________________
આ દેહ દુર્લભ દેવને રે, પડતાં લાગે નહિ વાર રે; આકડાના તુલ પેઠે ઉડવું, સ્વમ જેવો સંસાર રે. હેતેo ધીરો ખેલે રંગ હોલમાં રે, ખેલે દિવસને રાત રે; મારૂં માનેલ મિથ્યા કરી, લીધો સાધુડાનો સાથ રે. હેતેo
૩૫૬ (રાગ : કટારી) હે મન ! તુંહી તુંહી બોલે રે, આ સુપના જેવું તન તારું; અચાનક ઊડી જાશે રે, જેમ દેવતામાં દારૂ. ધ્રુવ ઝાકળ-જળ પળમાં વહી જાશે, જેમ કાગળમાં પાણી, કાયા-વાડી તારી એમ કરમાશે , થઈ જાશે ધૂળધાણી; પાછળથી પસ્તાશે રે, મિથ્યા કરી “મારું, મારું'. આo કાચનો કૂપો કાયા તારી, વણસતાં નહિ લાગે વાર, જીવ-કાયાને સગાઈ કેટલી ? મૂકી ચાલે વન મોઝાર; ફોગટ ફૂલ્યા વું રે, ઓચિંતુ થાશે અંધારું. આo જોયું તે તો જરૂર જાવાનું, ને ઊગરવાનો ઉધારો, દેવ, ગાંધર્વ, રાક્ષસ ને માણસ-સૌને મરણનો વારો; આશાનો મહેલ ઊંચો રે, નીચું આ કાચું કારભારું. આo ચંચળ ચિત્ત ચેતીને ચાલો, ઝાલો હરિનું નામ, પરમ અર્થ જાણી કરો નિશ્ચય , હરિ ઠરવાનું ઠામ; ‘ધીરા' ધરા ઉપર રે, નથી કોઈ રહેનારું. આo
૩૫૮ (રાગ : દેશી ઢાળ) જ્ઞાની ધ્યાની ગયા, તેના જુગમાં જશ જરા પણ શોધ્યા નથી જડતા; ડાહ્યા ચતુર સુજાણ, દેવ દાનવ મારું મારું કરી ગયા રડતાં. ધ્રુવ તમો ડાહ્યા છો મને દેખાડો, તમે શ્રોતાજન શોધી કાઢો;
પડ્યા પત્રને પાછા ડાળે ચોંટાડો. જ્ઞાની એક લૂણની પૂતળી જળમાં ધરે, બ્રહ્માદિક તેને બોલાવે;
કહો ભાઈઓ તે પછી ક્યાંથી આવે ? જ્ઞાની એક સરિતા સિંધુમાં જાશે, જાજવાં ઉદક કેમ થાશે?
આત્મા અનુભવ વડે ઓળખાશે. જ્ઞાની પોતે પુણ્ય કરે તે તો પોતે પામે, પોતે ભક્તિ કરે પોતાનો જશ જામે;
નીર જઈ ઠરે નીચે ઠામ, જ્ઞાની જેવાં બીબાં તેવાં બીબાં બંધાયે, વડનો વડ આંબાનો આંબો થાય;
“ધીરો' કહે બીજે બીજ ચાલ્યું જાયે. જ્ઞાની
૩૫૭ (રાગ : ચલતી-હીંચ) હેતે હરિ રસ પીજીયે, ઉર આણીએ આનંદ રે; ત્રિગુણ તાપને ટાળિયે, ગુણ ગાઈયે ગોવિંદ રે. ધ્રુવ માલણ વીણે રૂડાં લડાં રે, ક્લીયું કરે કલ્લોલ રે; આજુનો દાડો આનંદનો, કાલે મોટી ઘમરોળ રે. હેતેo કાચો ઘડો કુંભારનો રે, ઢલક ઢલક ઢલી જાય રે; નાખ્યો નદીનાં પૂરમાં, નીર ભેળું નીર થાય રે. હેતેo
કહીં હ્રીં થાકે ગુરુ કહેવું કાને ધરે, કોણ કરે બોધ ? શિષ્ય હોય ન કહ્યાગરો, ભરી ભરી રાખીએ ને જરી જરી જાયે જળ , કોણ ભરે પાણી એવી કાણી જાણી ગાંગરો; ખોદી ખોદી ખાતર નાંખીને ખૂબ ખેડે તોય , અન્ન ન ઉછેરી આપે લવણના આગરો, દાખે દલપતરામ ઠાલી માથાકૂટ કરી, કોણ કરે એવો ઊંઘ વેઠીને ઉજાગરો,
માલા ફેરત જુગ ગયા, ગયા ન મન કા મેંલા કર કા મણકા ડાર દે, મન કા મણકા ફેર
૨૧)
જો તાકો શરણો ગ્રહે, તુ રાખે તાકી લાજ ઉલટ જલ મછલી ચલે, બહિ જાય ગજરાજ
૨૧૭)
ભજ રે મના
ધીરો ભગત