________________
૩૪૭ (રાગ : ધોળ)
કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માર; કંઈક રાણાને કંઈક રાજિયા, હાં...રે મેલી ચાલ્યા સંસાર, હેતે હરિરસ પીજીએ. ધ્રુવ જાયા તે તો સર્વે જશે રે, કોઈ કેડે કોઈ મોર; રંગ પતંગનો ઊડી જશે, હાં...રે મેલી આકડાનો થોર. હેતે હરિરસ પીજીએ
કેનાં છોરુંને કેનાં વાંછરું રે, કેનાં માયને બાપ ? અંતકાળે જવું એકલું, હાં...રે સાથે પુણ્યને પાપ. હેતે હરિરસ પીજીએ સંસાર ધુમાડાના બાચકા રે, જોતાં જોતાં જનાર; મરનારાને તમે શું રૂવો ? હાં...રે રોનારાં ક્યાં રહેનાર? હેતે હરિરસ પીજીએ
ભજ રે મના
દાસ ‘ધીરો' રમે રંગમાં રે, રમે દિવસને રાત; ‘હું' ને ‘મારું” મિથ્યા કરો, હાં...રે રમો પ્રભુ સંગાથ. હેતે હરિરસ પીજીએ
૩૪૮ (રાગ : કટારી)
સહી. ધ્રુવ
તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં; અજાજૂથ માંહે રે, સમરથ ગાજે સિંહ અજામાં કરે ગર્જના, કસ્તૂરી મૃગ રાજન, તલની ઓથે જેમ તેલ રહ્યુ છે, કાષ્ઠમાં હુતાશન; દધિ ઓથે ધૃત જ રે, વસ્તુ એમ છૂપી રહી. તરણા
હિરદય ભીતર આરસી, મુખ દેખા નહિ જાય મુખ તો તબ હી દેખિયે, મન નિર્મલ હો જાય
૨૧૦
કોને કહું ને કોણ સાંભળશે ? અગમ ખેલ અપાર, અગમ કેરી ગમ નહીં રે, વાણી ન પહોંચે વિસ્તાર;
એક દેશ એવો રે, બુદ્ધિ થાકી રહે તહીં. તરણા મન પવનની ગતિ ન પહોંચે, છે અવિનાશી અખંડ, રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મ પૂરણ, તેણે રચ્યાં બ્રહ્માંડ; ઠામ નહીં કો ઠાલો રે, એક અણુમાત્ર કહી. તરણા સદ્ગુરુજી એ કૃપા કરી ત્યારે, આપ થયા રે પ્રકાશ, શાં શાં દોડી સાધન સાધે, પોતે પોતાની પાસ; દાસ ‘ધીરો' કહે છે રે, જ્યાં જોઉં ત્યાં તું હી તુંહી. તરણા
૩૪૯ (રાગ : કટારી)
દુનિયાં દીવાની રે, બ્રહ્માંડ પાખંડ પૂજે; કર્યાં વસે પાસે રે, બાજી કાંઈ નવ બુજે. ધ્રુવ
જીવ નહીં એને હરિ કરી માને, પૂજે કાષ્ટ પાષાણ, ચૈતન્ય પુરુષને પાછળ મુકે, એવી અંધી જગત્ અજાણ; અર્કને અજવાળે રે, પ્રસિદ્ધ મણિ નવ સુઝે. દુનિયા
પાષાણનું નાવ નીરમાં મુકે, સો વાર પટકે શિશ, કોટી ઉપાયે તરે નહિ એ તો, ડુબે વશા વીશ; કોળુમાં તેલ ક્યાંથી રે ? ધાતુની ઘેનું શું દુજે ? દુનિયા અંતર મેલ ભર્યો અતિ પૂરણ, નિત્ય નિર્મળ જળમાં નહાય, મહા મણિધર પેઠો રે દરમાં તો, રાફ્સો ટીપે શું થાય; ઘાયલ ગતિ ઘાયલ રે, જાણીને જ્ઞાની ઘાવ રૂઝે. દુનિયા સદ્ગુરુ શબ્દનું ગ્રહણ કરીને, પ્રગટી પંડમાં પેખ, દુર નથી નાથ નજીક નિરંજન, દિલ શુદ્ધે દેદાર દેખ; ધુરંધર ‘ધીરો' રે, જાહેર જગન મધ્યે ઝુઝે. દુનિયા૦
કબીર મન પર મોહ લે, આપ હી લે ઉપદેશ જો યે પાંચો વશ કરો, શિખ્ય હોય સબ દેશ
૨૧૧
ધીરો ભગત