________________
૩૭૮ (રાગ : પ્રભાત)
અલ્યા નામ પામ્યો પણ રામને નવ લહ્યા, વૈષ્ણવ કેરૂ બિરદ ઝાલે; ઘર વચ્ચે પુત્રવિના જેવું પારણું, વર વિના જેહવી જાન માલે. ધ્રુવ વ્યાધિની વેદના વિશ્વની ના ટળે, ઠાલો ગગનમાં મેઘ ગાજે;
હરિ જાણ્યા વિના હરિ કેરો જન થયો, વાત પકવાનથી ભૂખ ન ભાજે. અલ્યા તું એમ જાણે જે હરિજન હું થયો, વિષ્ણુપદ ગાઈ ગયો ભક્ત ભવમાં; કરણ તો કાગની હોડ કરે હંસની, હંસને તો હશી કાઢે લવમાં. અલ્યા
પંડમાં પ્રભુ પણ પ્રગટ પેખે નહિ, ફોટ બ્રહ્મને દુર ભાળે; અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દુષ્ટ ભાવે કરી માળ ઝાલે. અલ્યા જો નિરાકારમાં જેહનું મન ગળે, ભિન્ન સંસારની ભ્રાંતિ ભાગે; દાસ ‘નરસૈયો’ તેને ચરણે નમે, જ્ઞાન વિજ્ઞાનની જોત જાગે. અલ્યા ૩૭૯ (રાગ : સિંધુડો)
ધ્રુવ
આધ તું મધ્ય તું, અંત્ય તું ત્રિકમા, એક તું એક તું એક પોતે; અખિલચો બ્રહ્મ બ્રહ્માદિક નવ લહે, ભૂરચા માનવી અન્ય ગોતે. રવિ શશી કોટિ નખ ચંદ્રિકામાં વસે, દ્રષ્ટિ પહોંચે નહીં ખોજખોળે; અર્ક ઉદ્યોત જ્યમ તિમિર ભાસે નહિ, નેતિનેતિ કહી નિગમ ડોળે. આધ કોટિ બ્રહ્માંડના ઈશ ધરણીધરા, કોટિ બ્રહ્માંડ એક રોમ જેનું; મર્મ સમજ્યા વિના ભર્મ ભાગે નહિ, સગુણ સ્વરૂપ નિર્ગુણ એનું. આધ એ નથી એકલો વિશ્વથી વેગળો, સર્વ વ્યાપિક શક્તિ સ્તુત્ય જેની; અખિલ શિવ આધ આનંદમય કૃષ્ણજી, સુંદરી રાધિકા ભક્તિ તેની. આધ વેદની વાતનો ભેદ લાધે નહીં, તેનું હારદ તે કોક જાણે; શિવ સનકાદિક દેવમુનિ નારદ, પૂરણ બ્રહ્મનું ધ્યાન આણે. આધ તે પૂર્ણ પુરુષોત્તમ પ્રેમદાશું રમે, ભાવેશું ભામની અંક લીધો; જે રસ વ્રજ તણી નાર વિલસે સદા, સુખીરૂપે તે ‘નરસૈયે' પીધો. આધ
ભજ રે મના
મન મેરા પંખી ભયા, જહાં તહાં ઉડ જાય જહાં જૈસી સંગત કરે, તહાં તૈસી ફલ ખાય
૨૩૬
૩૮૦ (રાગ : આશાવરી)
ઊંચી મેડી છે મારા સંતની, મેં તો માછલી ના જાણી રામ ! ધ્રુવ અમને તેડાં તે શીદ મોકલ્યાં? સાહેબ મારો પિંડ છે તે કાચો જી; મોંઘાં મૂલની મારી ચૂંદડી, મેં તો મા'લી ના જાણી રામ. ઊંચી
! ઊંચી
અડધાં પહેર્યા, અડધાં પાથર્યા, અડધાં ઉપર ઓઢાડયાં રામ ! ચારે છેડે ચાર જણા દોરી, ડગમગ જાય હે રામ નથી તરાપો, નથી તુંબડાં, નથી ઊતર્યંનો આરો રામ ! * નરસિંહ મહેતા'ના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ ! ઊંચી
૩૮૧ (રાગ : રામઢી)
એક તું એક તું એમ સૌ કો સ્તવે, કોણ હું તે નહિ કો વિચારે ? કોણ છું ક્યાં થકી આવિયો જગ વિષે, જઈશ ક્યાં છૂટશે દેહ ત્યારે ? ધ્રુવ પ્રતિદિન જડ કને જઈ કરી માંગતો, ઇશ તું સાહ્ય થાજે સદા રે; તોય પણ દુઃખ તો લેશ ટળતું નથી, મથી નથી થાકતો તું કદા રે. એક કોઈ તો ઉર્દૂ મુખ - ગગનમાં તાકતા, ભાખતા જોઉં હું નમ્ર વાણી; કોણ હું ? કોકને, માર્ગુ શા હક થકી, તે નથી જાણતા મૂર્ખ પ્રાણી. એક એમ કરતાં કદી લાભ જો પામિયો, તો કહે હરિતણી સાહ્ય થઈ રે; કામ કથળ્યા થકી ભવિષ્યને ભાંડતો, પૂર્વનાં કર્મનું નામ લઈને રે. એક પૂર્વનાં કર્મ જો હરિ ભજે નવ ટળે, તો કહો, કોણ તે કામ કરશે ? સત્ય સમજી કદી પરમ પદ પરખશે, ભવભય ભ્રમને તે જ હરશે. એક આંકના વૃક્ષથી આમ્રફળ તોડવા, મૂર્ખા જો કદી આશ ધરશે; શ્રમ વૃથા તેહનો તો જઈ જગ વિષે, જ્ઞાનહીંણો સદા તે જ ઠરશે. એક જીવ ઈશ્વર અને બ્રહ્મના ભેદમાં, સત્ય વસ્તુ નહિ સધ જડશે;
હું અને તું પણું તજીશ ‘નરસૈયા' તો, ગુરૂગમે હર્ષથી પાર પડશે. એક૦
કબીર ગર્વ ન કીજીએ, રંક ન હસીએ કોય અપનો નાવ સમુદ્રમેં, ના જાને ક્યા હોય
૨૩૦
નરસિંહ મહેતા