________________
વિના વાજિંત્ર વાજાં વાજે, વિના કંઠ હોય ગાન, દોકર વિના તાળી વાજે છે, તોલ વિના જડે માન; વિના વાડી પુપ જ રે, પાવિના ભમર . સંતo વિદેહની વારતા મરજીવા, માની માની. હરખાય, ગુરુ ગમવાળા સંત મળે તો, તેને લળી લળી લાગું પાય; દાસ ‘ધરો' કહે છે રે, ત્યારે તો મારું મનડું ઠરે. સંતo
૩૫૩ (રાગ : દેશી ઢાળ) સલિલ મન સંક્ટ રે, હરિ ભજનમાં ભંગ પાડે; તજીયે સંગ તેનો રે, બુદ્ધિ તો બીજાની બગાડે. ધ્રુવ દૂધ સાકર વિષધરને પીવરાવીએ, તોય ન મૂકે મુખથી ઝેર, પાલણ પોષણ એનું નિત નિત કરિયે, કોઈ દિન કરે કાળો કરે; જાતીનો સ્વભાવ ન ટળે રે, પોત તો પોતાનું દેખાડે. સલિલ૦ જે ઘર હરિ ભજન નહીં, તે ઘર કહિયે સમશાન , કથા કીર્તન કાને ન સાંભળે, તે નર પશુ પ્રમાણ; ધિક્ ધિક્ એની જનની રે, એવા પુત્રને શીદને જીવાડે. સલિલ૦ સો સો વાર એને સંત સમજાવે, મુરખ ન માને લગાર, દૂધે ધોયા કોયલા, ઉજળા નવ હોય અંગાર; જેનો અસલ રંગ કાળો રે, તેને બીજો રંગ કોએ ન ચડે. સલિલ૦ ગુરુ નિંદી ગુણકા વાદી, તે નર સાફ અજ્ઞાન કહેવાય , દાસ ધીરો ' કહે એની પાસ ન વસીએ, કેદી સંગતના ફ્લ થાય; અદીઠ મુખ એનું રે, કૂવામાં ઘાલી પરત વાઢે. સલિલ૦
૩૫૫ (રાગ : ચાબખો)
હીરાની પરીક્ષા રે, ઝવેરી હોય તે જાણે; મૂરખ મનમાં મોહ્યા રે, અજાણે ઊતરણી આણે. ધ્રુવ મગ મરી બરોબર મૂરખ જાણે, ગોળ-ખાંડ એક ઘાટ; પુષ્પની વાસના પત્ર ન જાણે, એવો જગત-ભગતનો ઠાઠ;
સો વાર સમજાવું રે, પતિત તોયે નવ આણે. હીરાની મૂરખહાથે હીરલો લાધ્યો, તે છાણ સાથે વેચાય; કોઈક જાણે, મળ્યો તેને ઝડપી લીધો, તો તેની કિંમત થાય;
ગુણ ગાય જ વિરલા રે, પૂરણ તે તો પરમાણે. હીરાની ભગત થયા પણ ભેદ ન જાણ્યો, કરે તરવાનો ઉપાય; તન ભોગી મન કંચન કામની , એવે તરણે કેમ ઊતરાય?
ઘરધંધાની ઘાણી રે, તેમાં તેલિયા તાણે. હીરાની જાગ જગન જપ તપ ને તીરથ, તેમાં સૌથી મોટો સત્સંગ; સૂકી ડાળ વેલ થઈ રસ પી લે, તોય અધૂરો રહ્યો બાળ ભોરિંગ;
ધીરા’ શોક્ય હીરો રે રાત દિવસ વહાણે. હીરાની
૩૫૪ (રાગ : કટારી) સંત મળે સાચા રે, અગમની તે ખબર કરે; ભાવે ભેટું તેને રે, સર્વે મારું કારજ સરે. ધ્રુવ ઉલટી સરિતા પડે ગગન પર, વિના વાદળ વરસોય, વિના આભ વીજળી ચમકે, ગેબી ગરજના થાય; ધીરે ધીરે વરસે રે, વરસીને એભર ભરે. સંતo તેતરડે સિચાણો પડ્યો, સસે સપડાવ્યો સિંહ, કાયર ખડગ કહાડીને દોડ્યો, ત્યારે શૂરે પાડી ચહું; મંઝારી ચૂવે મારી રે, રૈયત શું રાજા ડરે. સંતo
પશુ તનકી પનિ'હા બને, નર તન કછુ ન હોય
નર જો ઉત્તમ કરની કરે, તો નર નારાયણ હોય. ભજ રે મના
૧૪)
તુલસી મમતા રામ સૌં, સમતા સબ સંસાર રાગ ન રોષ ન દોષ દુઃખ, દાસ ભયે ભવ પાર
(૨૧૫
ધીરો ભગત