________________
૩૪૯
૩૫૦
૩૫૧
૩૫૨ ૩૫૩ ૩૫૪ зчч ૩૫૬ ૩૫૩ ૩૫૮
કટારી કટારી કટારી કટારી ક્ટારી કટારી ચાબખો. ક્ટારી ચલતી-હીંચ દેશી ઢાળ
દુનિયા દીવાની રે બ્રહ્માંડ ધાહ સુણી ધાજો રે પંચરંગી બંગલો રે, શોભા શરીર વિના શોધન રે, પાર સલિલ મન સંક્ટ રે, હરિ સંત મળે સાચા રે, અગમની તે હીરાની પરીક્ષા રે, ઝવેરી હે મન તું હિ તું હિ બોલે રે હેતે હરિ રસ પીજીએ, ઉર જ્ઞાની ધ્યાન ગયા તેના જુગમાં
ધીરો ભગત
ઈ.સ. ૧૭૫૩ - ૧૮૨૫
૩૪૬ (રાગ : કટારી)
અખા ભગત પછીના સમર્થ જ્ઞાની ભક્ત કવિ તરીકે ધીરો ભગત અગ્રગણ્ય છે. ધીરાની કાફીઓ સુવિખ્યાત છે. અને જ્ઞાનોર્મિકવિતા તરીકે ઉત્કૃષ્ટ પણ છે. કાફી એ ૧૦ થાટમાંથી એક થાય છે અને રાગ પણ છે. ધીરાએ એના ગેય ઢાળમાં ટેક કે ધ્રુવપદવાળી સુગેય જ્ઞાનમાર્ગી રચના કાવ્યરૂપે બનાવીને લોકપ્રિય કરી . ધીરો ભગત વડોદરા જિલ્લાના સાવલી પાસેના ગોઠડામાં થઈ ગયા. તેમના પિતાનું નામ પ્રતાપ બારોટ અને માતાનું નામ દેવબા હતું. નાનપણથી જ તે ધર્મતવાભિમુખ હતા. ગોઢડામાં અધ્વર્યજીભાઈ શાસ્ત્રી પાસેથી હિંદુ ધર્મશાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું હતું. ધીરા ભગતે ગૃહસ્થમાં પ્રવેશ કર્યો, પણ તે બહુ ચાલ્યો નહીં. આખરે તે વિરક્ત થઈ સંસ્થાસી સાંઈ પાસે રામાનંદી દીક્ષા લઈ સાધુ થઈ ગયો. જ્ઞાની કવિ બનેલા ધીરો ભગત પદો રચતા અને ભક્તો પાસે પહોંચે એ માટે કાગળમાં લખી ભૂંગળીમાં મૂકી, દોટ મારી, નદીમાં વહેતા મૂકી દેતા. ધીરાની જ્ઞાનમાર્ગી કાવ્યકૃતિઓ - ‘સ્વરૂપે', જ્ઞાનકક્કો', 'પ્રશ્નોત્તરમાલિકા', “ આત્મજ્ઞાન’ અને ‘જ્ઞાનબત્રીસીની કાફીઓ' એ જ સર્જન-વિશેષ છે. ધીરો ભગત પણ કબીર અને અખાની જેમ ધર્મ સંપ્રદાયની. વાડબંધીથી પર હતા.
આત્મા શોધ્યા વિના રે, જે જન સાધન સાધે; સાથે પ્રભુ જુઠાના રે, જશ કેમ જગે વાધે. ધ્રુવ રવિ રવિ રટ રજની મટત નહીં, એમ તિમિર નવ જાય, આત્મા અર્ક ઊગ્યો અંતરમાં, ત્યારે અજવાળું થાય; ભોજન ભોજન ભાખે રે, ભાંગે ન ભૂખ વિના ખાધે. આત્મા મીઠા મેવા વખાણે મુખથી, તેને સ્વાદ ના આવે લગાર, જલ જલ ઝંખે તૃષા નવ છીપે, પોકારે વાર હજાર; અંધારે વસ્તુ શોધો રે, અજવાળાં વિના ક્યાંથી લાધે ? આત્મા પોતાના પિંડની ખબર નવ જાણે, વાતો શીખી વાત બાજે, વ્યોમ ઉપરની તો આછી બતાવે, ભીતરની નથી , કેમ રાજે; હદનો ભેદ નવ જાણે રે, બેહદ માંહે જઈ બાંધે. આત્મા શીલ સંતોષ ને ક્ષમા ગરીબી, ગુરુ જ્ઞાન નિજ નામ, એ કામ ક્રોધ લોભ મોહ તજે ત્યારે, વીશ વશા થાએ કામ; ધીર “ધીરો’ મરજીવો રે, તું હી તૂહીં આરાધે. આત્મા
ભક્તિ કરો પાતાલમેં, પ્રગટ હોય આકાશ દાબી ડૂબી ના રહે, કસ્તૂરી કી બાસા ૨૦૯૦
ધીરો ભગત
૩૪૬ ૩૪. ૩૪૮
કટારી ધોળા
આત્મા શોધ્યા વિના રે કઠણ ચોટ છે કાળની રે તરણા ઓથે ડુંગર રે
ક્ટારી
માયા મુઈ ન મન મુવા, મર મર ગયા શરીર આશા તૃષ્ણા ના મુઈ, યૌ કહિ ગયા કબીર |
ભજ રે મના
૨૦૮