________________
૩૮૨ (રાગ : મલ્હાર)
(નરસિંહ મહેતા ભાઈને કહે છે.) એવા રે અમે એવા રે, તમે કહો છો, વળી તેવા રે; ભક્તિ કરતાં ભ્રષ્ટ કહેશો તો, કરશું દામોદરની સેવા રે. ધ્રુવ જેનું મન જે સાથે બંધાણે, પહેલું હતું ઘર રાતું રે; હવે થયું છે હરિરસ માતું, ઘેર ઘેર હીંડે છે ગાતું રે. એવા સંઘળા સાથમાં હું એક ભૂંડો, ભૂંડાથી બહુ ભૂંડો રે; તમારે મન માને તે કહેજો, નેહ લાગ્યો મને ઊંડો રે. એવા કર્મની ધર્મની વાત છે જેટલી, તે મુજને નવ ભાવે રે; સઘળા પદાર્થ જેથી પમાય , મુજ પ્રભુ તોલે કોઈ ના 'વે રે. એવા હળવા કર્મનો હું ‘નરસૈયો', મુજને વૈષ્ણવ વહાલા રે; હરિજનથી જે અંતર ગણે, તેના ફોટા ઠાલા રે. એવા
૩૮૪ (રાગ : માંડ) ઘડપણ કેણે મોકલ્યું ! જાણ્યું જોબન રહે સહુ કાળ. ધ્રુવ ઊંબર તો ડુંગર થયા રે, પાદર થયા પરદેશ; ગોળી તો ગંગા થઈ રે, અંગે ઊજળા થયા છે કેશ, ઘડપણ નોતું જોઈતું તે શીદ આવિયું રે, નોતી જોઈ તારી વાટ; ઘરમાં સૌ હડવાં થયાં રે, કહેશે ખુણે ઢાળો એની ખાટ. ઘડપણ નાનપણે ભાવે લાડવા રે, ઘડપણે ભાવે શેવ; રોજને રોજ જોઈએ રાબડી રે, એવી બળીરે ઘડપણ એ ટેવ. ઘડપણ આંખે તો સુજે નહીં રે, થરથર ધ્રુજે કાય; ખાધુ તો અન્ન પચે નહી રે, વળી બેઠાં તો નવ રહેવાય. ઘડપણo પ્રાત:કાળે પ્રાણ મહારા રે, અને વિના અકળાય; ઘરનાં કહે છે મરતો નથી રે, તને બેસી રહેતાં શું થાય. ઘડપણ દીકરા તો જુજવાં થયો રે, વહુવર દે છે ગાળ; દીકરીયોને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા રે હવાલ ? ઘડપણ નવ નાડિયો જુજવી પડી રે, આવી પોંચ્યો કાળ; બૈિરાં છોકરાં ફ્ટ ફ્ટ કરે રે, નાનાં મોટાં મળી દે છે ગાળ. ઘડપણ આવી વેળાં અંતકાળની ત્યારે, દિકરા પધાર્યા દ્વાર; પાંસળીએથી , છોડી વાંસળીરે, તેણે લઈ લીધી તેણીવાર, ઘડપણ એવું જાણી સઉ હરી ભજો રે, સાંભળજો સહુ સાથ; પર ઉપકાર કરી પામશો રે ! જે કાંઈ કીધું હશે જમણે હાથ. ઘડપણ એવું નફ્ટ છે આ વૃદ્ધપણું રે, મુકી દો સૌ અહંકાર; ધર્મના સત્ય વચન થકી રે, મહેતા ‘નરર્સ ' ઉતરો ભવપાર, ઘડપણ
૩૮૩ (રાગ : બિહાગ) કોઈનો ભાર ન રાખે મુરારિ, આપે વ્યાજ શીખે ગર્થ વાળી; સુદામાજીના તાબ્દુલ લીધા, તેના મ્હોલ કનકના રે કીધા. ધ્રુવ દ્રૌપદીજીનું આવ્યું રે ટાણું, ચીર પૂર્યા તે નવસે નવાણું; પાટો બાંધ્યો તે પીડા જાણી , ચીર પૂર્યાની એ રે એંધાણી. કોઈનો થોડું ચંદન કુબજાનું લીધું, એને રૂપ અનુપમ દીધું; ગોવાળિયે ઓચ્છવ કીધો, વહાલે કર પર ગોવર્ધન લીધો. કોઈનો૦ જેનું લીધું હતું તેનું દીધું, તેમાં પરમારથ શું કીધું ? ધન્ય * નરસિંહા’ તારી વાણી , એમ બોલ્યા છે સારંગપાણિ, કોઈનો
ચાર વેદ, ષ શાસમેં, બાત મિલી હૈ દોય. દુ:ખ દીન્હેં દુ:ખ હોત હૈ, સુખ દીન્હે સુખ હોય ||
૨૩૮
કામ ક્રોધ મદ લોભ કી, જબ લગ મનમેં ખાન | કહાં પંડિત, મૂરખ કહાં, સબહી એક સમાન || ૨૩)
નરસિંહ મહેતા
ભજ રે મના