________________
મનકું મૂંડ્યા, તનકું મૂંડયા, તિન હિ પાયા એ ભેદ, દાસ ધીરો’ કહે નજરે દીઠા, અલખ નિરંજન એક; કોણ કરે પાખંડ રે ! મને તો જડયો અમૂલ્ય મણિ. પંચરંગી
૩૫૦ (રાગ : કટારી) ધાહ સુણી ધાજો રે, ધીંગડમલ ધીંગા ધણી; પ્રભુનું પત પાળો રે, ભાવે ભાળો ભક્તો ભણી.ધ્રુવ ધ્રુવ હું પતિત તમો પતિત પાવન, હું દીન તમો દયાળ, હું ચોકર તમો ઠાકર મારા , પ્રજા તણા પ્રતિપાળ; સંભાળી લીજે સ્વામી રે, અંતરજામી આશા ઘણી . ધાહo કોટી અપરાધ કોટી ગુના અમ, બક્ષો ગરીબ નિવાજ, તું તારા બઈ સામું રે જોજે, કરો કરૂણાનિધિ સુખકાજ; લજ્જા મારી રાખો રે, મહાનત સંત ચિંતામણી. ધાહo ભારે ભરોસો વિશ્વાસ વિશ્વભર, આશા પૂરો અનાથના નાથ, દુ:ખ વિલાપ સંકટ કપટ ટાળો, હરિ હેત કરીને ઝાલો હાથ; ધીરા'ની વારે ધાજો રે, તારે ને મારે પ્રીત ઘણી, ધાહo
૩૫૨ (રાગ : ધોળ) શરીર વિના શોધન, પાર કોઈ પામે નહીં; મલોખાં મીઠાં કીજેરે, સ્વાદ કાંઈ આવે નહીં. ધ્રુવ થડ મૂકીને ડાળે વળગે, તે ટોચે કેમ ચડાય ! અધવચથી પાંખડી ટુટે, પાછો આવી પછડાય; સંગત સમ સમજો રે, ચઢોને થડ મૂળથી ગ્રહી. શરીર શાસ્ત્ર પુરાણના મતો જુજવા, ઘણો કરે સંવાદ, દુધપાકમાં બહુ ડોળિયો, પણ ચાટવાને શ્યો સ્વાદ; વારીને વલોણેરે, નહીં માખણ કે મહીં. શરીર, નથી જમ્યો ને નથી જમાડિયો, દીઠા વિના ચલાવે જૂઠ, પારકા મોદકનો સ્વાદ વખાણે, એ તો મિથ્યા માથા કૂટ; વિવેક વિના વસ્તુ રે, વિચાર વિના દૂર રહી. શરીર અંતર ઘટમાં આણી ઉછાળો, નિહાળો નિરંજન નૂર, મરજીવા એ મરમ જ જાણે, ભરપૂર ભર્યો નથી દૂર; ધોરી ધર ખેલે ધીરો રે, લક્ષણવંતે એ લહીં. શરીર
૩૫૧ (રાગ : કટારી) પંચરંગી બંગલો રે, શોભા તેની સરસ બની; એમાં તો બિરાજે રે, આપે વહાલો અલખ ધણી. ધ્રુવ એ બંગલાને દસ દરવાજા, દસે દરવાજે નિશાન , શિવ-બ્રહ્મા એની ઓળંગ કરે છે, ગુરૂથી મળ્યું એ જ્ઞાન; ભક્ત તો કહેવાણો રે, મોટા મોટા ગ્રંથ ભણી. પંચરંગી માળા-તિલક્નાં પાખંડ કરે, પણ આત્મ ચિંત્યા વિના ફોક, જેના ત્રિવિધના તાપ શમ્યા નહિ, ભૂલમાં ભમે ભોળા લોક; ભૂલ જ્યારે ભાંગે રે, સિદ્ધિ તો થાયે આપ તણી . પંચરંગી સામાં દેવ દેવળમાં બેઠા, મળે જો સંત સુજાણ, જીવ મટીને શિવ થઈ પામે, એ પદ તો નિવણિ; જુઓને તપાસી રે, આ ઘટમાં તો રચના ઘણી, પંચરંગી
સાચો ઉપદેશ દેત, ભલી ભલી સીખ દેત, સમતા સુબુદ્ધિ દેત, કુમતિ હરતુ હૈ, મારગ દિખાઈ દેત, ભાવહુ ભગતિ દેત , પ્રેમ કી પ્રતીતિ દેત, અભરા ભરતું હૈ; જ્ઞાન દેત ધ્યાન દેત, આતમવિચાર દેત, બ્રહ્મક્ બતાઈ દેત , બ્રહ્મમેં ચરતું હૈ, | સુંદર કહત જગ, સંત કછુ લેત નાહીં, સંત જન નિશિદિન દેવોહી કરતુ હૈ.
મનુષ્ય જન્મ નર પાય કે, ચૂકે અબકી ઘાતા જાય પડે ભવચક્રમેં, સહે ઘનેરી બાત |
૧૨)
લોભ પાપકા બાપ હૈ, જિસકા નહી હિસાબ સીમામેં રહતા નહી, આદત બડી ખરાબ
ભજ રે મના
(૨૧૩
ધીરો ભગત