્યા રે વળગી; ફૂલને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, જડથકી ડાળ તે નહીં રે અળગી. જાગીને૦ વેદ તો એમ વદે, શ્રુત સ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિષે ભેદ ન્હોયે; ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. જાગીને જીવ તે શિવ આપ ઈચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લોક કીધા; ભણે નરસૈયો’ એ તે જ તું તે જ તું, એને સમયથી કંઈ સંત સિધ્યા. જાગીને૦
૩૮૬ (રાગ : પ્રભાતિયું) જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે ? ધ્રુવ ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે ? જાગને દહીં તણાં દૈથરાં, ઘી તણાં ઢેબરાં, કઢિયેલ દૂધ તે કોણ પીશે ? જાગને હરિ તાર્યો હાથિયો, કાળિનાગ નાથિયો, ભૂમિનો ભાર તે કોણ લેશે ? જાગને જમુનાને તીરે, ગધન ચરાવતાં, મધુરી શી મોરલી કોણ વહાશે ? જાગને ભણે નરસૈયો' તારા ગુણ ગાઇ રીઝિયે, બૂડતાં બાંહેડી કોણ સહાશે ? જાગને
૩૮૮ (રાગ : રામકી) જે ગમે જગદ્ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો; આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો. ધ્રુવ હું કરૂ હું કરૂ એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિ મંડાણ છે, સર્વ એણી પેરે, યુક્તિ જોગેશ્વરા કોઈક જાણે. જે૦ નીપજે નથી તો, કોઈ ન રહે દુ:ખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે; રાયને રંક કોઈ, દ્રષ્ટ આવે નહીં, ભવન પર ભવન પર છત્ર દાખે. જેo ઋતુ લતા પત્રફળ ફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે; જેહના ભાગ્યમાં, જેહને જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે. જે સુખ સંસારી મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના બીજું સર્વ કાચું; જુગલ કર જોડી ‘ નરસૈયો’ એમ કહે, જન્મપ્રતિજન્મ હરિને જ યાચું. જેo
જ્ઞાન કથે જેમ બળેલ ચૂલા, ચૂલેથી ઊતર્યો પાક, પાક પરોણા ખાઈ ગયા ને વાંસે રહી છે. રાખ ; વાંસે રહીં છે રાખ તે કેવી , ઊલટી આંખો ફોડે એવી, કહે ગોવિંદરામ જીવ ભક્તિ તો ભૂલ્યા, જ્ઞાન કથે જેમ બળેલ ચૂલા.
ભજન ઐસા કિજીએ, ન હાલે જીભ ઔર હોઠ
મુખ મહેનત પહોંચે નહીં, લાગે નિશાને ચોટ | ભજ રે મના
બહુત ગઈ થોડી રહી, વ્યાકુલ મન મત હોય ધીરજ સબકો મિત્ર હૈ, કરી કમાઈ મત ખોય ૨૪૧૦
નરસિંહ મહેતા