________________
૩૬૫ (રાગ : ગઝલ)
જહાં જોઉં તહાં સત્તા, અનુપમ યારની દેખું; જગતના સર્વ જીવોમાં, ઝલક દિલદારની દેખું. ધ્રુવ શકું નહીં જોઈ તન મનને, નહીં હું પ્રાણને પેખું; પ્રગટ કે ગુપ્ત સહુ સ્થલમાં, છબિ કિરતારની દેખું. જહાં પદાર્થો જેહ પ્રગટે છે, સરવ એ નાશ થાવાના; દશા અવિનાશી આનંદી, જગત આધારની દેખું. જહાં જગતને બ્રહ્મથી ન્યારૂં, કહે છે એજ અજ્ઞાની;
અખિલ વિશ્વો મહીં વ્યાપ્તિ, હૃદયના હારની દેખું. જહાં કહું આ ભેદ હું કોને ? નથી જગમાં સરવ સરખાં; નિત્ય નથુરામ હું ન્યારી, સમજ સંસારની દેખું. જહાં
૩૬૬ (રાગ : ધનાશ્રી)
પામરકો સંગ ત્યાગ રે, મન !
ધ્રુવ સત્સંગતિકો રંગ ન લાગત, કરત વિષયમેં રાગ. રે મન ક્ષુદ્ર બાતમેં લડત ઝગડત, ક્રોધ કરત જૈસે નાગ. રે મન પામર પામરતા નહિ ત્યાગત, સમજત નહિ મંદભાગ. રે મન કર્તવ્ય ઔર તો પાઉ ધરે ના, ત્યજત ન દિલકા દાગ. રે મન સ્વદોષદર્શન પરગુનદર્શન, કરત નહિ વે અભાગ. રે મન ‘નાથ’ કહ કર થક ગયે હમ, કુછ ઉપદેશ ન લાગ. રે મન ૩૬૭ (રાગ : કાફી)
ન કર્યાં વિવેક વિચાર તો, નરદેહ ધારી શું કર્યું ? ન ભર્યાં ભજન ભંડાર તો, આયુ વધારી શું કર્યું ? ધ્રુવ
ભજ રે મના
*પલટૂ' નર તન પાઈ કે, ભજૈ નહીં કરતાર જમ પુર બાઁધે જાહુગે, કહાઁ પુકાર પુકાર ૨૨૬
કર શસ્ત્ર અસ્ર સહુ ધરી, રણ ભૂમિને વિજયે ભરી; નહીં જીત મનની જો કરી, શત્રુ હણીને શું કર્યું?ન કર્યાo
સહુ ભેદ સંગીતના ભણ્યો, ધરી ગર્વ ગાયક છો ગણ્યો; સુખથી અનાહત ના સુણ્યો, પટ્રાગ ગાઈ શું કર્યું ?ન કર્યા ભલે વેદ ભેદ ભણ્યો નક્કી, જીત્યો સહુને બકી બકી; વિચર્યો અહત્વ થકી છકી, શાસ્ત્રી બનીને શું કર્યું; ?ન કર્યા શિષ્યોને સમજાવે સહી, વૈરાગ્યના વચનો કહી;
કહે તેમ આપ કરે નહીં, ગુરૂઓ બનીને શું કર્યું ?ન કર્યાંo તન ભસ્મ શીશ જટા ધરે, તપ તીર્થ નિત્ય નવાં કરે; અવલોકી માયા જો મરે, સાધુ બનીને શું કર્યું ?ન કર્યા નરના ગુણો નેહે ગણ્યા, નથુરામ સ્વાર્થી સદા બણ્યા; ભૂધર તણા ગુણ ના ભણ્યા, સુ કવિ બનીને શું કર્યું ?ન કર્યા
૩૬૮ (રાગ : યમન કલ્યાણ)
નથી સાધુના દિલ સાફ જ્યાં, ત્યાં વાંક શો સંસારીનો ? ત્યાગી તણે તન તાપ જ્યાં, ત્યાં વાંક શો સંસારીનો ? ધ્રુવ ઉપરથી શ્વેત અશેષ છે, ચિત હારી ચોખો વેશ છે; પણ મનડાં કાળા મેષ છે, ત્યાં વાંક શો સંસારીનો? નથી મુખ માહિ જ્ઞાન અપાર છે, ઉર અજ્ઞતાનું અગાર છે; પરનારી ઉપર પ્યાર છે, ત્યાં વાંક શો સંસારીનો ? નથી ઈશ્વરને સ્મરવા આળસુ, ઉધોગી છે હરવા વસુ; ભરીવાર વેતરતાં તસુ, ત્યાં વાંક શો સંસારીનો ? નથી મહત્તાઈ મેળવવા ઘણી, બની બેસે ધર્મ તણાં ધણી; શ્રદ્ધા હરે શિષ્યો તણી, ત્યાં વાંક શો સંસારીનો ? નથી
થોડું ભણી બહુ બોલતા, ક્યાંએ કપટ નથી ખોલતા; નથુરામ ચૌ દિશિ ડોલતા, ત્યાં વાંક શો સંસારીનો ? નથી૦
પલટૂ નર તન જાત હૈ, ઘાસકે ઉપર સીત ધૂ કા ધીરેહરાં, જ્યાઁ બાલૂ કી ભીત
||
૨૨૭
નથુરામ