________________
૩૭૩ (રાગ : કવ્વાલી)
શું કાચી કાયા કારણે, કરે રોજ રંગ નવા નવા; ગુણ નાહીં ગોવિંદના ગણે, કરે રોજ રંગ નવા નવા. ધ્રુવ દુઃખ પામતો સુખ આશથી, નથી ત્રાસતો યમ ત્રાસથી; ભરી સર્વ ભૂમિ કુવાસથી, કરે રોજ રંગ નવા નવા. શું તુજ માથે મૃત્યુ રહ્યું ફી, તે સામું જોતો નથી જરી; કેમ બેઠો ધીરજ તું ધરી ! કરે રોજ રંગ નવા નવા. શું રતિયે દયા નથી રાખતો, ચતુરાઈથી રસ ચાખતો; ભુંડું ભલાને ભાંખતો, કરે રોજ રંગ નવા નવા. શું છે અભ્રછાયા સંપત્તિ, રાખી રહ્યો તેમાં રતિ; ગાંડો થશે તુજ શી ગતિ ! કરે રોજ રંગ નવા નવા. શું ફ્લુ આનું મિષ્ટ ન માનજે, વિષ કારણે શું સુધા તજે ? ભવના પતિને ન કાં ભજે, કરે રોજ રંગ નવા નવા. શું અથડાવું આઠે જામનું, શિર લૈ ફરે વિણ કામનું; નથી માનતો નથુરામનું, કરે રોજ રંગ નવા નવા. શું
૩૭૪ (રાગ : પીલુ)
હવે સંસાર સાથે શું ! બની બેઠા અમે બાવા; થયા અળગા ઉપાધિથી, ગુણો ગોવિન્દના ગાવા. ધ્રુવ મનોહર મોદમંગલથી, સદા સુખ શાંતિમાં રહીએ; પ્રવૃત્તિ માત્ર પેખાયે, સુ હરિરસને પીવા પાવા. હવે
દરદ કરીયાં દૂરે સરવે, દબાવી દુષ્ટ દીલગીરી; અખંડઆનંદને યોગે, જહાં વસીએ તહાં વા'વા. હવે
ભજ રે મના
મન હસ્તી મન લોમડી, મન હૈ કાગ મન સેર પલટુદાસ સાચી કહે, મન કે ઇતને ફેર
૨૩૦
અમીરોને વજીરોથી, અમારે કામના કાંઈ; કીરીમાં સદા ફરીએ, નથી દુનિયાપરે દાવા. હવે૦ અમારા પ્રાણથી પ્યારો, અમારા નેણનો તારો; સદા સાનિધ્ય છે તો શિદ, બીજાને ચિત્તમાં રહાવા. હવે ઘણી ધાર્યો અમે ધીંગો, બન્યા બહુ નામીના બંદા; સુખે સેવા સ્વીકારી છે, ન જઈએ અન્યના થાવા. હવે
ન આશા અંતરે રાખી, જરાએ અન્ય જીવોની; અમારે એકની આશા, જરૂર શી છે બીજે જાવા. હવે
દીએ મનમાનતું મોજી, સદા નથુરામનો સ્વામી; પડી છે શી હવે પરવા, અમારે ધંધમાં ધાવા. હવે
૩૭૫ (રાગ : યમન કલ્યાન)
પ્રિયતમ પ્રભુ ! કરીએ વંદના, જયઘોષ સહિત આનંદના.
- ધ્રુવ
આપ પ્રભો ! અમ ચાલક પાલક (૨), સાચું ધન અમ રંકના પ્રભુ (૨). પ્રિયતમ૦ ક્ષણ ક્ષણના છો આપ સહાયક (૨), છો સાથી ભવ અન્તના પ્રભુ (૨). પ્રિયતમ શુભ જોનારા આપ ન જોશો (૨), દોષો આ મતિમંદના પ્રભુ (૨). પ્રિયતમ૦ સત્તા રુપે વિશ્વ સકલમાં (૨), વ્યાપક આપ નિરંજના પ્રભુ (૨). પ્રિયતમ અમ સત્તાધન અમને આપો (૨), બાલક અમે શ્રીમંતના પ્રભુ (૨). પ્રિયતમ૦ નિજ સત્તાબળ અધિક પ્રકાશો (૨), દિનો રહે આનંદના પ્રભુ (૨). પ્રિયતમ નરહરિ સત્તા સ્વરૂપે પ્રગટો (૨), હૃદયે સાધક સંતના પ્રભુ (૨). પ્રિયતમ૦ - નરહરિ
તુલસી ઇસ સંસારમેં, પંચ રત્ન હૈ સાર હરિભજન, અરૂ સંત મિલન, દયા, દાન, ઉપકાર ૨૩૧
નથુરામ